વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે અમદાવાદમાં કેસીજીના સભાગૃહમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો


કાર્યક્રમ દરમિયાન શ્રી ગોયલે વિકાસના નવા આયામો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા

Posted On: 08 OCT 2022 7:21PM by PIB Ahmedabad

વિદ્યાર્થીઓને તેમના કૌશલ્યો વધારવા, તેમના ડ્રીમ પ્રોજેક્ટ્સને આગળ ધપાવવાની પૂરતી તકો પૂરી પાડવા માટે તેઓને અર્થપૂર્ણ રીતે જોડવા માટે, તાજેતરમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેમા શિક્ષણ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવનારા લોકો, ઉદ્યોગપતિઓ, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના લોકો, વિદ્યાર્થીઓ, યુવા ઈનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ અને સમાજના બુદ્ધીજીવી આગેવાનોને એક માધ્યમ થકી જોડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.

આ પ્રકારના કાર્યક્રમ અંતર્ગત તા. 08/10/2018ના રોજ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ ખાતેના KCG ખાતેના સભાગૃહમાં ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડના કેબિનેટ મંત્રી શ્રી પિયુષ ગોયલના એક વાર્તાલાપ સત્રનું આયોજન કરાયું હતું.

આ મુલાકાત દ્વારા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ દેશના વિકાસમાં સહભાગી બને તે માટે પ્રેરણા આપવા તેમજ સ્ટાર્ટઅપ્સને તેમના પ્રદાન અને પ્રયાસો બદલ ઉત્સાહ વધે તે રીતે પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લગભગ 150થી વધુ વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી મેમ્બર્સ ઉપરાંત 10 જેટલા સ્ટાર્ટ અપ ફાઉંડર્સ અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. શ્રી ગોયલે કાર્યક્રમ દરમ્યાન એકેડેમીયા, વેપાર-ઉદ્યોગ અને સમાજના સંકલિત પ્રયાસો થકી વિકાસના નવા આયામો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વધુમાં તેમણે જણાવેલ કે સ્ટુડન્ટ્સ, યુવાનો અને સ્ટાર્ટઅપ્સ સાથે ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રે સહયોગના માધ્યમથી મળતા પરિણામો લાંબા ગાળે પ્રત્યક્ષપણે ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપનાર બની રહેશે જે આવી વ્યક્તિગત સ્તરની  ક્રિયા-પ્રતિક્રિયાઓનું વ્યાપક સ્તરે મહત્વ દર્શાવે છે અને આ જ પ્રયાસો થકી ભારત દેશ મજબૂત, કુશળ અને સશક્ત ભાવિ પેઢીને ઉત્થાન અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે એવી દ્રઢ આશા વ્યક્ત કરી હતી.

YP/GP/JD


(Release ID: 1866106) Visitor Counter : 169


Read this release in: English