ગૃહ મંત્રાલય

ભારતીય સ્વતંત્રતા સેનાની અને લોખંડી પુરૂષ સ્વર્ગિય સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ તેમજ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 100મી બટાલિયન આર.એ.એફ. દ્વારા 31 ઓક્ટોબર 2022ના રોજ વાહિનીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

Posted On: 01 NOV 2022 12:16PM by PIB Ahmedabad

 

વસ્ત્રાલ સ્થિત દ્રૂત કાર્ય બળ (આર..એફ)ની 100મા વાહિની મુખ્યાલયમાં 31 ઓક્ટોબર 2022ના રોજ લોખંડી પુરૂષ સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ અને આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શ્રી ગોવિંદ પ્રસાદ ઉનિયાલ, કમાન્ડેન્ટ મહોદય 100મી વાહિનીના દિશા-નિર્દેશમાં રન ફોર યુનિટી, શપથ ગ્રહણ સમારોહ અને રાષ્ટ્રીય એકતા માનવ સાંકળ અને માર્ચ પાસ્ટ પરેડ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

ભારતીય સ્વતંત્રતા સેનાની અને લોખંડી પુરૂષ સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી 31 ઓક્ટોબરે દરેક વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસના રૂપે ઉજવાય છે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં તેમનું યોગદાન હંમેશા સ્મરણિય રહેશે. લોખંડી પુરૂષ સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલનું આઝાદી બાદ ભારતના એકીકરણમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન હતું. રાષ્ટ્રીય એકતા માત્ર એક મજબૂત દેશના ગઠનમાં મદદ નથી કરતી પરંતુ લોકોના વિકાસને પણ પ્રોત્સાહિત કરે છે. દિવસ આપણને શાંતિ, સૌહાર્દ, સહકાર અને બંધુત્વની ભાવના સાથે રહેવાની પ્રેરણા આપે છે.

અવસરે શ્રી ગૌવિંદ પ્રસાદ ઉનિયાલ, કમાન્ડેન્ટ-100મી વાહિની દ્રૂત કાર્ય બળ દ્વારા વાહિનીમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ, જવાનો તથા શાળાના બાળકોની ઉપસ્થિતિમાં ઉપરોક્ત કાર્યક્રમનો શુભારંભ કરાયો.

દેશની એકતા અને અખંડિતતા માટે પાચ કિમી. દોડનું આયોજન કરાયું જેમાં 100મી બટાલિયન દ્રૂત કાર્ય બળના પરિવારજનોએ પમ બાગ લીધો. દોડ ઉપરાંત વાહિનીમાં ઉપસ્થિત તમામ ઉચ્ચ અધિકારી, અધિકારી અને જવાનો દ્વારા 11.00 વાગે વાહિની પરિસરમાં દેશની એકરતાને જાળવવાના હેતુથી શપથ ગ્રહણ કરાયો તથા સાંજે માર્ચ પાસ્ટ પરેડનું આયોજન કરાયું ને રાષ્ટ્રીય એકતા તતા અખંડિતતાના સંદેશને પ્રોત્સાહિત કરવા માટે કેમ્પ પરિસરની બહાર સામાન્ય પ્રજાની વચ્ચે માનવ સાંકળ પણ બનાવાઈ હતી, જેમાં અધિકારીઓ તેમજ જવાનોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1872606) Visitor Counter : 193