કાપડ મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ૭૨મા જન્મદિવસે નિમિત્તે આયોજિત દિવ્યાંગો માટેના મેડિકલ કેમ્પમાં સહભાગી થતા કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શનાબેન જરદોશ


૭૨ દિવ્યાંગો વિદ્યાર્થીઓને વ્હીલચેર, ટ્રાઈસિકલ અને વોકરનું વિતરણ કરાયું

બાળકોને બાળપણથી જ ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી

Posted On: 17 SEP 2022 8:43PM by PIB Ahmedabad

દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨મા જન્મદિવસ નિમિતે પથ વિજય ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તથા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ઉમરા દિવ્યાંગ ભવન ખાતે આયોજિત ૧૪માં મેડિક્લ કેમ્પમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ સહભાગી થયા હતા.

આ કેમ્પમાં ધો. ૧ થી ૧૨માં અભ્યાસ કરતાં ૪૦૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરી સારવાર પુરી પાડવામાં આવી હતી. ઉપરાંત ૭૨ દિવ્યાંગ વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે ૩૦ વ્હીલચેર, ૩૦ ટ્રાઈસિકલ અને ૧૨ વોકર અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતુ કે, આજનો યુગ સ્પર્ધાનો યુગ છે. આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયેલી હરિફાઈને સકારાત્મક સ્વરૂપમાં લેવામાં આવે તો તે આશીર્વાદ સમાન નીવડે છે અને વ્યક્તિને બહેતર જીવન પ્રદાન કરે છે. જ્યારે હરિફાઈ નકારાત્મક સ્વરૂપમાં લેવામાં આવે તો તે તણાવ, દુઃખ અને નકારાત્મકતાનું કારણ બની શકે છે. નાનપણથી જ બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.

વધુમાં મંત્રીશ્રીએ કહ્યુ હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દિવ્યાંગો માટે અનેક યોજના અમલી બનાવી છે જેનો દિવ્યાંગજનોએ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ દિવ્યાંગ વિદ્યાર્થીઓને કેક ખવડાવી પ્રધાનમંત્રી શ્રીના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

YP/GP/JD



(Release ID: 1860222) Visitor Counter : 129