પર્યાવરણ અને વન મંત્રાલય

ગુજરાતનાં એકતા નગરમાં પ્રધાનમંત્રી દ્વારા ઉદઘાટિત પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ


શ્રી મોદી કહે છે, "પર્યાવરણ મંત્રાલયની ભૂમિકા નિયમનકાર તરીકે કરતાં પણ પર્યાવરણના પ્રવર્તક તરીકે વધારે છે"

'પ્રધાનમંત્રીએ ગ્લાસગોમાં સમગ્ર વિશ્વને મિશન લાઇફનું વિઝન આપ્યું': શ્રી ભૂપેન્દ્ર યાદવ

"આપણે એક ટીમ તરીકે કામ કરીને આત્મનિર્ભર ભારતનાં વિઝનમાં યોગદાન આપી શકીએ છીએ" : કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી

વધુ સારી નીતિઓ ઘડવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સુમેળ સાધવા માટે બે દિવસીય પરિષદ

આ કૉન્ફરન્સમાં પર્યાવરણ પર છ વિષયોનાં સત્રોને આવરી લેવામાં આવ્યાં હતાં

Posted On: 24 SEP 2022 6:59PM by PIB Ahmedabad

ગુજરાતનાં એકતા નગરમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી. આ બે દિવસીય પરિષદનું ગઈકાલે પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું.

 

આ પરિષદમાં દેશભરના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી સામેલ થયા હતા. સંમેલનની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં સ્વાગત પ્રવચન અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામ પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવનાં વક્તવ્ય સાથે થઈ હતી. આ પ્રસંગે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબે પણ ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રીઓની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં રાજ્યનાં વન અને પર્યાવરણ મંત્રીઓ, સંબંધિત રાજ્ય સચિવો તેમજ રાજ્ય પીસીબી/પીસીસીના ચેરમેનો તેમજ પીસીસીએફએ પણ ભાગ લીધો હતો.


પ્રધાનમંત્રીએ તેમનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારત અક્ષય ઊર્જાનાં ક્ષેત્રમાં માત્ર મોટી હરણફાળ ભરી રહ્યું છે એટલું જ નહીં, સાથે દુનિયાના અન્ય દેશોને માર્ગદર્શન પણ આપી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને તે સતત તેની ઇકોલોજીને પણ મજબૂત કરી રહ્યું છે.

વર્ષ 2070 માટે ચોખ્ખા શૂન્ય- નેટ ઝીરો લક્ષ્યાંક તરફ દરેકનું ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશનું ધ્યાન ગ્રીન ગ્રોથ અને ગ્રીન જૉબ્સ પર કેન્દ્રિત છે. તેમણે આ લક્ષ્યાંકો હાંસલ કરવામાં રાજ્યોનાં પર્યાવરણ મંત્રાલયોની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હું તમામ પર્યાવરણ મંત્રીઓને વિનંતી કરું છું કે, તેઓ રાજ્યોમાં શક્ય હોય તેટલું સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપે." શ્રી મોદીએ પોતાનાં નિવેદનની સાથે સાથે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, એનાથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અભિયાન નોંધપાત્ર રીતે મજબૂત થશે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં દૂષણમાંથી પણ આપણને મુક્તિ મળશે.

પર્યાવરણ મંત્રાલયોની ભૂમિકાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ભૂમિકાને નિયમનકારી ભૂમિકામાં ન જોવી જોઈએ. તેમણે એ હકીકત પર દુઃખ વ્યક્ત કર્યું હતું કે, લાંબા સમય સુધી પર્યાવરણ મંત્રાલયોએ નિયમનકાર તરીકે તેમની ભૂમિકા વધારે અદા કરી હતી. જો કે, પ્રધાનમંત્રીએ કહ્યું, "મને લાગે છે કે પર્યાવરણ મંત્રાલયની ભૂમિકા નિયમનકાર તરીકે કરતાં પર્યાવરણના પ્રમોટર તરીકે વધુ છે." તેમણે રાજ્યોને વીઈકલ સ્ક્રેપિંગ નીતિ અને ઇથેનોલ મિશ્રણ જેવાં જૈવિક-બળતણનાં પગલાં જેવી પહેલને અપનાવી લેવા અને તેને જમીન પર મજબૂત બનાવવામાં મદદ કરવા જણાવ્યું હતું. તેમણે આ પગલાંને પ્રોત્સાહન આપવા રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધા તેમજ સહયોગ માટે જણાવ્યું હતું.

કેવડિયા, એકતા નગરમાં શીખવાની તકો તરફ આંગળી ચીંધીને પ્રધાનમંત્રીએ ઇકોલોજી અને અર્થતંત્રનો એક સાથે વિકાસ, પર્યાવરણને મજબૂત કરવા અને રોજગારીની નવી તકોનું સર્જન કરવા, જૈવ-વિવિધતા ઇકો-ટૂરિઝમ વધારવા માટેનું માધ્યમ બનવા અને આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોની સંપત્તિ સાથે જંગલની સંપત્તિ કેવી રીતે વધે છે તેનું સમાધાન કરવા જેવા મુદ્દાઓ પર ટિપ્પણી કરી હતી.

 

 

 

 

પ્રધાનમંત્રીનું સંબોધન:

https://pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1861687

 

 

 

કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે પણ ગઈકાલે પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરદાર પટેલની પ્રતિમા સમક્ષ દેશના પર્યાવરણીય વિકાસની વિશેષ કળા અને સ્થાપત્યની સાથે વિકાસની આ ફિલોસોફીને જોઇને તમામ મંત્રીઓ અને અધિકારીઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે, આ ચોક્કસપણે શ્રેષ્ઠ ભારત છે" : શ્રેષ્ઠ ભારત માટેનું વિઝન.

