સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો


કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો

લોકશાહીમાં જનવિશ્વાસનું મહત્વ સમજાવતા કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ

“20 વર્ષના વિશ્વાસ દ્વારા થયેલા વિકાસની ઉજવણી”

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો

Posted On: 12 SEP 2022 5:33PM by PIB Ahmedabad

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે , ઇપ્કો વાળા હોલ માં કુલ 323.2 કરોડના ખર્ચે તૈયાર થયેલ 192 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે બટન દબાવી કર્યું હતું. જેમાં નડિયાદ તાલુકામાં રૂ. 1.72 કરોડના ખર્ચે 37 લોકાર્પણ અને 59 ખાતમુહૂર્ત, વસો તાલુકામાં રૂ. 0.254 કરોડના ખર્ચે 29 લોકાર્પણ અને 19 ખાતમુહૂર્ત અને મહુધા તાલુકા મા 0.264 કરોડના ખર્ચે 14 લોકાર્પણ અને 34 ખાતમુહૂર્તના કરવામાં આવ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સરકારના આવતીકાલે એક વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે લોકશાહીમાં સરકાર અને જનતાના સહસંબંધની વાત કરતા કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે રાજ્યમાં તમામ ક્ષેત્રે થયેલી માળખાકીય સુવિધાઓ અને વિકાસકાર્યો માટે રાજ્ય સરકારનો ભગીરથ પ્રયાસ અને તેના પરિણામે ઉભો થયેલો જનવિશ્વાસ ચાવીરૂપ છે. સમાજ જીવનમાં આવેલું પરિવર્તન, જનતાનો અનુભવ, અને અપેક્ષાઓમાં થયેલી વૃદ્ધિને પહોંચી વળવામાં સરકાર સતત સફળ રહી છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિકાસ કાર્યોમાં રહેલા તફાવતની રૂપરેખા આપતા મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ એ જણાવ્યું કે ગુજરાત સરકારની પ્રોએક્ટિવ નીતીને કારણે રાજ્ય સરકાર દ્વારા જન કલ્યાણના પ્રશ્નોનું સુચારુ નિરાકરણ આવતું રહ્યું છે. આ બાબતે તેમણે રેલ ટ્રેક માટેના ઓવર બ્રિજ અને અંડર બ્રિજનું ઉદાહરણ આપતા જણાવ્યું કે ઓવરબ્રિજ અને અંડર બ્રિજ કેન્દ્ર સરકારના 50% અને ગુજરાત સરકારના 50%ની ભાગીદારીથી અને કેન્દ્ર સરકારની મંજૂરીથી બનાવાય છે. તે અંતર્ગત નડિયાદ શહેર નો ઓવરબ્રિજ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર ભાઈ મોદી આવ્યા ને 14મા દિવસે મંજૂરી આપી દીધી હતી. જ્યારે ગુજરાત સરકારે સો ટકા રકમ આપતા માત્ર કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની હતી. અને તે ઓવર બ્રિજ બનતા કિડની હોસ્પિટલથી દરી સુધી જતા અગાઉ રેલ્વે ફાટકને કારણે આમ પ્રજાને હાલકી ભોગવી પડતી હતી. પરંતુ ઓવરબ્રિજ બનતા જ આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું. શ્રી દેવુસિંહે ચૌહાણે વધુમાં ગુજરાત રાજ્યમાં શિક્ષણના અભિગમને બિરદાવી અગાઉ સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ ઓછા હતા. પરંતુ સરકારના અભિગમ અને વહીવટી તંત્રની સતર્કતાને કારણે સો ટકા વિદ્યાર્થીઓ સ્કૂલે જાય છે. આ ઉપરાંત પાણીની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે નર્મદા યોજના પૂર્ણ થવાથી પીવાના પાણીની અને ઉદ્યોગો માટે તેમજ ખેતી માટે પાણીની સમસ્યા હલ થઈ છે. અત્યારે ગામડામાં ઘેર ઘેર નળ આવ્યા જેને કારણે ઘરમાં 24 કલાક પાણી આવે છે. બહેનો બાળકો કે ખેતરેથી આવેલો ખેડૂત ઘરમાં નળ ચાલુ કરે, અને તરત પાણી આવતું હોય. તેવા પરિવર્તન સાથે 20 વર્ષમાં આ સરકારે પ્રજાનો વિશ્વાસ જીત્યો છે.રોડ, રસ્તામાં આવેલ માળખાકીય પરિવર્તન માટે રાજ્ય સરકારના જન સેવા અભિગમને બિરદાવ્યો હતો. તેમ જણાવી ઘણી યોજનાઓ કેન્દ્ર સરકારની છે. ઘણી બીજી યોજનાઓ રાજ્ય સરકારની છે. તે જણાવી યોજનાઓની માહિતી આપી હતી જેમાં ખાસ કરીને રેલવે, ongc , મુખ્ય માર્ગો તમામ કેન્દ્ર સરકારના હસ્તક આવતી યોજનાઓ છે. તે જણાવી વધુમાં જણાવ્યું કે પંજાબનો ભાખરા નંગલ ડેમ અને ગુજરાતના નર્મદા ડેમ એક જ દિવસે ખાતમુહૂર્ત થયું હતું. જેમાં પંજાબના ડેમનું કામ શરૂ થતા પંજાબ હરિયાળું બન્યું ખેતીમાં વધુ ઉત્પાદન શરૂ થયું. જ્યારે નર્મદાનું કામ ની મંજૂરી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ બેઠા અને 17મા દિવસે સહી કરી મંજૂરી મળતા. આજે કચ્છ સૌરાષ્ટ્ર બનાસકાંઠા ઉપરાંત ગુજરાતમાં 80% લોકો નર્મદાનું પાણી પીવે છે. તેમજ ઉદ્યોગો અને સિંચાઈ માટે પણ આ જ પાણીનો ઉપયોગ થાય છે. તો આ કામ અગાઉની સરકારમાં ખોરંભે કેમ પડ્યું... તે જણાવી રેલવે ટ્રેનની વાત કરતા આમ પ્રજાની સુખાકારી માટે અને પરિવર્તન સાથે પ્રજાને તેનો લાભ મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ચિંતિત છે. ત્યારે અગાઉ મુંબઈ દિલ્હી જતા રાતથી સવાર થતી. અને અત્યારે સાડા પાંચ કલાકમાં મુંબઈ પહોંચાય છે. આ છે પ્રજાનો વિશ્વાસ.

