ગૃહ મંત્રાલય

આરએએફના નેતૃત્વ હેઠળ તાલુકા દસ્ક્રોઈ કણભા ગ્રામ પંચાયત અમદાવાદમાં ગામના સરપંચ સાથે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન

Posted On: 15 NOV 2022 2:37PM by PIB Ahmedabad

આજે શ્રી ગોવિંદ પ્રસાદ ઉનિયાલ, કમાન્ડન્ટ 100 બટાલિયન આરએએફના નિર્દેશ અનુસાર, મુકેશ કુમાર મીણા, ડેપ્યુટી કમાન્ડન્ટ, ડી/100 બટાલિયન આરએએફના નેતૃત્વ હેઠળ તાલુકા દસ્ક્રોઈ કણભા ગ્રામ પંચાયત અમદાવાદમાં ગામના સરપંચ સાથે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદઘાટન ગામના સરપંચ શ્રીમતી બાલુ બેન દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રસંગે 100 બટાલિયન આરએએફના મેડિકલ ઓફિસર ડૉ. સુમિત સેહગલ દ્વારા 234 લોકો (પુરુષો, મહિલાઓ અને બાળકો)નું ચેક-અપ કરવામાં આવ્યું હતું અને બટાલિયનના ફાર્માસિસ્ટ અને જવાનો દ્વારા ડૉક્ટરોની સલાહ મુજબ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સાથે મેડિકલ ઈમરજન્સીમાં કોઈપણ વ્યક્તિને મદદ કરવા માટે સીપીઆરની પ્રક્રિયા પણ સમજાવવામાં આવી હતી. ગામના લોકો દ્વારા સીપીઆરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જેમાં કણભા ગામના તમામ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને 100 બટાલિયન આરએએફ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવી હતી. અંતમાં આભારવિધિ ગામના સરપંચ શ્રીમતી બાલુ બેન દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે 100 બટાલિયન આર..એફ.વસ્ત્રાલના મેડિકલ ઓફિસર ડો.સુમિત સેહગલે મહત્વની ભૂમિકા ભજવી હતી.

YP/GP/JD



(Release ID: 1876080) Visitor Counter : 158