સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ટપાલ સેવાઓને લગતી સમસ્યાઓના નિરાકરણ અર્થે ડાક અદાલતનું આયોજન

પોસ્ટેડ ઓન: 12 OCT 2022 3:28PM by PIB Ahmedabad

ભારતીય ટપાલ વિભાગ ડાક સેવાઓને લગતી નાગરિકોની સમસ્યાઓ અને ફરિયાદોના નિરાકરણના હેતુથી ડાક અદાલતનું આયોજન કરવા જઈ રહ્યો છે. વર્ષ 2022 તૃતિય ત્રિમાસિક ડાક અદાલતનું આયોજન તા. 10/11/2022ના રોજ 11 (અગિયાર) કલાકે પોસ્ટ માસ્ટર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટઓફિસ રાજકોટ 360001ની ઓફિસમાં રાખવામાં આવેલ છે.

આ ડાક અદાલત દ્વારા લોકોની ફરિયાદોને વ્યાજબી રીતે નિકાલ કરવાનો ઉદ્દેશ છે અને આ માટે પોસ્ટર માસ્ટર જનરલ દરેક ફરિયાદને વ્યક્તિગત રીતે સાંભળશે અને ફરિયાદના વ્યાજબી નિરાકરણ આપશે. આથી દરેક નાગરિકને આ પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા જણાવવામાં આવે છે કે ટપાલ સેવાઓને લગત ફરિયાદો આપ શ્રી કે. એસ. શુક્લ, સહાયક નિદેશક ડાક સેવાઓ, પોસ્ટ માસ્ટર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, રાજકોટની કચેરી, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ 360001ને તા. 20/10/2022 સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપશો. આ તારીખ બાદ મળેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં નહીં આવે જેની દરેકે ખાસ નોંધ લેવી.

સામાન્ય પ્રકારની ફરિયાદો કે નીતિ વિષયક બાબતોની ફરિયાદો પર ધ્યાન આપવામાં આવશે નહી તથા ફરિયાદો કોઈ એક મુદ્દા પર જ આપવાની રહેશે. એકથી વધુ મુદ્દાની ફરિયાદ પર ધ્યાન આપવામાં નહીં આવે જેની દરેક નાગરિકે ખાસ નોંધ લેવી. એક અરજીમાં ફરિયાદની વિગત ટૂંકમાં તથા સ્પષ્ટ રીતે પૂરતી વિગતો સાથે સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરમાં આપવાની રહેશે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1867068) મુલાકાતી સંખ્યા : 186