માનવ સંસાધન વિકાસ મંત્રાલય

ભારત સરકાર દ્વારા જવાહર નવોદય વિદ્યાલય વડનગર ખાતે રૂ. 4,61,57,000ના ખર્ચે નવનિર્મિત બહુઉદ્દેશીય હોલનું લોકાર્પણ


સાહિત્ય, કલા, દાર્શનિક, શિક્ષણ પ્રત્યે અભિમાન અને સ્વાભિમાન હોવું જોઈએઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને બહુઉદ્દેશીય હોલનું લોકાર્પણ કર્યુ

Posted On: 10 SEP 2022 4:21PM by PIB Ahmedabad

ભારત સરકાર દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય સમિતિ પુણે દ્વારા મહેસાણા જિલ્લા ના વડનગર ખાતે જવાહર નવોદય વિદ્યાલય નિવાસી વિદ્યાલય કે જેમાં 450 જેટલા જિલ્લાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ, સંસ્કાર, અને જીવન ઘડતરના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.

આજરોજ ભારત સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે જવાહર નવોદય વિદ્યાલય વડનગર, જીલા મહેસાણા ખાતે  રૂ.4,61,57,000ના ખર્ચે નવનિર્મિત બહુઉદ્દેશીય હોલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે  વિદ્યાલય પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે સાહિત્ય, કલા, દાર્શનિક, શિક્ષણ પ્રત્યે અભિમાન અને સ્વાભિમાન હોવું જોઈએ. હું આજે અહીં 2500 વર્ષ જૂની સંસ્કૃતિમાં આવ્યો છું, અહીં નવોદય વિદ્યાલયના યુવાનોમાં હું નરેન્દ્ર મોદી જોઈ રહ્યો છું. નવી શિક્ષણ નીતિ ભારતની અનેક ભાષામાં સંપર્ક કરવામાં મદદરૂપ થશે તથા નવી પેઢીને નવી શિક્ષણ નીતિ દ્વારા તૈયાર કરવામાં આવશે. આપણા બધા માટે એકતા જ મહત્વની છે. અહીં બુદ્ધ, જૈન સંસ્કૃતિના અહીં દર્શન થાય છે. વિદેશના પ્રવાસીઓ પણ અગાઉ અહીં આવેલા છે. આ પવિત્ર ભૂમિ એ આપણું વડનગર છે.

નવોદય વિદ્યાલય સમિતિ, શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જવાહર નવોદય શાળા વડનગર, જિલ્લા મહેસાણા માટે બહુઉદ્દેશીય બિલ્ડિંગ (બહુઉદ્દેશીય હોલ) બનાવવા માટે  ડિસેમ્બર 2017માં રૂ.4,61,57,000 ફાળવવામાં આવ્યા હતા  આ હોલ અંદાજિત 560 વિદ્યાર્થીઓને ઉપયોગી થવાની ક્ષમતા છે. આ ઉપરાંત આ હોલમાં શૈક્ષણિક સહ-શૈક્ષણિક અને ઈન્ડોર, કાર્યક્રમો વગેરે પણ યોજી શકાય એવી ક્ષમતા છે. આ મકાનનું નિર્માણ કાર્ય આધુનિક રૂપે નવમ્બર 2021માં થયું હતું.

આજના આ કાર્યક્રમમાં ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી, શારદાબેન પટેલ, સોમાભાઈ મોદી, જાગૃતિબેન વ્યાસ પ્રમુખ નગર પાલિકા વડનગર, પરેશ પટેલ-પ્રમુખ તાલુકા પંચાયત વડનગર, રાજુભાઇ મોદી વડનગર શહેર પ્રમુખ, પંકજ કુમાર મુખ્ય સચિવ, એસ.જે.હૈદર અગ્ર સચિવ શિક્ષણ વિભાગ, વિનાયક ગર્ગ  જે એન વી કમિશનર, ઉદિત અગ્રવાલ જિલ્લા કલેકટર, ડો.ઓમ પ્રકાશ જિલ્લા વિકાસ અધિકારી, અચલ ત્યાગી જિલ્લા પોલીસ વડા, રમેશ ઠક્કર ગુજરાત પ્રવાસન નિગમ, દિનેશ પટેલ ચેરમેન એપીએમસી ઊંઝા, માલારામ આચાર્ય જવાહર નવોદય વડનગર, ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JP



(Release ID: 1858295) Visitor Counter : 155