ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

5G લોન્ચ એ 2026 સુધીમાં ટ્રિલિયન ડૉલર ડિજિટલ અર્થતંત્રના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે એક વિશાળ પગલું છે: MoS રાજીવ ચંદ્રશેખર


ભારત હવે ટેક્નોલોજી આયાતકારની જગ્યા એ ટેક્નોલોજી ઈનોવેટરઃ શ્રી રાજીવ ચંદ્રશેખર

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ મેદાનમાં એક સમારોહમાં 5G સેવાઓની શરૂઆત કરી હતી

Posted On: 01 OCT 2022 5:05PM by PIB Ahmedabad

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં 5G સેવાઓની શરૂઆતને "ગૌરવપૂર્ણ સીમાચિહ્ન" ગણાવી હતી અને કહ્યું હતું કે તે માત્ર ઝડપી મોબાઇલ ઇન્ટરનેટ ટેક્નોલોજીમાં પરિવર્તન નથી, પરંતુ 2026 સુધીમાં ટ્રિલિયન ડૉલર ડિજિટલ અર્થતંત્રના લક્ષ્યાંકને  હાંસલ કરવા માટે એક વિશાળ પગલું છે.

 

ડિજિટલ કનેક્ટિવિટી એ સરકારની નીતિગત પહેલનો મહત્વનો ભાગ છે એમ જણાવતા શ્રી ચંદ્રશેખરે જણાવ્યું હતું. "5G એ લોકો માટે વાયરલેસ ટેક્નોલોજીની 5મી પેઢી છે; પરંતુ તે મશીનો માટે 1લી પેઢી છે અને વર્તમાન ડિજિટલ અને મોબાઈલ ઈન્ટરનેટ લેન્ડસ્કેપમાં મોટો ફેરફાર કરશે."

છેલ્લા ત્રણ દાયકાઓથી, 2G, 3G અને 4G દ્વારા, ભારત મોટાભાગે નેટવર્કના લગભગ દરેક ભાગ, સોફ્ટવેર સ્ટેક, એપ્લિકેશન્સ અને આયાત કરાયેલા ઉપકરણો સાથે ટેક્નોલોજીનો ઉપભોક્તા છે. “5G લોન્ચ સાથે, ભારત ટેક્નોલોજીના નવા યુગમાં પ્રવેશે છે જે યુવા ભારતીયો માટે નવી તકો બહાર પાડશે અને 1.4 બિલિયન લોકોને અભૂતપૂર્વ રીતે જોડશે. અમારા ટ્રિલિયન ડોલરના લક્ષ્યાંક તરફ આ એક મોટી છલાંગ છે.” તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ભારત હવે ટેક્નોલોજી આયાતકારની જગ્યા એ ટેક્નોલોજી ઈનોવેટર અને ભારત અને વિશ્વ માટે ભરોસાપાત્ર સ્ત્રોત બની જશે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ મેદાનમાં એક સમારોહમાં 5G સેવાઓની શરૂઆત કરી હતી અને તેને ટેલિકોમ ઉદ્યોગ તરફથી 130 કરોડ ભારતીયોને ભેટ અને નવા યુગ તરફ એક પગલું અને અનંત તકોની શરૂઆત ગણાવી હતી.

YP/GP/JD



(Release ID: 1864137) Visitor Counter : 133