આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ, અમદાવાદની પ્રાદેશિક કચેરીમાં સ્વચ્છતા ઝુંબેશ

Posted On: 19 OCT 2022 6:06PM by PIB Ahmedabad

ભારત સરકાર દ્વારા 02 ઓક્ટોબર 2022ના રોજથી પડતર બાબતોના નિકાલ માટે વિશેષ ઝુંબેશ 2.0 શરૂ કરવામાં આવી છે. આ વર્ષે, આ ઝુંબેશનું મુખ્ય ધ્યાન 'સરકારી કચેરીઓની સ્વચ્છતા' છે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને, આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા 02 ઓક્ટોબર, 2022થી 31 ઓક્ટોબર, 2022 સુધી સ્વચ્છતા માટેની એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

આ ઝુંબેશ સઘન રીતે હાથ ધરવામાં આવી રહી છે, જેમાં મંત્રાલયની 4 કચેરીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તર, જેમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ, અમદાવાદની પ્રાદેશિક કચેરી તેમાંથી એક છે. આ ઝુંબેશ માટે કચેરી દ્વારા 2જી ઓક્ટોબરના રોજ ખાસ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ ભાગ માર્ગદર્શિકા, નિયમો અને પ્રક્રિયા અનુસાર તમામ રેકોર્ડ અને ફાઈલોની નિંદણને લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બીજા ભાગમાં જનજાગૃતિમાં વધારો કરવા માટે અમદાવાદ નજીકના લપકામણ ગામમાં ગ્રામ પંચાયતના સહયોગથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. નાયબ મહાનિર્દેશક અને પ્રાદેશિક વડા શ્રી એસ.કે. ભાણાવત અને નાયબ નિયામક શ્રી જયપ્રકાશ હોનરાવ સાથે કચેરીના લગભગ 60 અધિકારીઓ/કર્મચારીઓએ ઉત્સાહ સાથે તેમાં ભાગ લીધો હતો.

YP/GP/JD



(Release ID: 1869268) Visitor Counter : 111


Read this release in: English