માહિતી અને પ્રસારણ મંત્રાલય

લોકશાહીના અવસરે રંગોળી અભિયાન દ્વારા અપાયો મતદાર જાગૃતિનો સંદેશ


અચૂક મતદાન કરવાનો સંદેશો આપતી રંગોળીથી આકર્ષાયા યુવા મતદારો અને લીધાં મતદાન કરવાના શપથ

Posted On: 17 NOV 2022 5:46PM by PIB Ahmedabad

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022, અવસર  લોકશાહીનો અંતર્ગત આજ રોજ જિલ્લા કલેકટર કચેરી અમદાવાદ, કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને ગુજરાત યુનિવર્સીટીના સંયુક્ત  ઉપક્રમે અચૂક નૈતિક મતદાન સંદર્ભે  ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રથમ વખતના મતદારો સાથે યુવા મતદારો દ્વારા નૈતિક અને વધુ મતદાનના સંદેશો આપતી વિવિધ રંગોળી કરવામાં આવેલ હતી. જેમાં ગુજરાતના નકશા સાથે વીવીપેટકોઇ પણ પ્રલોભનમાં ફસાયા વગર મતદાન કરવુ, મતદાનમાં મતદારોની ભાગીદારી એમ મતદાન જાગરૂકતા સાથે વધુમાં વધુમાં 100 ટકા મતદાન થાય એ દિશામાં રંગોળી  કરવામાં આવેલ. ગુજરાત યુનિવર્સીટી ખાતે પરીક્ષા અર્થે આવતા યુવા વિદ્યાર્થીઓ આ રંગોળી નિહાળી મતદાન કરવા પ્રેરાયા હતા અને યુવા મતદારોએ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા.

કાર્યક્રમ અંગે જાણકારી આપતા કેન્દ્રીય ચાર બ્યુરોના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે જેમ આપણા આંગણે અવસર આવે છે ત્યારે તેની ઉજવણીમાં આપણે આંગણામાં રંગોળી કરીએ છીએ તે જ પ્રકારે ગુજરાતના આંગણે લોકશાહીનો અવસર આવ્યો છે અને તેની ઉજવણીમાં મતદાન જાગૃતિનો સંદેશ આપતી રંગોળીઓ યુવા મતદાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. લોકશાહીના રંગે રંગાયેલા યુવા મતદારએ રંગોળીના રંગો દ્વારા લોકતંત્ર વિશેની તેમની સમજ જાણકારી અને જાગરૂકતાને ખૂબ જ સુંદર રીતે અભિવ્યક્ત કરી છે.

આ કાર્યક્રમનું સંચાલન ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ અને યુથ નોડલ ઓફિસર ડો.યોગેશ પારેખ, જિલ્લા કલેકટર કચેરીની સ્વીપની સમ્રગ ટીમ અને કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતુ.

YP/GP/JD



(Release ID: 1876832) Visitor Counter : 414