માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી અનુરાગ ઠાકુરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવા આહ્વાન કર્યું


મંત્રીશ્રીએ અમદાવાદમાં દૂરદર્શન, અકાશવાણી, પીઆઈબી અને સીબીસીની કામગીરીની સમીક્ષા કરી

Posted On: 29 SEP 2022 6:42PM by PIB Ahmedabad

માહિતી અને પ્રસારણ અને રમતગમત અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે અમદાવાદમાં દૂરદર્શન, ઓલ ઈન્ડિયા રેડિયો, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો અને સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશનની કામગીરીની સમીક્ષા કરી હતી. મીટિંગ દરમિયાન શ્રી ઠાકુરે તમામ મીડિયા એકમોને 2 ઓક્ટોબરથી એક પખવાડિયા માટે બિન-સેવાપાત્ર વસ્તુઓ પર વિશેષ ભાર મૂકીને વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવા જણાવ્યું હતું. તેમણે જૂના કાગળની સામગ્રી તેમજ ઈ-વેસ્ટનો નિકાલ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

 

મંત્રીએ DD અને AIR બંનેના ચાલી રહેલા કાર્યક્રમોની સમીક્ષા કરી અને કર્મચારીઓને સામાન્ય લોકો માટે નવી સામગ્રી પ્રદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા ભાર મૂક્યો. તેમણે કર્મચારીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી શકે તેવા કાર્યક્રમો કરવા માટે જણાવ્યું હતું.

 

આ બેઠકમાં શ્રી પ્રકાશ મગદુમ, ADG, PIB અને CBC, શ્રી સત્યજીત દાસ, DDG, દૂરદર્શન, શ્રી એન.એલ. ચૌહાણ, DDG, આકાશવાણી, શ્રી ધર્મેન્દ્ર તિવારી, નિયામક (સમાચાર) દૂરદર્શન, શ્રી નવલ પરમાર, આકાશવાણી, પ્રાદેશિક સમાચાર એકમના વડા, શ્રી યોગેશ પંડ્યા, નાયબ નિયામક, PIB અને CBC અને શ્રી ઉત્સવ પરમાર, નાયબ નિયામક (સમાચાર), ડીડી સહિત વિભાગના વડાઓ અને આ સંસ્થાઓના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1863464) Visitor Counter : 187