ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

માનક ક્લબના માર્ગદર્શકો માટે ભારતીય માનક બ્યુરો અમદાવાદ દ્વારા 6થી 7 ઓક્ટોબર 2022 દરમિયાન અમદાવાદ ખાતે બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Posted On: 11 OCT 2022 1:52PM by PIB Ahmedabad

 

માનક ક્લબના માર્ગદર્શકો માટે ભારતીય માનક બ્યુરો અમદાવાદ દ્વારા 6થી 7 ઓક્ટોબર 2022 દરમિયાન અમદાવાદની સરોવર પોર્ટિકો હોટેલ ખાતે બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સરકારી અને સરકારી સહાયિત શાળાઓના 94 માર્ગદર્શકોએ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

બાળકો આપણા રાષ્ટ્રનું ભવિષ્ય છે અને તે પાયો બનાવે છે જેના પર એક મજબૂત, આબેહૂબ અને ગતિશીલ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. બાળકોને તેમના પ્રારંભિક વર્ષોમાં જે મૂલ્યોથી સંપર્ક કરાવામાં આવે છે તે તેમના દિમાગમાં ઉત્પન થઇ જાય છે અને એક શક્તિ ગુણક તરીકે કાર્ય કરે છે જે રાષ્ટ્રના ભવિષ્યને બદલવાની ક્ષમતા ધરાવે છે. માનકીકરણ પર આધારિત ગુણવત્તા સભાનતા ઝડપી આર્થિક વિકાસના સ્તંભોમાંનું એક છે અને વિદ્યાર્થીઓને ગુણવત્તા, ધોરણો અને માનકીકરણના મહત્વની પ્રશંસા કરવા માટે વિષયો પર સામાજિક જાગૃતિ વધારવા માટે ઉત્પ્રેરક તરીકે સેવા આપી શકે છે.

BIS આવી પ્રવૃત્તિઓને ટેકો આપવાના આશયથી ગુણવત્તા અને માનકીકરણના ક્ષેત્રમાં યુવા પ્રતિભાઓને શીખવાની તકો પૂરી પાડીને શાળાઓ અને કોલેજોમાં સ્ટાન્ડર્ડ બની રચના કરી છે. શૈક્ષણિક સંસ્થાના નિયુક્ત શિક્ષકો/માર્ગદર્શકો વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સ્વભાવ કેળવવા માર્ગદર્શન અને પ્રેરણા આપવા માટે પ્રકાશના દીવાદાંડી તરીકે કામ કરશે. જે બાબતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું

પ્રસંગે અમદાવાદ બ્રાન્ચ ઓફિસના ડાયરેક્ટર અને હેડ શ્રી સુમિત સંગર તમામ માર્ગદર્શકોનું સ્વાગત કર્યું હતું અને

માર્ગદર્શક તાલીમ વિશે માહિતી આપતાં બે દિવસીય તાલીમના મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી રાહુલ પુષ્કર, ઉપનિર્દેશક

સ્ટાર્સ ક્લબની પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા અને તમામ સહભાગીઓને દિવસના કાર્યક્રમના ફોર્મેટ વિશે માહિતગાર કર્યા. શ્રી

અજય ચંદેલ, ઉપનિર્દેશક બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓનું સંક્ષિપ્ત વર્ણન આપ્યું હતું.

ઉપનિર્દેશક શ્રી આશુતોષ શુક્લાએ સ્ટાન્ડર્ડ ક્લબના હેતુ અને માર્ગદર્શિકા વિશે માહિતી આપી હતી. શ્રી શિવ પ્રકાશ, સંયુક્ત નિર્દેશકએ ભારતીય ધોરણો બનાવવાની પ્રક્રિયા અને ભારતીય ધોરણોના વિવિધ પાસાઓ પર પ્રકાશ ફેંક્યો હતો. શ્રી કાલે સાઈ કૌશિક, નિર્દેશક BIS વેબસાઈટનો ઉપયોગ, શૈક્ષણિક સામગ્રી ભંડોળ અને 815 કેર એપ્લિકેશનના ઉપયોગ વિશે જણાવ્યું. ભારતીય માનક બ્યૂરો અમદાવાદના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અને અખંડિતતાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.

સ્ટાન્ડર્ડ કલબના તમામ માર્ગદર્શકોએ બે દિવસના તેમના અનુભવો શેર કર્યા. માર્ગદર્શકોએ તાલીમમાં BIS દ્વારા ધોરણો કેવી રીતે બનાવવામાં આવે છે તે શીખ્યા. અને વર્કશોપ દરમિયાન તેઓ પોતે ધોરણો બનાવ્યા. માર્ગદર્શકોએ પ્રતિભાવો આપા અને નાઝીમ કાર્યક્રમની પ્રશંસા કરી.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1866761) Visitor Counter : 164