શ્રી યાદવે ઉલ્લેખ કર્યો હતો કે આદરણીય પ્રધાનમંત્રીએ ગ્લાસગોમાં સંપૂર્ણ દુનિયાને મિશન લાઇફનું વિઝન આપ્યું હતું.  રાષ્ટ્રીય કાર્ય યોજના અને રાજ્ય એક્શન પ્લાનની સાથે નીતિ આયોગના કાર્યકારી અધિકારીઓ દ્વારા મિશન લાઇફનાં સત્ર પર ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી યાદવે ઉમેર્યું હતું કે, પ્લાસ્ટિક પર પ્રતિબંધનો વિષય વિશ્વના પર્યાવરણ એસએમપીમાં ઉઠાવવામાં આવ્યો છે અને ભારતે આ સંબંધમાં પર્યાપ્ત પગલાં લીધાં છે.

શ્રી યાદવે જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રીનાં નેતૃત્વ અને વિઝન હેઠળ આપણે દેશમાં ચિત્તાઓને પુનઃસ્થાપિત કરીને દેશને પર્યાવરણીય સંવાદિતા તરફ લઈ ગયા છીએ. તે દૃષ્ટિએ વન્ય જીવોનો વિષય, જૈવ વિવિધતા વિશે તેમજ વેટલેન્ડ્સનાં જતનના વિષય પર પણ આ પરિષદમાં ચર્ચા કરવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે, ભારતને 75 વેટલેન્ડ્સ માટે રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. તેમણે કહ્યું કે, વાયુ પ્રદૂષણની ચિંતાની સાથે સાથે એગ્રો ફોરેસ્ટ્રીના વિષયને સંમેલનમાં ચર્ચા માટે થીમ્સમાં સામેલ કરવામાં આવ્યો હતો.

શ્રી યાદવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ બે દિવસીય સંમેલનનું આયોજન એવી આશા સાથે કરવામાં આવ્યું હતું કે, આપણે એક ટીમ તરીકે કામ કરીને આત્મનિર્ભર ભારતનાં વિઝનમાં પ્રદાન કરી શકીએ.

https://twitter.com/byadavbjp/status/1573303737724325890

 

23 અને 24 સપ્ટેમ્બરના રોજ આયોજિત આ બે દિવસીય પરિષદમાં છ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં લાઇફ(LiFE), જળવાયુ પરિવર્તનનો સામનો (ઉત્સર્જનનાં શમન અને આબોહવાની અસરોને અનુકૂલન માટે આબોહવામાં પરિવર્તન પર રાજ્ય કાર્યયોજનાઓ અપડેટ કરવા). પરિવેશ (ઇન્ટિગ્રેટેડ ગ્રીન ક્લિયરન્સ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ); વનીકરણ વ્યવસ્થાપન; પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ; વન્યજીવન વ્યવસ્થાપન; પ્લાસ્ટિક અને કચરાનું વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ગઈ કાલે યોજાયેલું પ્રથમ થિમેટિક સેશન પરિવેશ (પ્રો-એક્ટિવ એન્ડ રિસ્પોન્સિવ ફેસિલિટેશન બાય ઇન્ટરેક્ટિવ એન્ડ વર્ચ્યુઅસ એન્વાયર્નમેન્ટ સિંગલ-વિન્ડો હબ દ્વારા) પર હતું. મંજૂરીઓ આપવા માટે લાગતો સમય ઘટાડવાનાં માનનીય પ્રધાનમંત્રીનાં વિઝનને હાંસલ કરવા માટે પરિવેશની શરૂઆત ઑગસ્ટ, 2018માં થઈ હતી. વર્ષ 2014થી ટ્રેન્ડ એનાલિસિસ મારફતે એ સમજાવવામાં આવ્યું હતું કે, કેવી રીતે કેટલાંક નીતિગત સુધારાઓ સાથે પરિવેશ પર્યાવરણ મંજૂરી (ઇસી) અને ફોરેસ્ટ ક્લિયરન્સ (એફસી)ની મંજૂરીમાં લેવાયેલા સમયમાં ઘટાડો કરવામાં મદદ કરી શક્યું છે.

કોવિડ -19 મહામારી દરમિયાન, નવી જે સામાન્ય સ્થિતિ- ન્યુ નોર્મલ ઊભી થઈ એણે આપણા સમાજને સેવાઓ મેળવવા માટે શારીરિક સ્પર્શ બિંદુઓને ઘટાડવા માટે વધુ તકનીકી સંચાલિત ઉકેલો શોધવાની પ્રેરણા આપી હતી. ઝડપી ગ્રીન ક્લિયરન્સ એન્ડ કમ્પ્લાયન્સ માટે ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પરિવેશ પર વપરાશકર્તાઓનો અનુભવ વધારવાની જરૂરિયાત અનુભવાઈ હતી અને તે મુજબ મંત્રાલયે કુલ 16 મોડ્યુલો અને 140થી વધુ મુખ્ય કામગીરીઓ સાથે વર્તમાન પરિવેશનો અવકાશ વધારવાની કામગીરી હાથ ધરી છે. પરિવેશમાં પરિકલ્પિત કેટલાક ચાવીરૂપ મોડ્યુલોમાં કન્ફિગરેબલ એડમિન મોડ્યુલ, ડિસિઝન સપોર્ટ સિસ્ટમ (ડીએસએસ), નો યોર એપ્રુવલ્સ (કેએવાય), કેમ્પા મેનેજમેન્ટ, હેલ્પડેસ્ક મેનેજમેન્ટ, લીગલ રિપોઝિટરી, ઓડિટર મેનેજમેન્ટ, એન્ટિટી લેજર, પેમેન્ટ ગેટવેનો સમાવેશ થાય છે. લગભગ ૧૦૦૦૦થી વધુ નિયમનકારી હિતધારકોને પરિવેશના વર્કફ્લો ઓટોમેશન દ્વારા જોડવામાં આવશે.

એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પરિકલ્પિત પરિવેશ ટેકનોલોજી સંચાલિત, વ્યાવસાયિક રીતે સંચાલિત સંસ્થાગત વ્યવસ્થા હશે, જે તમામ ગ્રીન ક્લિયરન્સના વહીવટ માટે અને ત્યારબાદ અનુપાલન વ્યવસ્થાપન માટે ''સિંગલ વિન્ડો'' પ્લેટફોર્મ તરીકે કામ કરશે. મુખ્ય ચાલક પરિબળો પ્રોસેસ ટ્રાન્સફોર્મેશન, ટેકનોલોજીકલ ટ્રાન્સફોર્મેશન અને ડોમેન નોલેજ ઇન્ટરવેન્શન છે.

