સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

અમદાવાદમાં પોસ્ટ ખાતા દ્વારા ગુજપેક્સ-2022 યોજાશે

Posted On: 12 NOV 2022 1:44PM by PIB Ahmedabad

ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 14મું રાજ્ય સ્તરીય ફિલાટેલિક પ્રદર્શન, GUJPEX-2022 સત્તવીસ દશાપોરવડ વિદ્યા મંદિર, સ્વસ્તિક ક્રોસ રોડ પાસે, ચોઈસ રેસ્ટોરન્ટની સામે, C.G રોડ, નવરાણપુરા, અમદાવાદ-380 009 ખાતે 13મી નવેમ્બર, 2022 થી 15મી નવેમ્બર, 2022 સુધી આયોજિત કરવામાં આવી રહ્યું છે..

આ એક્ઝિબિશનનો હેતુ ફિલેટલીના શોખને પ્રોત્સાહન આપવાનો અને ફિલેટલિસ્ટને વિવિધ થીમ્સ પર તેમના મૂલ્યવાન કલેક્શનને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો છે. પ્રદર્શન દરમિયાન વિશેષ કવર પણ બહાર પાડવામાં આવશે અને પ્રદર્શનના સ્થળે વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પ્રદર્શનોના મુખ્ય આકર્ષણોમાં "પોસ્ટલ સ્ટેમ્પ્સ પર માહિતીપ્રદ, આકર્ષક અને શૈક્ષણિક પ્રદર્શન, વિશેષ કવરનું વિમોચન, ગુજરાત, તાજમહેલ, ફેરી ક્વીન, સિનેરિયા, ડાહલિયા, લીલી, પેન્સી વગેરે સંબંધિત વિવિધ થીમ સાથેની માય સ્ટેમ્પની સુવિધા" છે.

પ્રો. હિમાંશુ એ પંડ્યા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ઉદઘાટન સમારોહ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમની વિગતો

13.11.2022 (રવિવાર)

- પ્રદર્શનનું ઉદ્ઘાટન પ્રો. હિમાંશુ એ પંડ્યા, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર 10.30 કલાકે કરશે.

- વિશેષ કવર 1) ગુજપેક્સ-2022 અને 2) શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર, ડાકોર પર નું વિમોચન  ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને મુખ્ય મહેમાન પ્રો. હિમાંશુ એ પંડ્યા દ્વારા કરાશે

- UPU પત્ર લેખન સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર અને સન્માન

- ફિલેટલીનો સેમિનાર

- નિબંધ લેખન સ્પર્ધા

14.11.2022 (સોમવાર)

- 1) રાજા રામમોહન રાયની 250મી જન્મજયંતી નિમિત્તે સ્પેશિયલ કવરનું વિમોચન

- ક્વિઝ સ્પર્ધા

- વકતૃત્વ અને ફેન્સી ડ્રેસ સ્પર્ધા

15.11.2022 (મંગળવાર)

- 1) હિંગોલગઢ કેસલ 2) એશિયાટિક લાયન અને 3) આશુતોષ રબર પ્રા. લિ. પરનું વિશેષ કવર  મુખ્ય અતિથિ શ્રીમતી તન્વી રાઠોડ, મિસિસ ઈન્ડિયા ઓશન યુનિવર્સ 2021 દ્વારા રિલિઝ કરાશે

- શ્રી નિરજ કુમાર, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ.

- સમાપન સમારોહ

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1875411) Visitor Counter : 213