સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
શ્રી દેવુસિંહ ચૌહાણે તેમના રશિયન સમકક્ષ શ્રીમતી બેલા ચેર્કેસોવા સાથે પ્લેનિપોટેન્શિઅરી કોન્ફરન્સ 2022 દરમિયાન દ્વિપક્ષીય વાતચીત કરી
સમગ્ર દેશમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ફેલાવો કરવામાં ભારતની સફળતા, તાજેતરના 5G સ્પેક્ટ્રમ અને ભારતમાં સંભવિત 5G લૉન્ચને હાઈલાઈટ કર્યુ
Posted On:
27 SEP 2022 7:20PM by PIB Ahmedabad
ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) ની Plenipotentiary Conference, 2022 માં ભાગ લેવા બુકારેસ્ટ, રોમાનિયા પહોંચેલા ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે રોમાનિયા અને રશિયન ફેડરેશનના ડિજિટલ વિકાસ, સંદેશાવ્યવહાર અને માસ મીડિયાના નાયબ મંત્રી, સુ. શ્રી. બેલા ચેર્કેસોવા સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન, મંત્રીશ્રી એ સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને, ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેલાવવામાં ભારતની ભવ્ય સફળતા વિશે તેમજ તાજેતરના 5G સ્પેક્ટ્રમ અને તેના વાણિજ્યક પ્રારંભ અંગે માહિતગાર કર્યા. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે થોડાક જ વર્ષોમાં સમગ્ર ભારતને 5G સેવાઓથી આવરી લેવામાં આવશે. ભારતે સ્વદેશી રૂપે 4G ટેક્નોલોજી વિકસાવી હતી, 5G ટેક્નોલોજીના પ્રારંભ સાથે આ સ્વદેશી ટેક્નોલોજી તેના વિકાસની ટોચ પર છે. માનનીય પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, પ્રગતિશીલ ભારત સરકારે સ્વદેશી ચિપસેટના વિકાસ સહિત અદ્યતન ટેલિકોમ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનવા માટે આયોજન કર્યું છે. આત્મનિર્ભર ભારત યોજનાના સફળ અમલીકરણને પરિણામે ભારત વિશ્વમાં બીજો સૌથી મોટો હેન્ડસેટ ઉત્પાદક દેશ તરીકે ઉભરી આવ્યો છે.
રશિયન નાયબ મંત્રી ટેલિકોમ ક્ષેત્રમાં ભારતના અભૂતપૂર્વ વિકાસથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારત સરકારે 2030 સુધીમાં 6G ટેક્નોલોજીની ડિઝાઇન અને વિકાસ માટે “ટેક્નોલોજી ઇનોવેશન ગ્રૂપ” ની રચના કરી છે. તેમણે કહ્યું કે રશિયા અને ભારતની મિત્રતા 5G નું યોગ્ય અમલીકરણ, 6G ટેક્નોલોજીનો વિકાસ અને ડિઝાઇન, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ(IoT), મશીન ટુ મશીન(M2M) લર્નિંગ, સાયબર સિક્યુરિટી જેવા ક્ષેત્રોના વિકાસ માટે એક સીમાચિહ્ન તરીકે સાબિત થઈ શકે છે. રશિયન નાયબ મંત્રીએ ભારતમાં ટેલિકોમના વિકાસની ખૂબ પ્રશંસા કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે ટેલિકોમ ક્ષેત્રે ભારતની સફળતાની વિકાસગાથા સમગ્ર વિશ્વ માટે એક અદભૂત કેસ સ્ટડી છે. તેણીએ અદ્યતન ટેલિકોમ ટેક્નોલોજી, સાયબર સુરક્ષા અને 5G ઉપયોગ સંદર્ભે તેમજ તેના વિકાસના ક્ષેત્રમાં ભારત સાથેના સહયોગને વધુ ગાઢ બનાવવા માટે તેમની તત્પરતા વ્યકત કરી હતી.
અગાઉ, શ્રી ચૌહાણે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન(ITU)ના પ્રતિનિધિમંડળના વડાઓની બેઠકમાં ભાગ લીધો હતો, જ્યાં ભારતની ITU કાઉન્સિલ અને ITUના વિવિધ કાર્યકારી સમિતિના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેમણે રોમાનિયાના નાયબ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આયોજિત Plenipotentiary Conference, 2022ના ખૂબ જ પ્રભાવશાળી અને અદભૂત ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપી હતી,
(Release ID: 1862653)
Visitor Counter : 153