પરિકલ્પિત PARIVESHનો ઉદ્દેશ સત્યનો એક જ સ્રોત, પ્રક્રિયા અને ડેટા સિન્ક્રોનાઇઝેશન મારફતે અસરકારકતા, પારદર્શક અને માહિતગાર નિર્ણય લેવાની પ્રક્રિયા તથા "મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ"ને મજબૂત કરવાનો છે. હાલમાં પરિકલ્પિત પરિવેશ વિકાસ કાર્ય પ્રગતિમાં છે અને ૨૦૨૨ના અંત સુધીમાં શરૂ કરવાની યોજના છે.

 

 

 

 

 

 

 

પરિવેશ પછી લાઈફસ્ટાઈલ્સ ફોર એન્વાયર્નમેન્ટ પર પ્રેરક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિવેશન શ્રી શ્રી રવિશંકરે સંચાલિત કર્યું હતું. તેમણે ગ્લાસગોમાં પીએમ મોદી દ્વારા નિર્ધારિત LiFE વિષય પર વાત કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે આ પ્રયત્નો માટે ભારતની કદર કરવામાં આવી રહી છે. તેમણે છત્તીસગઢની આદિવાસી જીવનશૈલીનું ઉદાહરણ આપ્યું હતું, જ્યાં તેમણે હવા અને પાણી બંનેમાં કોઈ પ્રદૂષણ જોયું ન હતું. તેમને લાગ્યું કે શહેરી જીવનશૈલીમાં પણ આ અપનાવવું જોઈએ. પર્યાવરણના પંચતત્વનું જતન કરવું જોઈએ. તેમણે કૃષિ ઉત્પાદકતા વધારવા માટે કુદરતી સૂક્ષ્મજીવાણુઓ અને અન્ય પ્રજાતિઓનો ઉપયોગ કરતી કુદરતી ખેતીની વિભાવનાની પણ પ્રશંસા કરી હતી. તેમણે પર્યાવરણ અને માનસિકતા કેવી રીતે જોડાયેલી છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ ટેન્શનમાં હોય છે ત્યારે તે સામાજિક કે શારીરિક બંને વાતાવરણમાં જવાબદારીપૂર્વક પ્રતિક્રિયા આપતી નથી અને વાવેતર અને ખેતી જેવી પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ માટે કામ કરતી વખતે તે માનસિક તાણ મુક્ત કરે છે. તેમણે પર્યાવરણ અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે આવી પ્રવૃત્તિઓની હિમાયત કરી હતી. તેમણે તમામને મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરવા વિનંતી કરી હતી, આમ કરવાનો એક સારો માર્ગ ભૂતકાળની સિદ્ધિઓ પર ચિંતન કરવાનો છે. સ્મિત ફેલાવો અને તંદુરસ્ત જીવન જીવો, જેના પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે ઉપસ્થિત જનમેદનીને ઊર્જાવાન બનાવવા અને આધ્યાત્મિક જાગૃતિ માટે 20 મિનિટનાં ધ્યાનનો રાઉન્ડ પણ સંચાલિત કર્યો હતો.

ગઈકાલે યોજાયેલું બીજું વિષયલક્ષી સત્ર આબોહવા પરિવર્તનનો સામનો કરવા અને લાઇફ સત્રના સારાંશ પર હતું. નીતિ આયોગના સીઇઓ શ્રી પરમેશ્વરન ઐય્યરે લાઈફસ્ટાઈલ્સ ફોર એન્વાયર્નમેન્ટ (LIFE) ચળવળ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં મિશન લાઇફ, તેનાં ધ્યેય, ઉદ્દેશો અને ઇચ્છિત અસરો અને મિશન લાઇફને જન આંદોલન કેવી રીતે બનાવવું તે વિશે સમજાવવામાં આવ્યું હતું. નીતિ આયોગના સીઇઓએ મિશન લાઇફનાં અમલીકરણને સરળ બનાવવામાં કેન્દ્ર અને રાજ્ય મંત્રાલયો તથા પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન વિભાગોની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, યુએનએફસીસીસી રજિસ્ટ્રી પર એનડીસીને અપડેટ કરવું એ ઇજિપ્તમાં આગામી સીઓપી 27ને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું હતું.

શ્રી ઐય્યરે વધુમાં જણાવ્યું હતું કે, આપણે આપણાં પર્યાવરણને બચાવવાં અને જાળવવાં માટે વ્યક્તિગત સ્તરે અથવા સમુદાયનાં સ્તરે શું પગલાં લઈ શકાય તે વિશે વિચારવું જોઈએ. તેમણે સૂચવ્યું કે, રોજિંદી સરળ પ્રવૃત્તિઓ પર્યાવરણને જાળવવામાં મદદ કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટકાઉપણું એ આપણી સંસ્કૃતિ અને પરંપરાનો મુખ્ય ભાગ છે અને ભારત વિશ્વને ટકાઉપણાં તરફ દોરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મિશન લાઇફ હેઠળ અને લોકોને અવિચારી અને વિનાશકારી બનવાને બદલે ધરતી-તરફી બનવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે તથા તેના બદલે સંસાધનોના કાળજીપૂર્વક અને રચનાત્મક ઉપયોગ તરફ આગળ વધવાની જરૂર છે.  મિશન લાઇફ એ ભારતની આગેવાની હેઠળનું વૈશ્વિક જન આંદોલન છે, જે અંતર્ગત પર્યાવરણની સુરક્ષા માટે વિશ્વભરમાં સરળ સંબંધિત પગલાં લઈ શકાય છે. આ ક્રિયાઓથી અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર થવી જોઈએ નહીં અને હકીકતમાં નોકરીઓ અને વિકાસને ઉત્તેજીત કરવું જોઈએ.

