સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

દેશના છેવાડાના નાગરિકને સરકારી સેવાઓ પહોંચાડવા માટે ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવા જોઈએઃ કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ


મંત્રીશ્રીએ કોમન વેલ્થ ટેલિકોમ ઓર્ગેનાઈઝેશન (CTO)ના પ્રતિનિધિઓને ડિજિટલ ભેદભાવને દૂર કરવા માટે ભારતની સર્વશ્રેષ્ઠ ડિજિટલ કુશળતાઓને વૈશ્વિક હિત અર્થે અપનાવવા આમંત્રિત કર્યા

બુકારેસ્ટ શહેરમાં ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU)ની “Plenipotentiary Conference 2022”માં કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ સામેલ થયા

ભારત સરકારે ૨૦૨૩ સુધીમાં દેશના તમામ ૬,૪૦,૦૦૦ ગામડાઓમાં મોબાઈલ સેવાઓ અને ૨૦૨૫ સુધીમાં તમામને ઓપ્ટિકલ ફાઈબરથી જોડાવાની યોજના બનાવી છેઃ કેન્દ્રીય મંત્રીશ્રી

Posted On: 26 SEP 2022 4:46PM by PIB Ahmedabad

હાલમાં ચાલી રહેલ યુરોપના રોમાનિયા દેશના બુકારેસ્ટ શહેરમાં ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU)ની “Plenipotentiary Conference 2022” યોજાઈ રહેલ છે. ઇવેન્ટમાં ઇન્ટરનેશનલ ટેલિકોમ યુનિયનમાં સમાવિષ્ટ તમામ દેશોના સંચાર(કોમ્યુનિકેશન) મંત્રીઓ ભાગ લેવા રોમાનિયા પહોચ્યા છે. ભારત તરફથી ગુજરાતના ખેડા લોકસભાના સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ મિનિસ્ટ્રીઅલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લઇ રહ્યા છે. વર્ષે કોન્ફેરન્સની થીમ “Building Better Digital Future” રાખવામાં આવેલ છે. ટેલિકોમ્યુનિકેશન યુનિયનમાં સમાવિષ્ટ તમામ દેશો એક મંચ પર ભેગા થઇને વિશ્વમાં આવનારા સમયમાં સર્વ સમાવિષ્ટ નીતિઓ અને અદ્યતન 5G ટેક્નોલોજીના અમલીકરણ અને ઉપયોગીતા ઉપર ચર્ચા કરનાર છે. પ્રસંગે શ્રી દેવુસિંહ ચૌહાણે ભારત તરફથી તેમના વક્તવ્યમાં જણાવ્યું કે, માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારના વધુ સારા અને સર્વે સમાવિષ્ટ ડિજિટલ ભવિષ્યની સુવિધા-સભર સંકલિત અભિગમની વાત કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સારું ડિજિટલ ભવિષ્ય માત્ર ને માત્ર વ્યાપક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નિર્માણ થઈ શકે, દેશના છેવાડાના નાગરિકને સરકારી સેવાઓ પહોંચાડવા માટે ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવા જોઈએ અને તે પ્લેટફોર્મ તમામ લોકો એક્સેસ કરી શકે અને ડિજિટલ સેવાઓ તમામને પહોંચે તેની ખાતરી કરવી જોઈશે. માટે જરૂરી તમામ બાબતો ઉપર ભારત સરકાર ધ્યાન આપી રહી છે. ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં સરકારની પ્રતિબદ્ધતાના ઉદાહરણો ટાંકીને શ્રી દેવુસિંહ ચૌહાણે સૂચવ્યું કે, ભારત સરકારે ૨૦૨૩ સુધીમાં દેશના તમામ ,૪૦,૦૦૦ ગામડાઓમાં મોબાઈલ સેવાઓ અને ૨૦૨૫ સુધીમાં તમામને ઓપ્ટિકલ ફાઈબરથી જોડાવાની યોજના બનાવી છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, તાજેતરમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ સફળ 5G સ્પેક્ટ્રમ હરાજી કે જેમાં ભારતની ટેલિકોમ ઈન્ડ્સ્ટ્રીઝ તરફથી . લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું, જે ભારત સરકારની નાગરિક કેન્દ્રિત નીતિઓ અને ઉદ્યોગને અનુકૂળ જાહેર નીતિઓનું પરિણામ છે તેમજ ભારતના ભવિષ્ય પ્રત્યેના સકારાત્મક દૃષ્ટિકોણનું સૂચક પણ છે.

