માહિતી અને પ્રસારણ મંત્રાલય

રાજય વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આકાશવાણીના અંશઃકાલીન સંવાદદાતાઓની અમદાવાદ ખાતે એક કાર્યશાળા યોજાઇ

Posted On: 10 OCT 2022 6:05PM by PIB Ahmedabad

રાજય વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આકાશવાણીના અંશઃકાલીન સંવાદદાતાઓની અમદાવાદ ખાતે એક કાર્યશાળા યોજાઇ ગઇ. સમાચાર વિભાગના મહાનિયામક ડો. વસુધા ગુપ્તાના અધ્યક્ષપદે આ કાર્યશાળા યોજાઇ હતી. જેમાં પ્રાદેશિક સમાચાર વિભાગના આકસ્મિક સમાચાર વાચક પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ડો. વસુધા ગુપ્તાએ જણાવ્યુ કે આપણે સૌએ સમાચારના માધ્યમથી લોકો સાથે કનેકટ એટલે કે જોડાવવુ જોઇએ. તેના માટે સકરાત્મક અને સરળ શબ્દોના ઉપયોગ સાથે સમાચાર લોકો સુધી પહોચાડવા  જોઇએ. આકાશવાણી સમાચાર એક વિશ્નસનીય માધ્યમ હોવાથી લોકોને સચોટ અને ચોકકસ માહિતી આપવી તે આપણી ફરજ છે. તેમણે વધુમા ઉમેર્યુ કે લોકોને વાસ્તવિક માહિતીથી અવગત કરાવવા જોઇએ.જેથી સમાચારનો હાર્દ કે સંદેશ લોકો સુધી પહોચી શકે.

રાજયના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યે ચૂંટણી દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વિસ્તૃત છણાવટ કરી હતી.

દૂરદર્શન સમાચાર વિભાગના વડા ધમેન્દ્ર તિવારીએ જણાવ્યું હતુ કે સમાચાર સંક્ષિપ્તમાં હોવા જોઇએ.પરંતુ કોઇ બાબત રહી ન જાય તેનું ધ્યાન પણ ચોકકસ રાખવું જોઇએ.

આ કાર્યશાળામાં પીઆઇબી, સીબીસી અમદાવાદ-ગુજરાત રીજનના અપર મહાનિદેશક શ્રી પ્રકાશ મગદુમ, સમાચાર વિભાગના નાયબ મહાનિયામક વિરાટ મજબુર, આકાશવાણી અમદાવાદના વડા એન. એલ. ચૌહાણ, પ્રાદેશિક સમાચાર વિભાગના વડા નવલસંગ પરમાર સહિત અધિકારીઓએ ઉપસ્થિત અંશઃકાલીન સંવાદદાતા અને સમાચાર વાચકોને ચૂટણી દરમિયાનની કામગીરી અને આચારસંહિતા અંતર્ગત જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યુ હતુ.

YP/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1866548) Visitor Counter : 195