સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ગુજરાતને મળી વધુ ૧૫૦ મેડિકલ સીટ


EWS વિદ્યાર્થીઓ માટે ડોક્ટર બનવાની વધુ તકો

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ.મનસુખ માંડવિયાની મંજુરી

Posted On: 02 NOV 2022 5:22PM by PIB Ahmedabad

ગુજરાત સરકાર દ્વારા સંચાલિત બે પી.પી.પી. કોલેજ શાંતાબા મેડિકલ કોલેજ, અમરેલી અને કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ, ભરૂચ તથા સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મેડિકલ કોલેજ આ ત્રણેય કોલેજમાં ૫૦-૫૦ સીટ એમ કુલ મળીને ૧૫૦ સીટ ઇ.ડબલ્યુ.એસ. ક્વોટાની ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના નેશનલ મેડિકલ કમીશન દ્વારા મંજુરી આપવામાં આવી છે.

કુલ ૧૫૦ સીટ વધવાથી રાજયના ઇ.ડબલ્યુ.એસ. કેટેગરીના ૧૫૦ વિધાર્થીઓને ડૉકટર બનવાનો અવસર મળશે. ગુજરાત સરકાર દ્વારા સરકારી કોલેજ ઉપરાંત પી.પી.પી. મેડિકલ કોલેજ અને મ્યુનીસીપાલટી સંચાલિત કોલેજમાં આ બન્ને કેટેગરીની કોલેજમાં પણ ઇ.ડબલ્યુ.એસ. લાગુ કરવા ભારત સરકારને વિનંતી કરી હતી. જેને ધ્યાને રાખીને કેન્દ્રના આરોગ્ય મંત્રીશ્રી મનસુખ માંડવિયાજીએ આ અંગે મંજુરી આપતા આ ત્રણેય કોલેજમાં ૫૦-૫૦ સીટોનો વધારો થયેલ છે. આ હયાત ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ૫૦-૫૦ સીટનો ઉમેરો થતાં આ વર્ષથી સીટો લાગુ પડશે અને રાજયના ૧૫૦ ઇ.ડબલ્યુ.એસ. વિધાર્થીઓને ડૉકટર બનવાનો અવસર મળશે.

YP/GP/JD



(Release ID: 1873126) Visitor Counter : 164