સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

કેવીઆઈસીના અધ્યક્ષે પીએમઈજીપીના 210 લાભાર્થીઓને સબસિડી તરીકે રૂ.12.74 કરોડનું વિતરણ કર્યું

Posted On: 18 OCT 2022 8:42PM by PIB Ahmedabad

કેવીઆઇસીએ કુલ રૂ. 102.84 કરોડની સબસિડીનું વિતરણ કર્યું છે અને દેશભરના 3597 લાભાર્થીઓને બૅન્કો મારફતે અંદાજે 306 કરોડ રૂપિયાની સહાય એકત્ર કરી છે, જેમાંથી ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે આજે 18 ઑક્ટોબર 2022ના રોજ અહીં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા આયોજિત ખાદી કારીગર સંમેલન દરમિયાન કેવીઆઇસીના અધ્યક્ષ શ્રી મનોજ ગોયલે પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ (પીએમઇજીપી)ના 210 લાભાર્થીઓને રૂ. 12.74 કરોડની સબસિડીનું વિતરણ કર્યું છે, જેમાં કેવીઆઇસીએ સુરેન્દ્રનગર ખાતે લાભાર્થીઓની તરફેણમાં બૅન્કો મારફતે અંદાજે રૂ. 40 કરોડ એકત્ર કર્યા છે.

તેમણે 08 નવી ખાદી સંસ્થાઓને ખાદી સર્ટિફિકેટ્સનું વિતરણ પણ કર્યું હતું, જે ગુજરાતમાં 300 કારીગરો માટે રોજગારીનું સર્જન કરશે, આ ઉપરાંત શ્રેષ્ઠ કાંતનારાઓ અને વણકરોને કપાસ, ઊન, રેશમ અને પોલિ ખાદીમાં તેમનાં કામની પ્રશંસા કરવા માટે પ્રમાણપત્રો એનાયત કરાયાં હતાં. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આશરે 300 ખાદી સંસ્થાઓ કાર્યરત છે અને આશરે 22,000 ખાદી કારીગરો નોંધાયેલા છે, જેમાંથી 14,000થી વધુ કારીગરો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છે અને ભારત સરકારની 'માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ' (એમડીએ) હેઠળ પ્રોત્સાહનો મેળવે છે.

આ પ્રસંગે બોલતાં તેમણે આ તહેવારોની સિઝનમાં ખાદીની ખરીદી અને તેને પ્રોત્સાહન આપવા માનનીય પ્રધાનમંત્રીની અપીલનો પુનરોચ્ચાર કર્યો હતો, જેમણે કહ્યું હતું કે, 'ખાદી વિકાસ અને સ્વતંત્ર ભારતનો આદર્શ બની શકે છે' અને ‘જ્યાદા હાથ કો પૈસા’ પ્રદાન કરી શકે છે. તેમણે માનનીય પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, "ખાદીનો એક તંતુ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા, આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે." મહાત્મા ગાંધીએ ખાદીને આઝાદીની લડત દરમિયાન દેશનાં સ્વાભિમાનનું પ્રતીક બનાવી દીધી હતી. "આઝાદી પછી એ જ ખાદીને હલકી કક્ષાની પેદાશ તરીકે ગણવામાં આવી હતી. કેવીઆઈસીના અધ્યક્ષે પ્રધાનમંત્રીના 'ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન ટુ ખાદી ફોર નેશન', ખાદી ફોર ફેશનનાં સૂત્રને પણ ટાંક્યું હતું.

તેમણે ખાદી અને પીએમઈજીપી યોજનાના લાભાર્થીઓની હાજરીની પણ પ્રશંસા કરી હતી, જેમાંથી 211 નવા પીએમઈજીપી ઉદ્યોગસાહસિકો છે, જેમણે આ યોજનાનો લાભ લીધો છે, જે 1000 નવી રોજગારીનું સર્જન કરશે.

YP/GP/JD



(Release ID: 1868976) Visitor Counter : 170