આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO), ભારત સરકારે ઓક્ટોબર, 2022થી સપ્ટેમ્બર, 2023 સુધી અસંગઠિત ક્ષેત્રના ઉદ્યમો (આસુસ) 2022-23નો એક દેશવ્યાપી વાર્ષિક સર્વે શરૂ કર્યો


આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળ એન.એસ.ઓ., DQAD – ડેટા પ્રોસેસિંગ સેંટર, અમદાવાદના ડેટા સુપરવાઇઝરો માટે સર્વે અને ડાયનેમિક ડેટા પ્રક્રિયાના અલગ-અલગ પાસાઓ પર ચર્ચા કરવા માટે અમદાવાદ ખાતે 13-14 ઓક્ટોબર, 2022 દરમિયાન એક 2-દિવસનો વર્કશોપ યોજાશે

Posted On: 11 OCT 2022 2:56PM by PIB Ahmedabad

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, ભારત સરકાર ઓક્ટોબર, 2022થી સપ્ટેમ્બર, 2023 દરમિયાન અસંગઠિત ક્ષેત્રના ઉદ્યમોના એક દેશવ્યાપી વાર્ષિક સર્વે (આસુસ) નું આયોજન કરી રહી છે. અસંગઠિત ક્ષેત્ર ભારતીય અર્થતંત્રનું એક અભિન્ન અંગ છે જેમાં મોટી સંખ્યામાં ઉદ્યમો સામેલ હોવા ઉપરાંત મોટી સાંખ્યમાં રોજગાર પણ પેદા થાય છે. વધુમાં, દેશના સકળ ઘરેલું ઉત્પાદનમાં (GDP) પણ તેનું મહત્વપૂર્ણ યોગદાન છે. અસંગઠિત ક્ષેત્રમાં ઉચ્ચ વૃદ્ધિની અપાર શક્યતાઓ છે. ક્ષેત્રમાં ઝડપી અને વ્યાપક વિકાસ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

યોજના અને નીતિ નિર્માણ માટે અસંગઠિત ક્ષેત્ર સંબંધી વિશ્વસનીય અને વ્યાપક ડેટાની જરૂર છે. આસુસ 2022-23 ઉત્પાદન, વેપાર અને અન્ય સેવા ક્ષેત્રોમાં અસંગઠિત બિન-ખેતી સાહસોની આર્થિક અને ઓપરેશનલ લાક્ષણિકતાઓને સમર્પિત છે. આના થકી નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના નેશનલ એકાઉન્ટ્સ ડિવિજન (NAD) ને રાષ્ટ્રીય એકાઉન્ટ્સ ના મહત્વપૂર્ણ ઘટકોની ગણતરી કરવામાં મદદ મળશે. આસુસ 2022-23 થકી એકત્ર કરવામાં આવી રહેલ ડેટા અલગ-અલગ મંત્રાલયો અને સંસ્થાઓની જરૂરીયાતો પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. સર્વેમાં સમગ્ર ભારતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારને સમાવી લેવાશે. ટેબ્લેટ આધારિત કોમ્પ્યુટર આસિસ્ટેડ પર્સનલ ઈન્ટરવ્યુ (CAPI) સોફ્ટવેર દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવશે.

પસંદગી પામેલ અખિલ ભારતીય ઉદ્યમોમાંથી એકત્ર કરેલા વ્યાપક ડેટાને ડેટા ગુણવત્તા ખાતરી વિભાગ (DQAD), ડી. પી. સેંટર, અમદાવાદમાં પ્રોસેસ કરી માન્યતા આપવામાં આવશે. તેથી એન.એસ.., આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળ DQAD ડેટા પ્રોસેસિંગ સેંટર, અમદાવાદના અધિકારીઓ માટે સર્વે અને ડેટા પ્રક્રિયાના ટેકનીકલ પાસાઓ પર ચર્ચા કરવા માટે એક 2-દિવસનો વર્કશોપ અમદાવાદ ખાતે 13-14 ઓક્ટોબર, 2022 દરમિયાન યોજવામાં આવશે.

સમ્મેલનમાં સેન્ટર હેડ ડૉ. રાહુલ એસ. જગતાપ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંબોધન કરશે. આસુસ સાથે સંકળાયેલા DQAD હેડક્વાર્ટર, કોલકાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, શ્રી સંજીબ બાસુ અને એન.એસ.. (FOD), ગુજરાત (પશ્ચિમ) ક્ષેત્રના પ્રાદેશિક હેડ અને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, શ્રી સુનીલ કુમાર ભાણાવત મુખ્ય ભાષણ આપશે. DQAD(HQ), કોલકાતા તથા DQAD – ડી.પી.. સેંટર, અમદાવાદ અને FOD, પ્રાદેશિક કાર્યાલય (પશ્ચિમ), અમદાવાદના વરિષ્ઠ અધિકારી પણ વર્કશોપમાં ભાગ લેશે. સર્વે સંબંધી વિભાવનાઓ, ડેટા પ્રોસેસિંગ, ગુણવત્તા અને સમયસરતા પર ડીક્યુએડી - ડીપી સેંટર, અમદાવાદ અને DQAD(HQ)ના શ્રી એલ. એમ. જાડેજા, ડાઇરેક્ટર, શ્રીમતી સ્વાગતા મિત્ર, ડેપ્યુટી ડાઇરેક્ટર, શ્રી કે. એસ. પટેલ, આસિસ્ટન્ટ ડાઇરેક્ટર અને શ્રી સૂર્ય દાસગુપ્તા, આસિસ્ટન્ટ ડાઇરેક્ટર દ્વારા વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવશે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1866783) Visitor Counter : 219


Read this release in: English