ગૃહ મંત્રાલય

લોહપુરૂષ સ્વર્ગસ્થ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન તથા આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષીને 100મી બટાલિયન આરએએફ દ્વારા વાહિનીમાં વિવિધ કાર્યક્રમોનું ત્રણ દિવસીય આયોજન

Posted On: 29 OCT 2022 6:04PM by PIB Ahmedabad

અમદાવાદમાં વસ્ત્રાલ સ્થિત રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ની 100મી વાહિની મુખ્યાલયમાં તા. 29 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી લોહપુરૂષ સ્વર્ગસ્થ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન તથા આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષીને શ્રી ગોવિંદ પ્રસાદ ઉનિયાલ કમાન્ડન્ટ મહોદય 100મી વાહિનીના દિશાનિર્દેશમાં નીચેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છેઃ

  1. તા. 29 ઓક્ટોબર, 2022ના રોજ વાહિની કેમ્પથી કાંકરિયા તળાવ સુધી સાયકલ રેલીનું આયોજન.
  2. તા. 30 ઓક્ટોબર, 2022ના રોજ વાહિની કેમ્પથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ, ગાંધીનગર સુધીનું બાઈક રેલીનું આયોજન.
  3. તા. 31 ઓક્ટોબર, 2022ના રોજ રન ફોર યુનિટી, શપથ ગ્રહણ સમારંભ, રાષ્ટ્રીય એકતા શ્રેણી અને માર્ચ પાસ્ટનું આયોજન.

મા ભારતીના અમર સપૂત, આધુનિક ભારતના શિલ્પકાર, રાષ્ટ્રીય એકતાના સૂત્રધાર અને ભારતના પ્રથમ ગૃહમંત્રી લોહપુરૂષ સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન 31 ઓક્ટોબરના રોજ દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. ભારતની એકતા અને અખંડિતતા માટે આજીવન સમર્પિત રહેનારા સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ આપણને શાંતિ, સૌહાર્દ, સહકાર અને બંધુત્વની ભાવના સાથે રહેવાની પ્રેરણા આપે છે.

આ પ્રસંગે શ્રી ગોવિંદ પ્રસાદ ઉનિયાલ, કમાન્ડન્ટ-100મી વાહિની આરએએફ દ્વારા વાહિનીમાં ઉપસ્થિત તમામ અધિકારી, અધીનસ્થ અધિકારી તથા જવાનો તથા સ્કૂલના બાળકોની ઉપસ્થિતિમાં ઉપરોક્ત કાર્યક્રમોનો શુભારંભ કરવામાં આવ્યો.

100મી વાહિની આરએએફનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય જનતાની વચ્ચે જઈને પોલીસ ફોર્સની છબિને વધુ મજબૂત બનાવવાનું છે તથા અસામાજિક તત્વો માટે એક આકરો પડકાર આપીને કાયદો અને વ્યવસ્થા જાળવવવામાં સ્થાનિક પોલીસને મદદરૂપ બનવાનો છે.

YP/GP/JD



(Release ID: 1871838) Visitor Counter : 159