રેલવે મંત્રાલય

સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી અમદાવાદ રેલવે મંડળના 5 રેલવે કર્મચારીઓ દ્વારા સાબરમતીથી દિલ્હી સુધીની સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી

Posted On: 16 SEP 2022 5:27PM by PIB Ahmedabad

ભારતીય રેલ્વે પર 16 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સ્વચ્છતા અભિયાનમાં રેલ્વે કર્મચારીઓ પોતાની આસપાસના લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરશે અને પ્રતિકરૂપે પોતે પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાશે.

મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતાં જણાવ્યું કે, સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા અને તેને આદત બનાવવાના હેતુથી તારીખ 16 સપ્ટેમ્બરના રોજ મંડળ રેલ પ્રબંધક,અમદાવાદ શ્રી તરૂણ જૈન અને અન્ય અધિકારીઓ સાબરમતી લોબીથી સાબરમતી સ્ટેશન સુધી સાયકલ યાત્રિયોં સાથે જોડાયા અને સવારે 08 વાગ્યે અમદાવાદ મંડળ સ્પોર્ટ્સ એસોસિએશનના નેજા હેઠળ સાબરમતી લોબીથી શ્રી જૈને અમદાવાદથી નવી દિલ્હી, રેલ ભવન સુધીની સાયકલ યાત્રાને લીલી ઝંડી આપી.

સાબરમતીથી દિલ્હી સુધીની આ સાયકલ યાત્રામાં શ્રી એસ.એસ. ડાંગી - ચીફ લોકો ઈન્સ્પેક્ટર, શ્રી હિતેન્દ્ર અઢીયોલ - લોકો પાઈલટ પેસેન્જર, શ્રી સુહાગ પટેલ - લોકો પાઈલટ ગુડ્સ, શ્રી દિપ્પલ પટેલ - લોકો પાઈલટ ગુડ્સ અને શ્રી તરુણ કટારિયા - આસિસ્ટન્ટ લોકો પાઈલટ સામેલ છે. આ સાથે અમદાવાદ મંડળની સાંસ્કૃતિક ટીમ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત શેરી નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા મિશનની સાથે MISSION ZERO SPAD ના રેલ્વેના ધ્યેયથી રેલ્વે કર્મચારીઓને અવગત કરવા એ પણ આ સાયકલ યાત્રાનો મહત્વનો ઉદ્દેશ્ય છે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1859869) Visitor Counter : 125