સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ખાદીને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ KVIC અધ્યક્ષે ગુજરાતમાં ખાદી સંસ્થાઓની મુલાકાત લીધી

Posted On: 14 SEP 2022 9:13PM by PIB Ahmedabad

ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે 11મી સપ્ટેમ્બર 2022ના રોજ કોચરબ આશ્રમ, ગુજરાત, અમદાવાદ ખાતે ખાદી સંસ્થાઓ અને તેમના કારીગરો માટે વિકાસલક્ષી ભાવિ યોજનાઓ ઘડવા ખાદી સંવાદ યોજ્યો હતો. તેમણે KVIC દ્વારા ખાદીને પુનઃજીવિત કરવા માટેના મુખ્ય માળખાકીય પ્રમોશન અને નવીન પગલાંની વિગતવાર ચર્ચા કરી, જેણે "આત્મનિર્ભર ભારત" અને "લોકલ માટે વોકલ"ના સ્વપ્નને સાકાર કરવા એક મજબૂત પાયો આપ્યો.

 શ્રી મનોજ કુમારે તમામ પ્રશિક્ષિત કુંભારોને ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ પોટર વ્હીલનું પણ વિતરણ કર્યું.

1. શ્રીમતી પ્રજાપતિ ગીતાબેન

2. શ્રીમતી પ્રજાપતિ ડિમ્પલબેન

3. શ્રીમતી પ્રજાપતિ કંચનબેન

4. શ્રીમતી પ્રજાપતિ રાધાબેન

5. શ્રી પ્રજાપતિ કિશોરભાઈ

6. શ્રી પ્રજાપતિ રમેશભાઈ

7. શ્રી પ્રજાપતિ જગદીશભાઈ

ત્યારપછી એક મહત્વની ચર્ચામાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)ના ડાયરેક્ટર શ્રી પ્રવીણ નાહર સાથે ખાદીમાં ઈનોવેશન અને ફેરફાર અંગે ચર્ચા કરી અને ખાદીના વિકાસ અંગે પ્રેઝન્ટેશન આપ્યું. KVICના અધ્યક્ષે જણાવ્યું હતું કે ખાદીમાં બજારના વલણો સાથે યુવાનોને આકર્ષવા માટે નવી ડિઝાઇન લાવવાની જવાબદારી યુવા ડિઝાઇનર્સની છે. “ભારતીય ફેશન ઉદ્યોગમાં અન્ય મુખ્ય ખેલાડીઓની સરખામણીમાં ખાદીની લોકપ્રિયતાનું મૂલ્યાંકન કરવાની જરૂર છે.

તેમણે ખાદીમાં આકર્ષક ડિઝાઈન રજૂ કરવા માટે એનઆઈડીના હસ્તક્ષેપને પણ વિનંતી કરી જેથી લોકો ખાદી ખરીદવા માટે તેટલા જ ઉત્સુક હોય જેમ તેઓ અન્ય વસ્ત્રો ખરીદે છે.

ત્યારબાદ, KVICના અધ્યક્ષ તરીકેના તેમના વર્તમાન કાર્યકાળમાં 12મી સપ્ટેમ્બર 2022ના રોજ શ્રી મનોજ કુમારે સુરેન્દ્રનગરમાં SHGsને 200 મધમાખીની પેટીઓનું વિતરણ કર્યું અને ખાદી સંસ્થાઓ સાથે વાતચીત કરી.

હની મિશન, નોકરીઓનું સર્જન કરવા અને મધનું ઉત્પાદન વધારવાના તેના આદેશ સિવાય, પર્યાવરણને વધુ ફાયદો પહોંચાડ્યો છે.

તેમણે જોરાવરનગર ખાતે સર્વોદય વિકાસ મંડળ અને ગોંડલમાં ઉદ્યોગ ભારતી, ખાદી પ્લાઝાની પણ મુલાકાત લીધી હતી અને આ સંસ્થાઓમાં ખાદી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1859370) Visitor Counter : 203