 

 

 

 

મિશન લાઇફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની હાલની સંસ્થાઓ, સંસાધનો અને કાર્યક્રમોનો લાભ લેશે, એમ શ્રી ઐય્યરે જણાવ્યું હતું.  પ્રેઝન્ટેશન કરતી વખતે તેમણે સિમ્પલ લાઇફ એક્શનની યાદી પણ શેર કરી હતી, જેમાં શૉપિંગ કરતી વખતે કાપડની થેલીઓ લઇ જવી, બ્રશ કરતી વખતે પાણીનો નળ બંધ રાખવો, ઇલેક્ટ્રિક ઉપકરણો બંધ કરવા ડબલ સાઇડ- બેઉ બાજુ પ્રિન્ટિંગ વગેરેનો સમાવેશ થાય છે. વર્ષ 2022-28 સુધી મિશન લાઇફની મહત્ત્વાકાંક્ષા ભારતની 2/3 વસતિને પૃથ્વી-તરફી બનવા અને તેને વૈશ્વિક જન-આંદોલન બનાવવા માટે ઓછામાં ઓછા 80 દેશો સાથે ભાગીદારી કરવા માટે એકત્રિત કરવાની છે. તેમણે જણાવ્યું હતું કે, મિશન લાઇફ શરૂઆતમાં 6 પ્રાથમિકતા ધરાવતી કૅટેગરીમાં 75 લાઇફ ક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમ કે; ઈ-વેસ્ટ, પ્લાસ્ટિકનો કચરો, ઊર્જાની બચત, પાણીની બચત, રિસાયક્લિંગ અને રિયુઝ તથા ખાદ્ય પદાર્થોનો બગાડ ટાળવો.

કેટલીક ક્રિયાઓ સૂચવતા, તેમણે પરિષદમાં ભાગ લેનારાઓને વિનંતી કરી કે તેઓ શક્ય હોય ત્યારે સીડીનો ઉપયોગ કરે, ઓછામાં ઓછું પ્રિન્ટ કરે અને એર કન્ડિશનરનો ઉપયોગ કરકસરથી કરે. તેમણે મંત્રીઓને અન્ય મંચો મારફતે કાર્યક્રમો, અભિયાનો અને તાલીમ મારફતે મતવિસ્તારમાં લાઇફને પ્રોત્સાહન આપવા, નાગરિકોને સોશિયલ મીડિયા સહિત ઓનલાઇન અને ઓફલાઇન સંચાર મારફતે ગ્રહ-તરફી બનવા માટે પ્રેરિત કરવા પણ વિનંતી કરી હતી.

 

 

 

સમાપન કરતી વખતે નીતિ આયોગના સીઇઓ શ્રી ઐય્યરે જણાવ્યું હતું કે, વૈશ્વિક  જન આંદોલનનું નેતૃત્વ ભારતના લોકો કરશે, જ્યાં લોકો માયગવ પોર્ટલ પર તેમનાં રોજિંદા જીવન કાર્યોના વીડિયો અપલોડ કરશે. લાઇફનું વિઝન એ વિશ્વ માટે ટકાઉપણુંનું પ્રતિકૃતિશીલ વૈશ્વિક મોડેલ બનવાની જરૂર છે.

આ પરિષદ દરમિયાન "ઉત્સર્જનના શમન અને આબોહવાની અસરો સાથે અનુકૂલન માટે આબોહવામાં પરિવર્તન પરન સ્ટેટ એક્શન પ્લાન્સને અપડેટ કરવા (એસએપીસીસી)" પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

ભારતનો નેશનલ એક્શન પ્લાન ફોર ક્લાઇમેટ ચેન્જ (એનએપીસીસી) તેનાં રાષ્ટ્રીય મિશનો મારફતે આબોહવામાં પરિવર્તનનાં શમન અને અનુકૂલન માટે વિસ્તૃત નીતિગત માળખું પૂરું પાડે છે અને આબોહવામાં ફેરફારના સંદર્ભમાં મુખ્ય લક્ષ્યાંકો હાંસલ કરવા માટે બહુપાંખીય, લાંબા ગાળાના અને સંકલિત વ્યૂહરચનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્ય સરકારોને પણ એનએપીસીસીને અનુરૂપ તેમની કાર્યયોજનાઓ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ એક્શન પ્લાન સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ (એસએપીસીસી) તરીકે ઓળખાય છે.

સીઓપી 26 ખાતે પંચામૃતની જાહેરાત અને ભારતના માનનીય પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલી 'લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરન્મેન્ટ'  પર એક શબ્દની ચળવળ- લાઇફની હાકલ કર્યા પછી, ભારતે ઑગસ્ટ, 2022માં 2021-2030 માટે તેના રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાનને અપડેટ કર્યું છે. આબોહવામાં પરિવર્તન પર રાષ્ટ્રીય કાર્યયોજના (એનએપીસીસી)ને અનુરૂપ તમામ એસએપીસીસીને હવે સંશોધન કરવામાં આવી રહ્યું છે, જેથી પેરિસ સમજૂતી અંતર્ગત અત્યાધુનિક વૈજ્ઞાનિક સૂઝ સાથે તેમજ ભારતની એનડીસી સાથે સુસંગત થઈ શકે. ભારતની ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જન રૂપરેખાને ટાંકીને વધુમાં એ બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે મુખ્ય ઉત્સર્જન ઊર્જા ક્ષેત્ર મારફતે થાય છે, અન્યમાં ઉદ્યોગ, કૃષિ અને કચરા ક્ષેત્રનો સમાવેશ થાય છે, જેને એસએપીસીસીની ડિઝાઇન કરતી વખતે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

સંશોધિત એસએપીસીસી રાજ્યનો નીતિ દસ્તાવેજ છે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્ય ક્ષેત્રોમાં આબોહવા પરિવર્તનનાં શમન અને અનુકૂલન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે વ્યૂહરચનાઓ અને નીતિઓને પ્રતિબિંબિત કરે છે. એસએપીસીસી (SAPCC) વૈજ્ઞાનિક સંશોધન અને ચાવીરૂપ ઇકોસિસ્ટમની નબળાઈ પરના અહેવાલો અને આબોહવામાં ફેરફારની અંદાજિત અસરો પર આધારિત હોવાની અપેક્ષા છે.

રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોએ તેમના એસએપીસીસી દસ્તાવેજોમાં કાર્યક્ષમ અને સ્વચ્છ ટેકનોલોજીનો ઉપયોગ, પુનઃપ્રાપ્ય ઊર્જા, ઇ-મોબિલિટી, કચરાનું વ્યવસ્થાપન, આબોહવાને અનુકૂળ માળખું, વનીકરણ, સ્થાયી શહેરીકરણ અને જળ સંરક્ષણ જેવાં કેટલાંક શમન અને અનુકૂલનનાં પગલાં સામેલ કર્યા છે. એસ.એ.પી.સી.સી. આબોહવાનાં જોખમો અને નબળાઈઓની મજબૂત વૈજ્ઞાનિક સમજ પર આધારિત હોવું જોઈએ. વધુમાં, એસએપીસીસીને ઉચિત પગલાં અને નીતિઓ મારફતે આબોહવામાં ફેરફારનો સામનો કરવા રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશની સર્વોચ્ચ સંભવિત મહત્ત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરવાની જરૂર છે. એસએપીસીસી વ્યાપક વિકાસ પ્રક્રિયામાં આબોહવાને લગતી ચિંતાઓને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને પેરિસ સમજૂતી હેઠળ ભારતની એનડીસીને હાંસલ કરવામાં મદદ કરશે. એસએપીસીસીએ ક્ષેત્ર-વિશિષ્ટ અને આંતર-ક્ષેત્રીય, રાજ્ય માટે સમયબદ્ધ અગ્રતા કાર્યો કરવા, અંદાજપત્રીય જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ અને આયોજન પ્રક્રિયાઓ સહિત જરૂરી સંસ્થાકીય અને નીતિગત માળખાની રૂપરેખા તૈયાર કરવી જોઈએ.

ત્રીજું થિમેટિક સત્ર યોજાયું હતું, જે પ્લાસ્ટિક્સ અને વેસ્ટ મેનેજમેન્ટ પર હતું. સત્રની શરૂઆત પ્લાસ્ટિક્સ અને વેસ્ટ મેનેજમેન્ટ પરનાં પ્રેઝન્ટેશનથી થઈ હતી. દેશમાં પ્લાસ્ટિક કચરાનાં વ્યવસ્થાપનનું નિયમનકારી માળખું પૂરું પાડતા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ભારતને સિંગલ-યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને મિશન સર્ક્યુલર ઇકોનોમી તરફ આગળ વધવાના માનનીય પ્રધાનમંત્રીનાં વિઝનને ઉજાગર કરવામાં આવ્યું હતું.

એ બાબત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે દેશમાં કચરાનાં વ્યવસ્થાપન માટેનાં નિયમનકારી માળખામાં સર્ક્યુલર ઇકોનોમીના સિદ્ધાંતોને અનુસરીને વર્ષ 2016માં વિસ્તૃત સુધારો કરવામાં આવ્યો છે. ઘન કચરો, જોખમી કચરો, બાયો-મેડિકલ વેસ્ટ, ઇ-વેસ્ટ, પ્લાસ્ટિકનો કચરો, બાંધકામ અને ડિમોલિશન વેસ્ટ જેવા કચરાના પ્રોસેસિંગની ક્ષમતામાં છેલ્લાં 8 વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે. અસંચાલિત અને ગંદા પ્લાસ્ટિકના કચરાને પહોંચી વળવા માટે સરકારે અપનાવેલી વ્યૂહરચનાના બે આધારસ્તંભ છે (1) કચરાની ઊંચી ક્ષમતા અને ઓછી ઉપયોગિતા ધરાવતી સિંગલ યુઝ પ્લાસ્ટિક આઇટમ્સ પર પ્રતિબંધ અને (2) પ્લાસ્ટિક પેકેજિંગ પર અમલીકરણ માટે નિર્માતાની વિસ્તૃત જવાબદારી.

પ્લાસ્ટિક પેકેજિંગ પર ઇપીઆરનાં અમલીકરણથી (1) દેશમાં ફેંકાયેલ કચરો અને અસંચાલિત પ્લાસ્ટિક કચરામાં ઘટાડો થશે, (2) પ્લાસ્ટિક પેકેજિંગ વેસ્ટના સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવું, (3) પ્લાસ્ટિકના નવા વિકલ્પોના વિકાસને પ્રોત્સાહન આપવું અને નવા બિઝનેસ મોડલ્સ વિકસાવવા અને (4) પ્લાસ્ટિક પેકેજિંગને ટકાઉ બનાવવા તરફ આગળ વધવું. ઇપીઆર ફ્રેમવર્કને સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઇન પોર્ટલ મારફતે લાગુ કરવામાં આવે છે, જે ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસને સુનિશ્ચિત કરે છે.

ઇ-વેસ્ટ, વેસ્ટ ટાયર, વેસ્ટ બેટરી જેવા વિવિધ કચરાના પ્રવાહોમાં વિસ્તૃત ઉત્પાદકની જવાબદારી ફરજિયાત કરવાના નિયમો સર્ક્યુલર ઇકોનોમી સિદ્ધાંતોને કાર્યરત કરવા માટે નોટિફાઇડ કરવામાં આવ્યા છે. સર્ક્યુલર ઇકોનોમી અભિગમો માત્ર પર્યાવરણીય લાભો જ નથી ધરાવતા, પરંતુ સંસાધનોનાં સંરક્ષણ અને વિશુદ્ધ સામગ્રી પરની નિર્ભરતામાં પણ ઘટાડો કરે છે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ એસયુપી પ્રતિબંધનાં અમલીકરણ અને હાથ ધરવામાં આવતી અમલીકરણ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પ્રતિબંધિત એસયુપી વસ્તુઓથી દૂર જવા માટેની તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરી હતી, જેમ કે ગામડાંમાં મહિલા સ્વ-સહાય જૂથોની મદદથી બર્તન ભંડારોની સ્થાપના. પ્રતિબંધની સફળતામાં લોકોની ભાગીદારીનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું. કેટલાંક રાજ્યોએ રિસાયક્લિંગ માળખાની સ્થાપના માટે કેન્દ્ર સરકારની સહાય મેળવવાની જરૂરિયાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગામડાઓમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની સમસ્યાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

