નાણા મંત્રાલય

સેન્ટ્રલ જીએસટી, કચ્છ કમિશનરેટ (ગાંધીધામ) દ્વારા “સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત 49 સરકારી પ્રાથમિક શાળાઓ અને 01 બ્લોક રિસોર્સિસ સેન્ટર (બીઆરસી) ઓફિસ માટે 75 નંગ ડસ્ટબીનનું વિતરણ

Posted On: 15 SEP 2022 7:19PM by PIB Ahmedabad

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની સફળ સમાપ્તિ અને અમૃત કાળમાં પ્રવેશ સમયે સેન્ટ્રલ જીએસટી, કચ્છ કમિશનરેટ (ગાંધીધામ) દ્વારા “સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત 49 સરકારી પ્રાથમિક શાળાઓ અને 01 બ્લોક રિસોર્સિસ સેન્ટર (બીઆરસી) ઓફિસ માટે 75 નંગ ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જ્યારે સીજીએસટી કચ્છ કમિશનરેટ અને આઈઆરએસ(ઈન સિટુ) (પીએન્ડવી) કમિશનર શ્રી આર. કે. ચંદન દ્વારા 03 સરકારી પ્રાથમિક શાળાઓને 03 વોટર કૂલર્સ આપવામાં આવ્યા હતા અને ગાંધીધામ તાલુકાની 49 સરકારી પ્રાથમિક શાળાઓના આચાર્યોને ડસ્ટબીન્સ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ગાંધીધામની કેમ્બ્રિજ ઈંગ્લિશ સ્કૂલમાં યોજાયો હતો.

આ પ્રસંગે જોઈન્ટ કમિશનર્સ શ્રી રામ બિશ્નોઈ (આઈઆરએસ) અને શ્રી મનીષ કુમાર મીણા (આઈઆરએસ) પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ગાંધીધામના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી હિમાંશુ સિજુ, ગાંધીધામ તાલુકાના શિક્ષણ વિભાગના કો-ઓર્ડિનેટર શ્રી લાલજીભાઈ ઠક્કર અને ગાંધીધામના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એ. બી. પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD



(Release ID: 1859657) Visitor Counter : 116