માહિતી અને પ્રસારણ મંત્રાલય

અરવલ્લી : 'શામળાજીના મેળે રણઝણિયું રે પૈઝણિયું' સાથે લોકશાહીના પર્વને લઇને વિશેષ આયોજન, કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા પત્રકાર પરિષદ


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ચૂંટણી વિભાગ દ્વારા મતદાર જાગૃતિ અભિયાનને લઇને મહત્વનો કાર્યક્રમ શામળાજી ખાતે યોજાશે

કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલયની કેન્દ્રીય સંચાર બ્યુરો ક્ષેત્રિય કાર્યાલય પાલનપુર દ્વારા મોડાસા ખાતે પત્રકાર પરિષદ

પાંચ દિવસિય શામળાજી મેળવામાં મતદાર જાગૃતિ અભિયાન સહિત અલગ અલગ કાર્યક્રમનું થશે આયોજન

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના ડિરેક્ટર યોગેશ પંડ્યા મોડાસા ખાતે રહ્યા ખાસ ઉપસ્થિત

Posted On: 03 NOV 2022 6:44PM by PIB Ahmedabad

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં હવે લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણી ગુજરાતમાં થવા જઇ રહી છે ત્યારે કેન્દ્રીય માહિતી પ્રસારણ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન સહિતના અલગ અલગ કાર્યક્રમો આયોજિત થવાના છે ત્યારે અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં બિરાજમાન શામલાજીના સૌથી મોટા લોકમેળામાં ચૂંટણીના પર્વને લઇને મતદાર જાગૃતિ અભિયાનનો અવસર ઉજવવાની તૈયાર કરવામાં આવી છે.

કારતક સૂદ અગિયારસથી કારતક સૂદ પૂનમ સુધી શામળાજી કાળિયા ઠાકોરના આંગણે ભરાતા કાર્તિકી પૂનમના મેળામાં આ વખતે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ સુધી યોજાનારા લોક મેળાવમાં મતદાન જાગતિ અભિયાન હાથ ધરવામાં આવશે.

મતદાર જાગૃતિ અભિયાનને લઇને મોડાસા ખાતે પીઆઈબીના ડિરેક્ટર યોગેશ પંડ્યાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મોડાસા ચૂંટણી વિભાગના અધિકારીઓ તેમજ સંચાર બ્યૂરો ક્ષેત્રિય કાર્યાલયના અધિકારી જે.ડી. ચૌધરી તેમજ અરવલ્લી જિલ્લા માહિતી વિભાગના અધિકારી નિધી જયસ્વાલ અને રેશ્મા નિનામા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પાંચ દિવસના આ કાર્યક્રમમાં મતદાર જાગૃતિ રેલી, સ્પર્ધા, મતદાનનું મહત્વ, ક્વીઝ જેવી અલગ-અલગ સ્પર્ધાઓ યોજાશે, જેમાં આસપાસના લોકો તેનો લાભ લેશે. દર વર્ષે શામળાજીના કાર્તિકી પૂનમના મેળાવમાં લાખો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ આ લોકમેળામાં મોટી સંખ્યામાં મતદારો લોકશાહીના પર્વને સમજે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

YP/GP/JD



(Release ID: 1873533) Visitor Counter : 256