પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને અભિનંદન પાઠવ્યા

Posted On: 19 SEP 2022 4:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને બેલગ્રેડમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "અમારા કુસ્તીબાજો અમને ગર્વ કરાવે છે. @Phogat_Vinesh અને @BajrangPuniaને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપ, બેલગ્રેડમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. આ બંને માટે ખાસ છે કારણ કે વિનેશ આ પ્લેટફોર્મ પર 2 મેડલ જીતનારી 1લી ભારતીય મહિલા બની છે અને બજરંગ પુનિયાએ તેનો ચોથો મેડલ જીત્યો છે."

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1860597) Visitor Counter : 142