સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

100 વાહિની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAFના 32મા સ્થાપના દિવસ નિમિત્તે તા. 28/11/2022થી તા. 04/12/2022 સુધી વાહિનીમાં વિભિન્ન કાર્યક્રમોનું આયોજન

Posted On: 30 NOV 2022 1:40PM by PIB Ahmedabad

100મી વાહની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAFના તા. 01/12/2022ના રોજ 32મા સ્થાપના દિવસ નિમિત્તે શ્રી ગોવિંદ પ્રસાદ ઉનિયાલ, કમાન્ડેન્ટ 100મી વાહિની દ્રૂત કાર્યબળના દિશા-નિર્દેશમાં વસ્ત્રાલ સ્થિત 100મી વાહિની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAF/કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના મુખ્યાલયમાં તા. 28/11/2022થી 04/12/2022 સુધી નીચે મુજબના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

  1. તા. 28/11/2022 થી 29/11/2022 સુધી કેમ્પ પરિસરમાં વિશેષ હથિયાર તેમજ ઉપકરણોનું પ્રદર્શન તથા શાળાના બાળકોને દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAFના વિશેષ ઉપકરણો અંગે માહિતી આપવામાં આવી.
  2. તા. 30/11/2022એ મંદિર પ્રાંગણમાં હવન/અખંડ પાઠનું આયોજન કરાયું હતું.
  3. તા. 01/12/2022એ વાહિનીના સ્થાપના દિવસ નિમિત્તે શહીદોને શ્રધ્ધાંજલિ, એ પછી ધ્વાજારોહણ તથા સેરેમોનિયલ ગાર્ડ દ્વારા સલામી (નવો ધ્વજ ફરકાવવો), વાહિનીની ઉપલબ્ધિઓનું વર્ણન અને ગૌરવપૂર્ણ પરંપરાઓનું અનુકરણ કરવા માટે જવાનોને પ્રોત્સાહિત કરવા તથા જવાનોને ઉચ્ચ કાર્યાલયો દ્વારા જારી કરાયેલા પ્રશસ્તિ પત્ર તેમજ ચંદ્રકો પ્રદાન કરવા. સાંજે આંતર કંપની ખેલ પ્રતિયોગિતા, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તેમજ વાહિનીમાં તૈનાત અધિકારીઓ, ગૌણ અધિકારીઓ તથા જવાનોનું સમૂહ ભોજન/બડાખાનાનું આયોજન.
  4. તા. 03/12/2022એ સ્વચ્છતા જાગૃતતા સાયકલ રેલી (વાહિની પરેડ ગ્રાઉન્ડથી વસ્ત્રાલ ગામ સુધી).
  5. તા. 04/12/2022એ વાહિની પ્રાંગણમાં મેળાનું આયોજન

આરએએફ એટલે કે રેપિડ એક્શન ફોર્સ એક વિશેષ ફોર્સ છે જેને સી.આર.પી.એફની 10 બટાલિયનને પરિવર્તિત કરીને બનાવાઈ હતી. આ દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAFનું રમખાણો, રમખાણો જેવી ઊભી થતી સ્થિતિઓ, સમાજના તમામ વર્ગો વચ્ચે વિશ્વાસ પેદા કરવા અને આંતરિક સુરક્ષા ડ્યૂટી માટે ગઠન કરાયું હતું. 100 વાહિની કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળની સ્થાપના તા. 01/12/1990માં સમૂહ કેન્દ્ર નાગપુર, મહારાષ્ટ્રમાં થઈ. તા. 24/12/91માં આ વાહિની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAFમાં પરિવર્તિત થઈ તથા તા.12/03/1994 સુધી સમૂહ કેન્દ્ર નાગપુર, મહારાષ્ટ્રમાં વિશેષ પ્રશિક્ષણ પ્રાપ્ત કરવા ઉપરાંત તા.03/07/1994થી 100 વાહિની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAF ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં આવેલા વસ્ત્રાલ ગામમાં કાયદા અને વ્યવસ્થા જાળવી રાખવાના હેતુથી તૈનાત કરાઈ છે અને ત્યારથી અસામાજિક તત્વો માટે એક મોટો પડકાર ઊભો કરતા કાયદો વ્યવસ્થા જાળવી રાખવામાં સ્થાનિક પોલીસની સહાયક બની રહી છે. 100 વાહિની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAFનો મુખ્ય ઉદ્દેશ્ય સમાન્ય પ્રજાની વચ્ચે જઈને પોલીસની છબીને વધુ મજબૂત બનાવવાનો છે.

આ અવસરે શ્રી ગોવિંદ પ્રસાદ ઉનિયાલ, કમાન્ડેન્ટ-100મી વાહિની દ્રૂત કાર્યબળ, રેપિડ એક્શન ફોર્સ RAF દ્વારા વાહિનીમાં ઉપસ્થિતિ તમામ અધિકારી, ગૌણ અધિકારીઓ તેમજ જવાનો તથા પરિવારના સભ્યોની સાથે ઉપરોક્ત કાર્યક્રમની શરૂઆત કરાવાઈ હતી.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1879937) Visitor Counter : 159