 

https://twitter.com/byadavbjp/status/1573373683544240128?t=tbMAPqvwuC9aE9QONrmLXw&s=08

 

 

https://twitter.com/byadavbjp/status/1573534889848492033?t=e-nMW2k9Jktfs9i6yJr1RA&s=08

 

આ સંમેલનના બીજા દિવસે આજે બાયો-ડાયવર્સિટી અને વેટલેન્ડ્સ બાયોડાયવર્સિટીનાં સંરક્ષણ સહિત વન્યપ્રાણી વ્યવસ્થાપન પર એક વિષયગત સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

ભારતની વિપુલ જૈવવિવિધતાની સમૃદ્ધિ તેના જૈવવિવિધતા હોટસ્પોટ્સ, જૈવભૌગોલિક ઝોન, 16 વન પ્રકારો, 54733 વનસ્પતિ અને 103258 પ્રાણીસૃષ્ટિ પ્રજાતિઓમાં સ્પષ્ટ પણે જોવા મળે છે એ બાબત પર સત્રમાં ભાર મૂકાયો હતો. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આ સમૃદ્ધ જૈવવિવિધતાને ધ્યાનમાં રાખીને જરૂરી કાયદા અને સંસ્થાકીય માળખાની રચના કરવામાં આવી છે, જેમાં જૈવિક વિવિધતા ધારો 2002, રાષ્ટ્રીય જૈવવિવિધતા સત્તામંડળ (એનબીએ), રાજ્ય જૈવવિવિધતા બોર્ડ (એસબીબી), કેન્દ્ર શાસિત પ્રદેશ જૈવવિવિધતા પરિષદો (યુટીબીસી) અને જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ (બીએમસી)ની રચના કરવામાં આવી છે. અત્યારે 28 એસબીબી, 8 યુટીબીસી, 2,76,895 બીએમસી અને 2,67,345 પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર (પીબીઆર) છે. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે જૈવવિવિધતાનાં સંરક્ષણમાં સમુદાયોની સામેલગીરી આજીવિકા પેદા કરવા અને સંપૂર્ણ રીતે જૈવવિવિધતાનાં સંરક્ષણ એમ બેવડા હેતુને પૂર્ણ કરશે.

ભારતની જૈવવિવિધતાની સમૃદ્ધિ અને સંરક્ષણલક્ષી પગલાંની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રાજ્યો એસબીબી અને યુટીબીસીને મજબૂત કરવા, પીબીઆરને પૂર્ણ કરવા અને ઇ-પીબીઆરમાં સંક્રાંતિને ટેકો આપવા માટેનાં પગલાંને ટેકો આપીને સક્રિય અભિગમ અપનાવી શકે છે. વળી, માત્ર 14 રાજ્યોએ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ્સ (બીએચએસ) જાહેર કરી છે તે ધ્યાનમાં રાખીને, બાકીનાં 22 રાજ્યો આવી વધુ સાઇટ્સ જાહેર કરવા માટે જરૂરી પગલાં લઈ શકે છે. રાજ્યોને અન્ય અસરકારક- વિસ્તાર આધારિત સંરક્ષણ પગલાં (ઓઇસીએમ) સાઇટ્સ જેવા અન્ય સંરક્ષણ પગલાંની ઓળખ કરવામાં સહાય કરવા પણ વિનંતી કરવામાં આવી હતી.

દેશમાં વેટલેન્ડ્સનાં સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે વન-પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ચાર મુદ્દાનો અભિગમ અપનાવ્યો હતો, જેમાં નિયમનકારી માળખાગત કાર્ય, ક્ષમતા નિર્માણ અને પહોંચ, એક્વાટિક ઇકોસિસ્ટમ્સનાં સંરક્ષણ માટેની રાષ્ટ્રીય યોજના (એનપીસીએ)નો અમલ અને ત્યારબાદ રામસર કન્વેન્શન સાથે સુસંગતતા સામેલ છે. ભારતમાં રામસર સાઇટ્સ તરીકે નિયુક્ત વેટલેન્ડ્સની સંખ્યા ૨૦૧૩માં ૨૬થી વધીને વર્ષ ૨૦૨૨માં ૭૫ થઈ ગઈ છે.

વન-પર્યાવરણ અને આબોહવા ફેરફાર મંત્રાલયે વેટલેન્ડ્સ (કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ) રૂલ્સ, 2017ને સૂચિત કર્યું હતું, જે 2010ના નિયમોનું સ્થાન લેશે. આમાં તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નેશનલ વેટલેન્ડ ઓથોરિટીની રચનાનો સમાવેશ થાય છે.  વેટલેન્ડ ઓથોરિટીઝની રચના તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થઈ છે. નિયમોનાં અમલીકરણ માટે રાજ્ય /કેન્દ્રશાસિત પ્રદેશોને સુવિધા આપવા માટે, માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી હતી.

એનપીસીએનાં અમલીકરણમાં ચાર પાંખિયાવાળા અભિગમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં વેટલેન્ડના ટૂંકા દસ્તાવેજો તૈયાર કરવા, વેટલેન્ડ મિત્રો તરીકે સ્વયંસેવકોનો એક સમર્પિત પ્રવાહ, વેટલેન્ડના હેલ્થ કાર્ડ તૈયાર કરવા અને સંકલિત મેનેજમેન્ટ પ્લાન વિકસાવવાનો સમાવેશ થાય છે. માર્ચ ૨૦૨૦માં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી જેનો હેતુ વેટલેન્ડ્સનાં સાકલ્યવાદી સંરક્ષણ અને પુન:સ્થાપનાનો છે. આ યોજના કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્ય સરકારો વચ્ચે ખર્ચની વહેંચણીનાં આધારે લાગુ કરવામાં આવી છે. એનપીસીએ અંતર્ગત 31 માર્ચ 2022 સુધી દેશભરમાં 164 વેટલેન્ડ્સને આર્થિક મદદ આપવામાં આવી છે.

