ગૃહ મંત્રાલય
CBI એ CGSTના સુપરિન્ટેન્ડન્ટ અને એક આસિસ્ટન્ટ કમિશનર બંનેની રૂ. 75,000/-ની લાંચ લેતા ધરપકડ કરી
Posted On:
13 NOV 2022 2:28PM by PIB Ahmedabad
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા CGST, અંકલેશ્વર (ગુજરાત)ના સુપરિન્ટેન્ડેન્ટ અને એક સહાયક કમિશનરની રૂ. 75,000/-ની કથિત લાંચમાં ધરપકડ કરવામાં આવી છે.
અંકલેશ્વરના સીજીએસટીના સુપરિન્ટેન્ડેન્ટ સામે ફરિયાદી પાસેથી તેના અધિકારક્ષેત્ર દ્વારા મોડાસાથી વાપી સુધી માલના પરિવહન માટે રૂ. 75,000/- ની લાંચ માગવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો હતો. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીએ તેના અધિકારક્ષેત્રમાં માલસામાનની નિયમિત અવરજવર માટે માસિક રૂ. 1.5 લાખના અનુચિત લાભની માગણી કરી હતી.
CBIએ છટકું ગોઠવીને ફરિયાદી પાસેથી રૂ. 75,000/- લાંચની માગણી અને સ્વીકારતા સુપરિન્ટેન્ડેન્ટને રંગે હાથે ઝડપી લીધા હતા. ટ્રેપની કાર્યવાહી દરમિયાન, મદદનીશ કમિશનર, CGST, અંકલેશ્વરની ભૂમિકા કથિત રીતે અનુચિત લાભની માગણી અને સ્વીકારમાં મળી આવી હતી. તેને પણ ઝડપી લેવાયો હતો.
બંને આરોપીઓના ઘરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઉપરી અધિકારીના પરિસરમાંથી રૂ.1.97 લાખ (અંદાજે) વસૂલ કરવામાં આવ્યા હતા.
પકડાયેલા બંને આરોપીઓને સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 14.11.2022 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1875594)
Visitor Counter : 154