સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
માનનીય સંચાર રાજ્ય મંત્રી, ભારત સરકાર શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા પિનકોડની સુવર્ણ જયંતી પ્રસંગે “સ્મારક ટપાલ ટિકિટ”નું વિમોચન કરાશે
વાવ ઉપ ડાકઘર (બનાસકાંઠા મંડળ), સમી ઉપ ડાકઘર (પાટણ મંડળ) તેમજ પાર્સલ પેકેજિંગ યુનિટ, નવરંગપુરા મુખ્ય ડાકઘર, અમદાવાદનું ઉદ્ઘાટન કરાશે
Posted On:
10 OCT 2022 7:29PM by PIB Ahmedabad
માનનીય સંચાર રાજ્યમંત્રી, ભારત સરકારા, શ્રી દેવુસિંહ ચૌહાણ તા. 12.10.2022ના રોજ પિનકોડની સુવર્ણ જયંતી પ્રસંગે “સ્મારક ટપાલ ટિકિટ”નું વિમોચન તથા (બનાસકાંઠા મંડળે), સમી ઉપ ડાકઘર (પાટણ મંડળ) તેમજ પાર્સલ પેકેજિંગ યુનિટ, નવરંગપુરા મુખ્ય ડાકઘર, અમદાવાદનું ઉદ્ઘાટન ઔપચારિક વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. નવરંગપુરા મુખ્ય ડાકઘરમાં પાર્સલ બુકિંગ કરવા માટે આવનારા ગ્રાહકોને પેકેજિંગ સુવિધા અત્યંત ઉચિત કિંમતમાં ઉપલબ્ધ થશે. વિવિધ સાઈઝના બોક્સ, પેકેજિંગ મટિરિયલ, ફિલર્સ, બી.ઓ.પી.પી. ટેપ વગેરે જેવી સુવિધાઓ આ પાર્સલ પેકેજિંગ યુનિટમાં ઉપલબ્ધ હશે. જેનાથી ગ્રાહકોને પાર્સલ મોકલવામાં સુવિધા મળશે.
ઉપરોક્ત કાર્યક્રમ ભારતીય ટપાલ વિભાગ, ગુજરાત સર્કલના ઉત્તર ગુજરાત ઝોન, અમદાવાદ દ્વારા 12.10.2022ના રોજ સવારે 10:30થી ઓડિટોરિયમ, GMERS મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ સંકુલ, ગાંધીનગર ખાતે યોજાશે.
YP/GP/JD
(Release ID: 1866579)
Visitor Counter : 143