વહાણવટા મંત્રાલય

એસોચેમે ગુજરાતમાં દીનદયાળ પોર્ટના વિસ્તરણ માટે પ્રધાનમંત્રી શ્રીના નિર્ણયને આવકાર્યો

Posted On: 13 OCT 2022 7:07PM by PIB Ahmedabad

કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલ ગુજરાતના તુણા-ટેકરા ખાતેના દીનદયાળ પોર્ટના મોટા વિસ્તરણથી ભારતના આંતરરાષ્ટ્રીય વેપારને મોટો વેગ મળશે અને ભારતીય અર્થતંત્ર, ભારત@100 વિઝન માટે એક મજબૂત પાયો બનાવી રહ્યું છે, એવું એસોચેમના મહાસચિવ શ્રી દીપક સૂદે આજે જણાવ્યું હતું.

ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે વધારવા માટે રજૂ કરવામાં આવેલા મલ્ટિબિલિયન ડોલરનો પીએમ ગતિ શક્તિ કાર્યક્રમ, ગુજરાતમાં બાંધકામ અને વિસ્તરણ પ્રોજેક્ટ્સના અનાવરણ દ્વારા પ્રગટ થાય છે. શ્રી સૂદના જણાવ્યા પ્રમાણે, બંદર, માર્ગ, રેલવે અને એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો દેશની નિકાસને વધુ સ્પર્ધાત્મક અને આયાતને વ્યાજબી ભાવની બનાવશે.

તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રનિર્માણ અને લાંબા ગાળાના વિકાસ પ્રોજેક્ટ્સ પરની તેમની દીર્ઘદ્રષ્ટિ દ્વારા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ધ્યેયને સાકાર કરવામાં સફળતા આપશે. ઉપરાંત ખાનગી ક્ષેત્ર સાથેની ભાગીદારી થકી વ્યાપક વૃદ્ધિ માટેનો તેમનો અભિગમ વિકાસ કાર્યોના ઉદ્દેશોને બમણા કરવા સક્ષમ બનાવશે. જ્યારે વિશ્વની મોટાભાગની અર્થવ્યવસ્થાઓ મંદીમાં છે ત્યારે ભારત એક તેજસ્વી સ્થાન બની રહ્યું છે.

YP/GP/JD



(Release ID: 1867531) Visitor Counter : 127