સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

નોટિફિકેશન નંબર R&E/1-1/DR/Sports Quota/2021 તારીખ: 25.10.2021ને રદ કરવા અને ગુજરાત પોસ્ટલ સર્કલમાં વર્ષ - 2021 સુધી ની ખાલી જગ્યાઓ ભરવા માટે નવી સૂચના

Posted On: 28 OCT 2022 8:36PM by PIB Ahmedabad

નોટિફિકેશન નંબર R&E/1-1/DR/Sports Quota/2021 તારીખ: 25.10.2021  ને રદ કરવા અને ગુજરાત પોસ્ટલ સર્કલમાં વર્ષ - 2021 સુધી ની ખાલી જગ્યાઓ ભરવા માટે પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ કેડર માં મેરીટોરીયસ રમતવીરોની (Meritorious Sports persons) નિમણૂંક માટે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે નવી સૂચના જારી કરવામાં આવી છે.

ગુજરાત પોસ્ટલ સર્કલમાં નીચેની ગ્રુપ 'C' જગ્યાઓ માટે વર્ષ 2021 સુધીની ખાલી જગ્યાઓ ભરવા માટે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ઓપન માર્કેટમાંથી મેરીટોરીયસ ખેલાડીઓની (Meritorious Sports persons) સીધી ભરતી માટે ભારતીય નાગરિકો પાસે થી ઓનલાઈન મોડ [https://dopsportsrecruitment.in] દ્વારા અરજી મંગાવવામાં આવે છે.

 

ક્ર.

હોદ્દો

પગાર સ્તર (Pay matrix specified in Part A of schedule of CCS (Revised pay) Rules, 2016 plus admissible allowances)

પોસ્ટ્સની સંખ્યા

  1.  

પોસ્ટલ આસિસ્ટન્ટ

Level – 4 (Rs. 25,500/- to Rs. 81,100/-)

49

  1.  

પોસ્ટલ આસિસ્ટન્ટ -CO

Level – 4 (Rs. 25,500/- to Rs. 81,100/-)

6

  1.  

પોસ્ટલ આસિસ્ટન્ટ - SBCO

Level – 4 (Rs. 25,500/- to Rs. 81,100/-)

2

  1.  

સોર્ટિંગ આસિસ્ટન્ટ

Level – 4 (Rs. 25,500/- to Rs. 81,100/-)

14

  1.  

પોસ્ટમેન/મેલગાર્ડ

Level – 3 (Rs. 21,700/- to Rs. 69,100/-)

56

  1.  

મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)

Level – 1 (Rs. 18,000/- to Rs. 56,900/-)

61

 

યોગ્યતા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ફી, ઉંમર, નિયમો અને શરતો વગેરેની વિગતો સંબંધિત પ્રોફોર્મા સાથે વેબસાઇટ [https://dopsportsrecruitment.in] પરથી જોઈ/ મેળવી શકાય છે.

YP/GP/JD



(Release ID: 1871688) Visitor Counter : 135


Read this release in: English