યુવા બાબતો અને રમત મંત્રાલય

આઝાદીના અમૃત પર્વ અંતર્ગત સપ્ટેમ્બર માસમાં યુવા ઉત્સવ

Posted On: 11 SEP 2022 2:13PM by PIB Ahmedabad

યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (ભારત સરકાર) હેઠળ, નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા સપ્ટેમ્બર મહિનામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મેગા યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા યુવા અધિકારી, નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગરે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે મેગા યુવા મહોત્સવમાં યુવા કલાકાર ચિત્રકલા, યુવા કલાકાર કવિતા લેખન, ફોટોગ્રાફી, વક્તવ્ય સ્પર્ધા, સમૂહ સાંસ્કૃતિક કાર્યક્રમ અને યુવા સંવાદના કાર્યક્રમો યોજાશે.

ઉપરોક્ત સ્પર્ધાઓમાં ગાંધીનગર જિલ્લાના વતની અથવા ગાંધીનગર જિલ્લાના રહેવાસીઓ કે જેમની પાસે ગાંધીનગર જિલ્લામાં રહેઠાણનો પુરાવો છે અને 15 થી 29 વર્ષની વયની યુવા અને યુવતી ભાગ લેવા માટે લાયક રહેશે. વિજેતાઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ શકશે.

પેઇન્ટિંગ, ફોટોગ્રાફી, કવિતા લેખનના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને અનુક્રમે 1000, 750 અને 500 રૂપિયા, વક્તવ્ય સ્પર્ધાના પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતાને અનુક્રમે 5000, 2000 અને 1000 રૂપિયા, સાંસ્કૃતિક સ્પર્ધાના વિજેતાઓને અનુક્રમે 5000, 2500 અને 1250 રૂપિયા આપવામાં આવશે અને યુવા સંવાદના શ્રેષ્ઠ 4 ભાગ લેનારને 1500 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રોથી નવાજવામાં આવશે. ઉક્ત સ્પર્ધામાં ભાગ લેવા માટે વધુ માહિતી માટે તમે નહેરુ યુવા કેન્દ્ર, ગાંધીનગરની સેક્ટર 16ની ઓફિસ અથવા મોબાઈલ નંબર 9427583322 અથવા 7573829187 પર સંપર્ક કરીને ફોર્મ ભરી શકાશે. ઓનલાઈન અથવા ઓફલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2022 છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે, નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગરના ટ્વીટર હેન્ડલ પર ઉપલબ્ધ લિંક દ્વારા ફોર્મ ભરી શકાશે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1858479) Visitor Counter : 164