રેલવે મંત્રાલય

મધ્ય રેલવેના જલગાંવ-ભુસાવલ સેક્શન પર નોન ઇન્ટરલોકિંગ કામને કારણે


અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે

Posted On: 23 NOV 2022 5:08PM by PIB Ahmedabad

મધ્ય રેલવેના જલગાંવ - ભુસાવલ સેક્શન પર ચોથી લાઈન કનેક્ટિવિટી સાથે સંબંધિત જલગાંવ યાર્ડ રિમોડેલિંગ માટે નૉન-ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.

 

રદ કરાયેલી ટ્રેનો :

  1. 4 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 22137 નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
  2. 5 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 22138 અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

 

ડાયવર્ટ ટ્રેનો :

  1. 4 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 12834 હાવડા - અમદાવાદ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા બડનેરા - ભુસાવલ ચોર્ડ - ખંડવા - ઈટારસી - રતલામ - ભોપાલ - છાયાપુરીના માર્ગે આવશે.
  2. 2 ડિસેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 19484 બરૌની - અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા ઈટારસી - સંત હિરદારામ નગર - રતલામ - છાયાપુરી ના માર્ગે આવશે.
  3. 4 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર 2022 ની ટ્રેન નંબર 12656 ચેન્નાઈ સેન્ટ્રલ - અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા બડનેરા - ભુસાવલ ચોર્ડ - ખંડવા - ઇટારસી - રતલામ - ભોપાલ - છાયાપુરી ના માર્ગે આવશે.
  4. 29 નવેમ્બર 2022ની ટ્રેન નંબર 16501 અમદાવાદ - યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા વસઈ રોડ - કલ્યાણ - પુણે - દોંડના માર્ગે ચાલસે.
  5. 5 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 12994 પુરી -  ગાંધીધામ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા બડનેરા-ભુસાવલ ચોર્ડ  - ખંડવા - ઈટારસી - રતલામ - ભોપાલ - છાયાપુરીના માર્ગે આવશે.
  6. 27 નવેમ્બર અને 4 ડિસેમ્બર 2022ની ટ્રેન નંબર 16502 યશવંતપુર - અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા દોંડ - પુણે - કલ્યાણ - વસઈ રોડ ના માર્ગે આવશે. 

 

ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, યાત્રીઓ કૃપા કરી

www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ જોઈ શકે છે 

* * *

 (Release ID: 1878275) Visitor Counter : 90