ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે અમદાવાદમાં કાંકરિયા ખાતે 36મી નેશનલ ગેમ્સ-2022ના કર્ટેન રેઝર અને 11મા ખેલ મહાકુંભના સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા

Posted On: 04 SEP 2022 11:17PM by PIB Ahmedabad

શ્રી અમિત શાહે રાષ્ટ્રીય રમતોના માસ્કોટ અને ગીતનો શુભારંભ કરાવ્યો હતો તેમજ એક વિશિષ્ટ વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશનનું અનાવરણ પણ કર્યું

ગુજરાતમાં મોદીજીએ જ્યારે ખેલ મહાકુંભનાં બીજ રોપ્યાં ત્યારે તેમાં 11 લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, 11 લાખ ખેલાડીઓ સાથે શરૂ થયેલા આ મહાકુંભમાં આજે 55 લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે તે ખૂબ જ ખુશીની વાત છે

ગુજરાત સરકારને અભિનંદન, તેણે આ પ્લેટફોર્મ પરથી માત્ર એક ક્લિક દ્વારા 30 કરોડ રૂપિયાની રકમ વિજેતાઓને ટ્રાન્સફર કરવાનું બહુ મોટું કામ કર્યું છે

શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં ગુજરાતે લીધેલા સંકલ્પનાં પરિણામે ગુજરાતે આજે દેશ અને દુનિયામાં રમતગમતની દુનિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે, 36મી નેશનલ ગેમ્સમાં પણ ગુજરાત પોતાના તમામ રેકોર્ડ તોડી નાખશે તેવો વિશ્વાસ છે

મોદીજીનાં નેતૃત્વમાં ગુજરાતે 10 વર્ષમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, એવી કોઇ રમત નથી કે જેની આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા ગુજરાતમાં આયોજિત ન થઇ શકે

ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, તેની સાથે જ એક ખૂબ જ મોટું સ્પોર્ટ્સ સિટી બનવાનું છે, તે બન્યાં પછી કદાચ એક જ શહેરમાં એક જ સ્થળે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ પણ હશે અને વિશ્વનું સૌથી મોટું સ્પોર્ટ્સ સિટી પણ હશે

ગુજરાત દેશમાં દરેક ક્ષેત્રમાં પરિવર્તનનું સારથિ બન્યું છે, રમતગમતમાં પણ ગુજરાત દેશમાં પરિવર્તનનું સારથિ બન્યું છે

મોદીજીએ રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે ઘણું કામ કર્યું છે, પછી તે ફિટ ઇન્ડિયાની શરૂઆત હોય કે પછી ખેલ મહાકુંભને આગળ વધારવાનું હોય અને નેશનલ ગેમ્સમાં જીવ રેડવાનો હોય, ભારત સરકારે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે દરેક એસોસિએશનને મદદ કરવામાં કોઇ કસર છોડી નથી

રમતગમત માટે ભારતનું બજેટ 2014માં 866 કરોડ રૂપિયા હતું એને શ્રી નરેન્દ્ર મોદીજીએ વધારીને 2022માં 2000 કરોડ રૂપિયા કરી દીધું છે

ઑલિમ્પિક મેડલ જે એક સમયે બે મળતા હતા હવે આપણે 7 સુધી પહોંચ્યા છીએ,  પેરા ઓલિમ્પિક્સમાં  4 થી 19 મેડલ સુધી પહોંચ્યા છીએ, ડૅફ ઑલિમ્પિકમાં 5 મેડલથી 16 મેડલ સુધી પહોંચ્યા, કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ 15 થી 22  થઈ ગયા છે

એશિયન ગેમ્સમાં ભારતે 70 ગોલ્ડ મેડલ જીતીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, આપણા બૅડમિન્ટન ખેલાડીઓએ થાઈલેન્ડમાં થોમસ કપ જીતીને ઈતિહાસ રચ્યો

આર્થિક અને ઔદ્યોગિક વિકાસ હોય કે પછી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના અને 24 કલાક વીજળી પૂરી પાડવાની વાત હોય, છેલ્લાં 20 વર્ષમાં મોદીજીનાં નેતૃત્વમાં ગુજરાતે દરેક ક્ષેત્રમાં વિકાસના નવા વિક્રમો સ્થાપ્યા છે, મોદીજીએ  ઘણા એવા માપદંડો નક્કી કર્યા છે, જેને દાયકાઓ સુધી ભાગ્યે જ કોઈ તોડી શકે છે

મોદીજી જો ભગીરથ બનીને ગુજરાત ન આવ્યા હોત અને નર્મદાજીનું પાણી કચ્છના ખાવડા સુધી ન પહોંચાડતે તો આ વિકાસ શક્ય જ ન બનતે

