આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 દરમિયાન અસંગઠિત ક્ષેત્રના ઉદ્યોગોનું વાર્ષિક સર્વેક્ષણ હાથ ધરનાર ક્ષેત્રીય અધિકારીઓ માટે પ્રાદેશિક તાલીમ પરિષદનું ઉદ્ઘાટન

Posted On: 29 SEP 2022 11:36AM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/IMG-20220928-WA0013U5VG.jpg

ભારત સરકારની નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 દરમિયાન અસંગઠિત ક્ષેત્રના ઉદ્યોગોનું વાર્ષિક સર્વેક્ષણ હાથ ધરે છે. તેના માટે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન) ના અધિકારીઓ દ્વારા ખાસ ડિઝાઇન કરાયેલા સોફ્ટવેર માં ટેબલેટનો ઉપયોગ કરીને ફિલ્ડ વર્ક હાથ ધરવામાં આવશે. ગુજરાતના પશ્ચિમ ક્ષેત્રમાં સર્વેક્ષણ હાથ ધરનાર ક્ષેત્રીય અધિકારીઓ માટે પ્રાદેશિક તાલીમ પરિષદનું ઉદ્ઘાટન પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન)ના ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડા શ્રી એસ.કે. ભાણાવત દ્વારા કરવામાં આવ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/IMG-20220928-WA00327LWR.jpg

ઉદઘાટન સંબોધનમાં શ્રી ભાણાવતે જણાવ્યું હતું કે આ સર્વેક્ષણ ઉત્પાદન, વેપાર અને અન્ય સેવા ક્ષેત્રોમાં અસંગઠિત બિન-કૃષિ સંસ્થાઓની આર્થિક અને ઓપરેશનલ લાક્ષણિકતાઓને જ સમર્પિત કરવામાં આવશે. ઉપરાંત, આ સર્વેક્ષણ દ્વારા અસંગઠિત ક્ષેત્ર હેઠળની સંસ્થાઓ દ્વારા રોજગારની વિગતો અને GDPમાં યોગદાન વિશે માહિતી એકત્રિત કરવામાં આવશે. આંકડા ગુણવત્તા ચકાસણી વિભાગના ઉપ મહાનિદેશક ડૉ. રાહુલ જગતાપે આંકડાની ગુણવત્તાના મહત્વ પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. સર્વે કોઓર્ડિનેશન ડિવિઝન, દિલ્હીના ઉપ મહાનિદેશક ડૉ. પંકજ શ્રેયસ્કરે ડેટાની સમયરેખાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કોન્ફરન્સમાં પ્રાદેશિક કચેરી NSO (FOD), અમદાવાદના ઉપ નિદેશક શ્રી જયપ્રકાશ હોનરાવની સાથે ભાવનગર, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે આવેલી પેટા પ્રાદેશિક કચેરીઓના આશરે 50 અધિકારીઓએ ભાગ લીધો હતો.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1863270) Visitor Counter : 153


Read this release in: English