વેટલેન્ડ્સને લગતા મુખ્ય મુદ્દાઓ અને ચિંતાઓને દૂર કરવા માટે, સાઇટ વિશિષ્ટ જરૂરિયાતોના આધારે વ્યાપક અને લાંબા ગાળાનાં આયોજનને વિકસાવવું જરૂરી છે. મેનેજમેન્ટ અભિગમ દ્વારા વ્યાપક સંચાલન યોજનાઓ રજૂ કરવાની જરૂર છે. વર્ષ 2020માં નીતિગત પરિવર્તન સંકલિત વ્યવસ્થાપન યોજનાઓ (આઇએમપી)ની રચના કરવા તરફ વળ્યું હતું, જેનાં પરિણામે 60થી વધારે વેટલેન્ડ્સ માટે આઇએમપી ઊભી થઈ હતી. તદુપરાંત, તમામ રામસર સાઇટ્સ અને નોંધપાત્ર વેટલેન્ડ્સ માટે આઇએમપીની કલ્પના કરવામાં આવી છે.  સમાવિષ્ટ સંરક્ષણ વ્યવસ્થાપન માટે સહભાગિતા વર્કશોપની તાજેતરની ભલામણો પણ લાગુ કરવામાં આવી છે.

આ ઉપરાંત પ્રદૂષણનાં નિવારણ અને નિયંત્રણ પર સમાંતર સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું (જેમાં રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું) અને વન પર્યાવરણ અને આબોહવા ફેરફાર મંત્રાલયની સંસ્થાઓના વડાઓ સાથે બેઠક યોજાઈ હતી.

 

 

આજે યોજાયેલું બીજું વિષયલક્ષી સત્ર એગ્રો-ફોરેસ્ટ્રી પર હતું. એગ્રો-ફોરેસ્ટ્રી, ફાર્મ ફોરેસ્ટ્રી અને સામાન્ય રીતે જંગલોની બહારનાં વૃક્ષો, વૃક્ષોનાં આવરણમાં વધારો કરવામાં ફાળો આપે છે અને લેન્ડસ્કેપ્સ અને ઇકોસિસ્ટમ સેવાઓમાં વધારો કરે છે, જ્યારે દેશના લાકડાની મોટા ભાગની માગને પહોંચી વળે છે અને ખેડૂતોને આબોહવાને અનુકૂળ આવક પૂરી પાડે છે. જંગલની જમીનોની બહાર એગ્રોફોરેસ્ટ્રી અને વ્યવસાયિક વૃક્ષારોપણમાં ખેડૂતોની આવક વધારવા અને રોજગાર પેદા કરવાની પ્રચંડ તકો છે. સાતત્યપૂર્ણ રીતે સંચાલિત લાકડાના ટુકડાઓમાંથી મેળવવામાં આવેલા લાકડાના ઉપયોગને પ્રોત્સાહન આપવાથી કુદરતી જંગલો અને વૃક્ષોનાં આવરણના સંરક્ષણમાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે અને લાકડાની આયાત પરનાં ભારણમાં ઘટાડો થશે. એગ્રોફોરેસ્ટ્રી ખેડૂતો માટે અનેક રીતે ફાયદાકારક છે કારણ કે તે માત્ર જમીનને જ સમૃદ્ધ નથી કરતું, પરંતુ તે ખેડૂતોને આવકનો વૈકલ્પિક સ્રોત પૂરો પાડવા માટે પણ મદદ કરે છે.

મંત્રાલય એગ્રોફોરેસ્ટ્રી પ્રત્યેના અભિગમમાં આમૂલ પરિવર્તન હાથ ધરવાની યોજના ધરાવે છે, જેથી અનેક પર્યાવરણીય, આર્થિક અને સામાજિક લાભો મેળવી શકાય અને એક તૃતીયાંશ વિસ્તારને જંગલો અને વૃક્ષોનાં આવરણ હેઠળ લાવવાનાં રાષ્ટ્રીય લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય. વન, પર્યાવરણ અને આબોહવા ફેરફાર મંત્રાલયે એગ્રોફોરેસ્ટ્રીનાં પ્રમોશન અને વિસ્તરણ માટે ટાસ્ક ફોર્સ અને સંયુક્ત કાર્યકારી જૂથોની રચના કરી છે. આ સમિતિના અહેવાલોમાં ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રી માટે નર્સરીઓની માન્યતા, પાન ઇન્ડિયા ટ્રાન્ઝિટ પરમિટ સિસ્ટમ અપનાવવી, વધુ વૃક્ષોની પ્રજાતિઓને મુક્તિ આપવી, તાલુકા સ્તરે નાનાં પ્રોસેસિંગ સેન્ટરોને સક્ષમ બનાવવા લાકડા-આધારિત ઉદ્યોગો સ્થાપવા માટેની માર્ગદર્શિકાઓને વધુ હળવી બનાવવી, લાકડાનાં પ્રમાણપત્રની સ્વદેશી પદ્ધતિનો વિકાસ, બીઆઇએસ જેવી રાષ્ટ્રીય પ્રમાણપત્ર એજન્સી દ્વારા ઘરેલુ બજાર માટે લાકડાનું ગુણવત્તા નિયંત્રણ અને તેનાં ઉત્પાદનો,  વૃક્ષ ઉગાડનારાઓને ધિરાણ અને ધિરાણની જોગવાઈ, કેન્દ્રમાં રાષ્ટ્રીય વૂડ કાઉન્સિલની સ્થાપના વગેરે જેવાં પગલાં સૂચવવામાં આવ્યાં છે. વન-પર્યાવરણ અને આબોહવા ફેરફાર મંત્રાલયે વન (સંરક્ષણ) નિયમો, 2022ની જોગવાઈઓ હેઠળ માન્યતાપ્રાપ્ત પ્રતિપૂરક વનીકરણ વ્યવસ્થા પણ બહાર પાડી છે, જેનો ઉદ્દેશ વ્યક્તિઓને તેમની જમીન પર વનસ્પતિ ઉછેરવા અને વળતર વનીકરણ લક્ષ્યાંકો પૂર્ણ કરવાની જરૂર હોય તેવી વ્યક્તિઓને તેનું વેચાણ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આનાથી ખેડૂતો અને વૃક્ષ ઉઘાડનારાને વાવેતર વિકસાવવા અને કૃષિ-વનીકરણ હાથ ધરવા માટે પ્રોત્સાહન તરીકે કાર્ય કરવાની અપેક્ષા છે. આ મંત્રાલયે તમામ રાજ્યોને એક રાષ્ટ્ર-એક પાસના ઉદ્દેશ સાથે લાકડા અને વન પેદાશોની રાજ્યની અંદર અને આંતર-રાજ્ય હેરફેર માટે નેશનલ ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ (એનટીપીએસ) અપનાવવા વિનંતી પણ કરી છે. સ્ટેટ ટ્રાન્ઝિટ રૂલ્સ/એક્ટ્સમાં જરૂરી સુધારા કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી ટીપીના બદલાની જરૂરિયાત દૂર થઈ શકે અને એનટીપીએસને અપનાવી શકાય.

