સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા પેન્શનરો માટે સરળ અને સુલભ ‘જીવન પ્રમાણ’ (ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ – DLC) જનરેશન માટે સેવા

Posted On: 18 NOV 2022 5:26PM by PIB Ahmedabad

પોસ્ટ વિભાગ અંતર્ગત ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા પેન્શનરો માટે સરળ અને સુલભ જીવન પ્રમાણ’ (ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ – DLC) જનરેશન માટે સેવા પ્રદાન કરે છે. જીવન પ્રમાણ ઇશ્યુ કરવું એ સંપૂર્ણ રીતે પેપરલેસ, સીમલેસ અને સરળ પ્રક્રિયા છે અને પ્રમાણપત્ર તરત જ જનરેટ થાય છે.

જીવન પ્રમાણ’ (ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ – DLC) સેવાનો લાભ લેવા માટે, પેન્શનર નજીકની પોસ્ટ ઑફિસનો સંપર્ક કરી શકે છે અથવા પોસ્ટમેન/ગ્રામીણ ડાક સેવક દ્વારા ઘર બેઠા સુવિધા પ્રાપ્ત કરી શકાય છે. પોસ્ટ વિભાગની “પોસ્ટ ઇન્ફો” એપ્લિકેશન દ્વારા અથવા વેબસાઇટ http://ccc.cept.gov.in/covid/request.aspx દ્વારા ડોરસ્ટેપ સર્વિસ માટે સમય નિર્ધારિત કરી શકાય છે.

YP/GP/JD



(Release ID: 1877057) Visitor Counter : 348