શ્રી ચૌહાણે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલડિજિટલ ઈન્ડિયાપહેલની ભવ્ય સફળતાની ઝાંખી પ્રસ્તુત કરતા, તેમણે આધાર કાર્ડ અને AADHAR Enabled Payment System (AEPS) અંગે જણાવ્યું હતું કે, AEPS માં દરરોજ ૪૦૦ મિલિયન વ્યવહારો થઈ રહ્યા છે, જે ભારતના વ્યાપક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ દ્વારા પ્રભાવિત નાણાકીય સમાવેશનું ઉત્તમ ઉદાહરણ પુરુ પડે છે. ભારત દેશના છેવાડાના અને ગ્રામીણ વિસ્તારોમાં સંપર્ક વિહીન નાગરિકો સુધી સરકારી યોજનાનું અમલીકરણ તેમજ અન્ય નાગરિક-કેન્દ્રિત -સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવા  5,70,000 Common Service Center (CSC) પુરા ભારતમાં સ્થાપવામાં આવ્યા છે. ભારત તેની સર્વેશ્રેષ્ઠ યોજનાના સફળતા અંગેની મહિતીનો વિનિમય તમામ સભ્ય દેશો સાથે કરવા માટે તૈયાર છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) કાઉન્સિલમાં રેડિયો રેગ્યુલેશન બોર્ડના સભ્ય તરીકે પુનઃ પસંદગી બદલ શ્રીમતી એમ. રેવતીની પસંદગી માટે શ્રી દેવુસિંહ ચૌહાણે સભ્ય દેશોના સમર્થન માટે આભાર વ્યકત કર્યો હતો. .

ત્યારબાદ સંચાર રાજ્ય મંત્રીએ કોમન વેલ્થ ટેલિકોમ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓને પણ સંબોધિત કર્યા હતા. તેમના વ્યાખ્યાનમાં તેમણે જણાવ્યું હતું કે, જીવનના તમામ પાસાઓમાં માહિતી અને સંચાર તકનીકીનો (ICT)ના વ્યાપક ઉપયોગ દ્વારા ભારત દેશના આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે અવિસ્મરણીય ફેરફારો જોવા મળ્યા છે. જે ભારત દેશની વિકાસગાથાને યોગ્ય રીતે રજૂ કરી રહ્યું છે. ભારત દેશના દૂરંદેશી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની આગેવાની હેઠળ આવી તમામ યોજનાઓનો વિકાસ ભારત સરકારનાઅંત્યોદયની વિચારધારને યોગ્ય રીતે રજૂ કરે છે. ભારત સરકાર  સામાજિક-આર્થિક વિકાસથી વંચિત રહેલા લોકોના ઉત્થાન માટે કટીબદ્ધ છે. સરકારના ભગીરથ કાર્યને પૂર્ણ કરવા માટે ટેલિકોમ ક્ષેત્રની ભૂમિકા મહત્વની રહી છે. ભારત સરકારની ટકાઉ વિકાસ અંગેની પ્રતિબદ્ધતા અને ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) પ્રત્યેની વફાદારીને દર્શાવતા ૧૮૬૯થી ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU)ના લક્ષ્યાંકોમાં ભારત સરકારનું યોગદાન અગત્યનું છે. "वसुधैव कुटुम्बकम" ના સિદ્ધાંતને અનુસરીને ભારત દેશ માનવતાના કલ્યાણ તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે વિશ્વના તમામ રાષ્ટ્રોને બંધુત્વના તાંતણાથી જોડવા હરહમેશ કાર્યરત હોય છે. તેમણે કોમન વેલ્થ ટેલિકોમ ઓર્ગેનાઈઝેશન (CTO)ના પ્રતિનિધિઓને ડિજિટલ ભેદભાવને દૂર કરવા માટે ભારતની સર્વશ્રેષ્ઠ ડિજિટલ કુશળતાઓને વૈશ્વિક હિત અર્થે અપનાવવા આમંત્રિત કર્યા હતા. તેમના સૂચનને સર્વે પ્રતિનિધિઓએ ઉમળકાભેર વધાવી લીધી હતી. તેમના વ્યાખ્યાનના અંતિમ વચનોમાં શ્રી ચૌહાણેસબકા સાથ, સબકા વિકાસની વિચારધારાને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધારતા કોમન વેલ્થ ટેલિકોમ ઓર્ગેનાઈઝેશન (CTO)ના તમામ સભ્ય દેશોને વિકાસના તમામ તબક્કે સહયોગ માટે અપીલ કરી હતી.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1862276) Visitor Counter : 163