 

પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રીઓ તેમજ વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સચિવો અને અગ્ર મુખ્ય વન સંરક્ષક અને સચિવોએ એગ્રોફોરેસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે મિશન મોડ પર અપનાવવાની જરૂર છે તે અંગેના તેમના મંતવ્યો અને સૂચનોને શેર કર્યા હતા. જંગલોની બહાર નીકળતા લાકડાના કાપણી અને પરિવહન, ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રીની ઉપલબ્ધતા, લાકડાનાં ઉત્પાદનોની ટ્રેસેબિલિટી અને સર્ટિફિકેશન વિકસાવવા, ગુણવત્તાયુક્ત માનકીકરણ અને લાકડા-આધારિત ઉદ્યોગો અને મૂલ્ય સાંકળોને પ્રોત્સાહન આપવા અંગેના હાલના નિયમોમાં જે છૂટછાટો લાવવાની જરૂર છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

 

 

સમાપન સત્રને સંબોધતા પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, વ્યક્તિ સમુદ્રમાં એક ટીપાં જેવી હોય છે અને તેની ટીમ પોતે જ એક મહાસાગર જેવી હોય છે, જેમાં વિશાળ શક્તિ અને તાકાત હોય છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ટીમ ઇન્ડિયાનો જુસ્સો છે, જે આપણને આગળ લઈ જશે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, પર્યાવરણ મંત્રાલય માત્ર પર્યાવરણનાં સંરક્ષણ માટે જ કટિબદ્ધ નથી, પણ દેશના વિકાસમાં સમાન ભાગીદાર પણ છે અને ઇકો ટૂરિઝમ અને એગ્રો ફોરેસ્ટ્રી મારફતે આપણા જીડીપીમાં વધારો કરવાની જરૂર છે.

સમાપન સત્રને રાજ્ય કક્ષાના વન પર્યાવરણ અને આબોહવા ફેરફાર મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબે, એમઓઇએફએન્ડસીસીનાં સચિવ શ્રીમતી લીના નંદન અને વનના ડીજી શ્રી સી પી ગોયલે પણ સંબોધન કર્યું હતું.

બે દિવસની સઘન ચર્ચામાં પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થાપન, આબોહવામાં ફેરફાર, પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા ઉપરાંત પર્યાવરણને લગતા સંરક્ષણ, સલામતી તેમજ વન, વન્યજીવન અને એગ્રો ફોરેસ્ટ્રી જેવા વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં વિચારપૂર્વકના વપરાશ પર અને સંસાધનોનો બેફામ ઉપયોગ નહીં અને સ્વચ્છ ટેકનોલોજીનો સ્વીકાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઑફ યુનિટીની પૃષ્ઠભૂમિમાં કેવડિયા ખાતે યોજાયેલી પરિષદે કેન્દ્ર અને રાજ્યોને ઇકોલોજી અને અર્થતંત્ર વચ્ચે સંતુલન સાધીને વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં શબ્દો અને વિઝનથી પ્રેરિત પર્યાવરણને લગતા મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવાની તક પૂરી પાડી હતી.

 

 

 

https://twitter.com/moefcc/status/1573348460333768704?t=J9fWw6phJpSOZEsCzgDlhQ&s=08

 

https://twitter.com/PIBAhmedabad/status/1573271890701217792?t=NH8Ya5UpxbDnvRRETFyJsA&s=08

 

https://twitter.com/byadavbjp/status/1573565903626989568?t=oXga6CkWApU5BXSun0Xy6g&s=08

 

***

 

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન સંબંધી એકતા નગર સંકલ્પ

 

આપણે બધાં,

 

  1. માનનીય પ્રધાનમંત્રીનાં નેતૃત્વમાં જળવાયુ પરિવર્તનના વૈશ્વિક પડકારનું સમાધાન કરવા માટે અમે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે 'જીવન' [પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી - LIFE] વધારવાનો સંકલ્પ લઈએ છીએ.
  2. વન્યજીવન, વન સંરક્ષણ અને હરિયાળાં આવરણમાં વધારો કરવાની પ્રતિજ્ઞા.

3. આત્મનિર્ભર ભારત માટે અમે એગ્રોફોરેસ્ટ્રીની શક્યતાઓને ઓળખીને, યોગ્ય નીતિગત વ્યવસ્થા, પ્રોત્સાહનો અને કાનૂની માળખાને સક્ષમ બનાવીને, એગ્રોફોરેસ્ટ્રીને પ્રોત્સાહન આપીને ખેડૂતો, આદિવાસી સમુદાયો અને સ્થાનિક સમુદાયો માટે રોજગારી અને આવકની તકોનું સર્જન કરવાનો સંકલ્પ કરીએ છીએ.

YP/GP/JD



(Release ID: 1861976) Visitor Counter : 756