માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

આઝાદીના અમૃત મહોત્સવ પર ફોટો પ્રદર્શનને ખુલ્લુ મુકતા કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્રભાઇ યાદવ

Posted On: 23 SEP 2022 5:26PM by PIB Ahmedabad

ગુજરાતના એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ રહી છે, આ તબક્કે ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતાના કેન્દ્રીય સંચાર બ્યુરો, ક્ષેત્રીય કાર્યાલય, ગોધરા ધ્વારા એકતાનગર, ટેન્ટ સિટી-૨માં ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમા વિભાગ ધ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પર ફોટો પ્રદર્શન કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું છે. આ ફોટો પ્રદર્શનને કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્રભાઇ યાદવ દ્વારા રીબીન કાપી પ્રજા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

કાર્યકમમાં કેન્દ્રીય સંચાર બ્યુરોના અપર મહાનિદેશક શ્રી પ્રકાશ મગદુમ તેમજ ડેપ્યુટી ડાયરેકટર, યોગેશ પંડયા ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની સંઘર્ષ ગાથાને રજૂ કરતું ફોટો પ્રદર્શન લોકોના આંકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને સ્વતંત્ર સેનાની વિશે જાણકારી આપતા અને આઝાદીની વિવિધ ચળવળને રજૂઆત કરતાં આ ફોટો પ્રદર્શનને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. લોકો પ્રદર્શન નિહાળી દેશ ભકિતના રંગે રંગાયા હતા.

 

ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ ધ્વારા આયોજીત ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામના ભાગરૂપે કેન્દ્રીય સંચાર બ્યુરોના ક્ષેત્રીય કાર્યાલય ગોધરા ધ્વારા સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા કેવડીયામાં કવેસ્ટ તેમજ નિબંધ સંપર્ધા પણ યોજવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને વિભાગ ધ્વારા પુરસ્કૃત કરવામાં પણ આવ્યા હતા.

કેવડીયામાં આયોજીત આ લોક સંપર્ક કાર્યકમ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યકમમાં પર્યાવરણ સરંક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત આઝાદીના અમૃત  મહોત્સવ વિષય ઉપર ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1861767) Visitor Counter : 208