મહાત્મા ગાંધીજીના સર્વોદય ગામનાં મોડેલની ઝાંખી આપતા વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે ગુજરાતમાં ગામડાઓ વધુ સુવિધાસભર અને રમણીય બન્યા છે. રાજ્ય સરકાર ગુજરાતના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. લોકોના પ્રશ્નોના સકારાત્મક નિરાકરણ માટે મક્કમ અને ત્વરિત નિર્ણય લેવા માટે જાણીતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છેવાડાના માનવીની સતત ચિંતા કરી છે અને જન કલ્યાણકારી યોજનાના અસરકારક અમલ થકી જીવન ધોરણ ઊંચું લાવવા સર્વ સમાવેશક વિકાસની નવી કેડી કંડારી છે. મુખ્ય દંડકશ્રી પંકજભાઈ દેસાઈએ ઉમેર્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પને સિદ્ધ કરવાની સાથે સમાજના તમામ વર્ગ, વયજૂથ તથા તમામ સ્તરના લોકોની સુખાકારીની ચિંતા કરતા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વંચિતો, ગરીબો, વિચરતી વિમુક્ત જાતિઓ, મહિલાઓ તથા યુવાનોના ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ સુલભ બનાવીને સર્વ સમાજના ઉન્નત વિકાસના ધ્યેયને ચરિતાર્થ કર્યું છે.

આ પ્રસંગે, વિપુલભાઇ પટેલ, કે.એલ.બચાણી, જીલ્લા કલેકટર, શ્રી એમ.કે.દવે, જીલ્લા વિકાસ અધિકારી, સંજય સિંહ મહિડા,શ્રી બી.એસ.પટેલ, નિવાસી અધિક કલેકટર, જે.એમ.ભોરણીયા, પ્રાંત અધિકારી, સુશ્રી. જેમીની ગઢીયા, મામલતદાર નડીઆદ(ગ્રામ્ય), શ્રી વિમલ ચૌધરી, નાયબ કલેકટરશ્રી (જ.સુ.અને અપીલ) સહિત અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD

 



(Release ID: 1858739) Visitor Counter : 141