સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

“સાઉથ બોપલ ડીલીવરી પોસ્ટ ઓફિસ“નો 14 ઓક્ટોબરથી પ્રારંભ થશે


તમામ પ્રકારની ટપાલ સેવાઓ ઉપલબ્ધ થશે

Posted On: 13 OCT 2022 4:14PM by PIB Ahmedabad

ભારતીય ટપાલ વિભાગ છેલ્લા દાયકાઓથી નાગરિકોને સર્વોત્તમ ટપાલકીય સેવાઓ આપવા માટે કટિબદ્ધ રહ્યું છે. અમદાવાદ શહેર ગુજરાત સર્કલ અને રાજ્યનું મોટું ડિવિઝન હોવાના નાતે, અમદાવાદ શહેરના લગભગ 70થી 80 લાખ નાગરિકોને પોતાની સેવાઓ પૂરી પડે છે. શહેરનો પશ્ચિમ વિસ્તાર- દક્ષિણ બોપલ ઝડપથી વિકસતો અને વિસ્તરતો ભાગ છે, આથી ત્યાંના નાગરિકોને ટપાલ વિભાગની તમામ સેવાઓ મળી રહે તે માટે A -૧ (૧) (૨ ) Indian Audit & Association Department Colonyમાં “સાઉથ બોપલ ડીલીવરી પોસ્ટ ઓફિસ “તારીખ ૧૪.૧૦.૨૦૨૨ના રોજ ખોલવામાં આવી રહી છે. જેનો પિનકોડ ૩૮૦૦૫૭ છે.

સાઉથ બોપલ ડીલીવરી પોસ્ટ ઓફિસ બચત ખાતાને લગતી કામગીરી, તમામ પ્રકારની ટપાલ અને પાર્સલના બૂકીંગ અને વહેચણીને લગતી કામગીરી તથા ઈલેક્ટ્રોનીક મની ઓર્ડર બૂકીંગ/ વહેચણી અને તમામ પ્રકારની ટપાલ સેવાઓ આપશે.

આથી જાહેર જનતાને વિનંતી કે આ સેવાનો મહત્તમ લાભ લો અને ઝડપી તેમજ કાર્યક્ષમ સેવાઓ માટે ૩૮૦૦૫૭ પિનકોડનો ઉપયોગ કરો તેમજ આપની આજુબાજુમાં આ બાબતે બહોળો પ્રચાર/પ્રસાર કરશો.  

YP/GP/JD


(Release ID: 1867454) Visitor Counter : 158