નાણા મંત્રાલય
સુરત ખાતે DRIની કાર્યવાહીમાં રૂ. 91 લાખની કિંમતની દાણચોરીની વિદેશી સિગારેટ અને વેપ જપ્ત
Posted On:
02 DEC 2022 7:04PM by PIB Ahmedabad
ગેરકાયદે તમાકુ ઉત્પાદનો સામેની લડાઈમાં એક મોટી ઘટનામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની કાર્યવાહીના પરિણામે સુરતમાં 2 અલગ અલગ જગ્યાએથી દાણચોરી કરાયેલી અંદાજે રૂ. 91 લાખની વિદેશી મૂળની સિગારેટ અને ઈ-સિગારેટ જપ્ત કરવામાં આવી છે.
પ્રથમ કિસ્સામાં, ડીઆરઆઈના અધિકારીઓએ સુરતમાં ચોકલેટની દુકાનના માલિકના નિવાસસ્થાન અને ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. શોધખોળના પરિણામે માર્લબોરો, ડનહિલ, એસ્સે લાઇટ્સ, એસ્સે બ્લેક, એસ્સે ગોલ્ડ, ડીજારમ બ્લેક, ગુડાંગ ગરમ, વિન વગેરે નામની વિવિધ બ્રાન્ડની વિદેશી મૂળની સિગારેટની કુલ 3,60,800 સ્ટીક્સ મળી આવી હતી. ઉપરાંત પ્રતિબંધિત ઈ-સિગારેટ (વેપ)ની 198 સ્ટીક્સ પણ મળી આવી હતી. આશરે ₹75 લાખની કિંમતની સિગારેટ ઝડપાઈ છે. કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ અટકાયત કરવામાં આવી છે અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
અન્ય એક ઉદાહરણમાં, DRI ના અધિકારીઓએ સુરત રેલ્વે સ્ટેશન પર સુરત તરફ નિર્ધારિત રેલ્વે પાર્સલને અટકાવ્યું હતું, જેમાંથી દાણચોરીની 80,000 સ્ટીક્સ એસ્સ લાઈટ્સ બ્રાન્ડેડ સિગારેટ મળી આવી હતી. જેની બજાર કિંમત રૂ.16 લાખ આંકવામાં આવી છે અને માલ કબજે કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં DRI સિગારેટ અને અન્ય નિકોટિન ઉત્પાદનોની દાણચોરી સામે સખત લડાઈ લડી રહ્યું છે. તદુપરાંત, ગુજરાતમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ અને આદર્શ આચારસંહિતા લાગુ થતાં પહેલાં DRI દ્વારા દાણચોરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
YP/GP/JD
(Release ID: 1880549)
Visitor Counter : 183