રેલવે મંત્રાલય
વડોદરા મંડળ ખાતે સ્વચ્છતા પખવાડાનો શુભારંભ 30 સપ્ટેમ્બર 2022 સુધી ચાલશે વ્યાપક સ્તર પર સ્વચ્છતા અભિયાન
Posted On:
16 SEP 2022 4:35PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર 16 થી 30 સપ્ટેમ્બર 2022 સુધી ઉજવવામાં આવતા સ્વચ્છતા પખવાડાની શરૂઆત કરવામાં આવી હતી. ડીઆરએમ શ્રી અમિત ગુપ્તાએ ઉપસ્થિત તમામ અધિકારીઓ અને રેલવે કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા દરેક વ્યક્તિએ દેશને સ્વચ્છ રાખવા અને દર વર્ષે 100 કલાક એટલે કે સપ્તાહમાં 2 કલાક સ્વેચ્છાએ સ્વચ્છતા કાર્ય કરવાના શપથ લીધા હતા.
મંડળ પર્યાવણ અને ગૃહ વ્યવસ્થા પ્રબંધક નિખિલ ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે,આ પખવાડિયા દરમિયાન સ્વચ્છ રેલગાડી, ટ્રેક, પરિસર, ડેપો અને શેડ, રેલ્વે કોલોની અને આરોગ્ય એકમો અને હોસ્પિટલો, શૌચાલય, પીવાનું સ્વચ્છ પાણી, પેન્ટ્રી કાર અને કેન્ટીન વગેરે જેવા વિસ્તારોમાં સઘન સ્તરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા અને નિરુત્સાહિત કરવા માટે રૂપથી વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવાની પણ યોજના છે શ્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે આ માટે સ્વચ્છતામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સંસ્થાઓ અને યુનિટને મંડળ સ્તર પરપુરસ્કૃત કરવામાં આવશે આ પ્રસંગે ઓનલાઈન નિબંધ સ્પર્ધા અને ચિત્રકલા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે મંડળીય સ્તર પર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. અધિકારીઓ દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો પાસેથી સ્વચ્છતા અંગેના ફીડબેક પણ લેવામાં આવશે જેથી કરીને સ્વચ્છતા વ્યવસ્થામાં વધુ સુધારો કરીને તેમની યાત્રાને આનંદમય બનાવી શકાય! મહાત્મા ગાંધીજીના જન્મદિવસે 2જી ઓક્ટોબરે મોટા પાયે શ્રમદાન કરવાની પણ યોજના છે.
***
(Release ID: 1859847)
Visitor Counter : 187