ગુજરાતને બદનામ કરનારાઓ, ગુજરાતના વિકાસનો વિરોધ કરનારાનું મહિમાગાન ગુજરાત ક્યારેય નહીં સ્વીકારે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે અમદાવાદમાં કાંકરિયા ખાતે 36મી નેશનલ ગેમ્સ-2022ના કર્ટન રેઝર અને 11મા ખેલ મહાકુંભના સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અમિત શાહે રાષ્ટ્રીય રમતોના માસ્કોટ અને ગીતનો શુભારંભ કરાવ્યો હતો અને સાથે જ  એક વિશિષ્ટ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનનું અનાવરણ પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદીજીએ 10 વર્ષ પહેલાં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી, ત્યારે દેશ અને દુનિયાના રમતગમતના નકશામાં ગુજરાત ક્યાંય નહોતું. મોદીજીએ બીજ વાવ્યું ત્યારે ખેલ મહાકુંભમાં આશરે 11 લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આજે 11મા ખેલ મહાકુંભના સમાપનમાં તે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે 11 લાખ ખેલાડીઓ સાથે શરૂ થયેલી આ રમતોમાં આ વખતે 55 લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. તેમણે ગુજરાત સરકારને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ પ્લેટફોર્મ પરથી માત્ર એક ક્લિક દ્વારા 30 કરોડની રકમ વિજેતાઓને ટ્રાન્સફર કરવાનું બહુ મોટું કાર્ય કર્યું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં ગુજરાતે જે સંકલ્પ લીધો હતો એનાં પરિણામે ગુજરાતે આજે દેશ અને દુનિયામાં રમત-ગમતની દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 36મી નેશનલ ગેમ્સમાં પણ ગુજરાત તેના તમામ રેકોર્ડ તોડી નાંખશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, 36મી નેશનલ ગેમ્સ ગુજરાતના 6 શહેરોમાં 29 સપ્ટેમ્બરથી 12 ઑક્ટોબર દરમિયાન યોજાશે અને તેમાં 20000 જેટલા ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ ભાગ લેશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતે 10 વર્ષની અંદર જ મોદીજીનાં નેતૃત્વમાં રમતગમત સાથે સંબંધિત માળખાગત સુવિધાઓનાં નિર્માણમાં તમામ વિક્રમો તોડી નાંખ્યા છે. આજે એવી કોઈ રમત નથી કે જેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા ગુજરાતમાં આયોજિત ન થઈ શકે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, જે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે, તેની સાથે જ એક ખૂબ જ મોટું સ્પોર્ટ્સ સિટી બનવા જઈ રહ્યું છે, એ બન્યાં બાદ કદાચ એક  જ શહેરમાં એક જ સ્થળે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ પણ હશે અને દુનિયાનું સૌથી મોટું સ્પોર્ટ્સ સિટી પણ હશે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં દરેક ક્ષેત્રમાં પરિવર્તનનું સારથિ બન્યું છે, રમતગમતમાં પણ ગુજરાત દેશમાં પરિવર્તનનું સારથિ બન્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, મોદીજીએ રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ઘણું કામ કર્યું છે. ફિટ ઇન્ડિયાની શરૂઆત હોય કે ખેલ મહાકુંભને આગળ વધારવાનો હોય અને નેશનલ ગેમ્સમાં જીવ રેડવાનો હોય, ભારત સરકારે રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે દરેક એસોસિએશનને મદદ કરવામાં કોઇ કસર છોડી નથી.

ગૃહ મંત્રીએ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરને અભિનંદન આપતાં કહ્યું હતું કે, શ્રી ઠાકુરે ભારતમાં રમતગમતને પ્રોત્સાહન આપવાનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રયાસોમાં જીવ રેડવાનું કામ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં ભારતમાં રમતગમત માટેનું બજેટ 866 કરોડ રૂપિયા હતું, એને 2022માં વધારીને 2000 કરોડ રૂપિયા કરવાનું કામ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. ઑલિમ્પિક મેડલ જે પહેલા ક્યારેક બે મળતા હતા હવે આપણે 7 સુધી પહોંચ્યા છીએ, પેરા ઑલિમ્પિકમાં 4 થી 19 મેડલ અને ડેફ ઑલિમ્પિકમાં 5 મેડલથી 16 મેડલ સુધી પહોંચી ગયા છીએ જ્યારે કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ 15 થી વધીને 22 થઈ ગયા છે. તેમણે કહ્યું કે એશિયન ગેમ્સમાં 70 ગોલ્ડ મેડલ જીતીને, ભારતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને આપણા બૅડમિંટન ખેલાડીઓએ થાઇલેન્ડમાં થોમસ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લાં 20 વર્ષમાં મોદીજીનાં નેતૃત્વમાં ગુજરાતે દરેક ક્ષેત્રમાં ઘણો વિકાસ કર્યો છે અને એવા અનેક માપદંડો નક્કી કર્યા છે, જેને આગામી દાયકાઓ સુધી ભાગ્યે જ કોઈ તોડી શકશે. આર્થિક અને ઔદ્યોગિક વિકાસ હોય, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય, કોર્ટ ડેવલપ કરવાના હોય, 24 કલાક વીજળી હોય, મોડેલ કાયદો વ્યવસ્થા હોય કે પછી રમત-ગમત હોય, ગુજરાતે તમામ ક્ષેત્રોમાં શાનદાર કામ કર્યું છે. તેમણે કહ્યું કે આ બધું એટલા માટે થઈ શક્યું કારણ કે મોદીજી નર્મદાનું પાણી કચ્છ સુધી લાવ્યાં, જો મોદીજી ગુજરાતમાં ભગીરથ બનીને ન આવ્યા હોત અને નર્મદાનું પાણી કચ્છ સુધી ન પહોંચાડ્યું હોત તો આ વિકાસ શક્ય જ ન બનતે. શ્રી શાહે કહ્યું કે પરંતુ આજકાલ કેટલાક લોકોએ નર્મદાનો વિરોધ કરનારાઓને પાછલાં બારણેથી ગુજરાતના રાજકારણમાં પ્રવેશ આપવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, "ગુજરાતને બદનામ કરનારા અને ગુજરાતના વિકાસનો વિરોધ કરનારાઓનું મહિમા ગાન  ગુજરાત ક્યારેય સ્વીકારશે નહીં."        

YP/GP/JD



(Release ID: 1856706) Visitor Counter : 157