રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદ અને સાબરમતી સ્ટેશન પર કેટલીક ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર

Posted On: 23 NOV 2022 5:11PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના બાંદ્રા ટર્મિનસ યાર્ડની પિટ લાઇનની  ઉપર ઑલ વેધર કવર શેડ પૂરા પાડવા માટેના ટ્રાફિક વર્ક ઓર્ડર (TWO)ના કાર્યને કારણે, કેટલીક ટ્રેનોના અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો પર  આગમન પ્રસ્થાનના સમયમાં આગામી સૂચના સુધી આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :

 

(પ્રારંભિક સ્ટેશન (JCO) થી)

  1. ટ્રેન નંબર 16588 બિકાનેર - યશવંતપુર એક્સપ્રેસનો  તા.27 નવેમ્બર 2022 થી અમદાવાદ સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 07:15/07:30 કલાકના બદલે 06:55/07:10 કલાક રહેશે.
  2. ટ્રેન નંબર 19028 જમ્મુ તાવી - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો તા.28 નવેમ્બર 2022 થી અમદાવાદ સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 07:15/07:30 કલાક ના બદલે 06:55/07:10 કલાક રહેશે.
  3. ટ્રેન નંબર 14806 બાડમેર - યશવંતપુર એક્સપ્રેસનો તા.01 ડિસેમ્બર 2022 થી આગમન પ્રસ્થાનનો સમય સાબરમતી સ્ટેશન પર 06:25/06:27 કલાકને બદલે 06:18/06:20 કલાક અને અમદાવાદ સ્ટેશન પર 07:15/07:30 કલાકને બદલે 06:55/07:10 કલાક રહેશે.
  4. ટ્રેન નં. 22932 જેસલમેર - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો તા.26 નવેમ્બર 2022 થી આગમન પ્રસ્થાનનો સમય સાબરમતી સ્ટેશન પર 06:25/06:27 કલાકના બદલે 06:18/06:20 કલાક અને અમદાવાદ સ્ટેશન પર 07:15/07:30 કલાકને બદલે 06:55/07:10 કલાક રહેશે.

 

ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, યાત્રીઓ કૃપા કરી  છે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ જોઈ શકે છે                  

******


(Release ID: 1878278) Visitor Counter : 160