સંરક્ષણ મંત્રાલય
DEFEXPO-2022 માટે પૂરજોશમાં તૈયારીઓ
ભારતનું મુખ્ય સંરક્ષણ પ્રદર્શન ગાંધીનગર, ગુજરાત ખાતે 18 થી 22 ઓક્ટોબર 2022 દરમિયાન યોજાશે
સંરક્ષણ મંત્રાલયની એક ઉચ્ચ સ્તરીય ટીમે તૈયારીઓની સમીક્ષા કરી
Posted On:
15 SEP 2022 7:27PM by PIB Ahmedabad
ભારતના મુખ્ય સંરક્ષણ પ્રદર્શન DefExpo-2022ની 12મી આવૃત્તિ, ગાંધીનગર, ગુજરાત ખાતે 18 - 22 ઓક્ટોબર 2022 દરમિયાન યોજાનાર છે અને તે અત્યાર સુધીનું સૌથી મોટા પ્રદર્શન તરીકે અપેક્ષિત છે. જેમાં પ્રથમ ત્રણ બિઝનેસ ડેઈઝ રહેશે પછી 21 - 22 ઓક્ટોબર 2022 દરમિયાન લોકો માટે ખુલ્લું મૂકાશે.
DefExpo-2022ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ તરફ, સંરક્ષણ મંત્રાલય, નવી દિલ્હીની એક ઉચ્ચ સ્તરીય ટીમ, શ્રી અનુરાગ વાજપેયી, Jt Secy, DIPએ, શ્રી અચલ મલ્હોત્રા, ડિરેક્ટર, DEO સાથે 15 થી 16 સપ્ટેમ્બર 2022 દરમિયાન તૈયારીઓની સમીક્ષા કરવા ગાંધીનગરની મુલાકાત લીધી હતી. શ્રીમતી મમતા હિરપરા, MD, iNDEXTb સહિત ગુજરાત રાજ્ય સરકારના અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો અને વાર્તાલાપ હાથ ધરવામાં આવ્યા હતા. શ્રી અનુરાગ વાજપેયીએ બાદમાં ગુજરાત સરકારના ગૃહ અને ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સાથે મુલાકાત કરી અને તેમને ડીફએક્સપો 2022 માટેની ઝડપી તૈયારીઓ વિશે માહિતી આપી જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરતા માટેના આહ્વાન સાથે ભારતીય કંપનીઓ માટે પ્રથમવાર આયોજિત છે.
આ DefExpoની અત્યાર સુધીની સૌથી મોટી આવૃત્તિ છે અને તે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર (HEC) ખાતે યોજાશે અને મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (MCEC) ખાતે ઉદ્ઘાટન/સત્તાવાર કાર્યો અને સેમિનાર યોજાશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પાંચેય દિવસ સશસ્ત્ર દળો, DPSU અને ઉદ્યોગના સાધનો અને કૌશલ્યનું પ્રદર્શન કરતા જીવંત પ્રદર્શનો યોજાશે.
18-22 ઓક્ટોબર 2022 દરમિયાન પોરબંદર ખાતે સામાન્ય જનતા માટે શિપ વિઝિટ ખોલવામાં આવશે. આ ઉપરાંત, DefExpo-2022 દરમિયાન ડ્રોન શો પણ યોજાશે. આ પ્રથમ વખત છે કે ગાંધીનગર અને અમદાવાદ બંને જગ્યાએ ડ્રોન શો યોજાશે.
YP/GP/JD
(Release ID: 1859672)
Visitor Counter : 220