રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

8 સપ્ટેમ્બર સુધી વરેઠા-ગાંધીનગર કેપિટલ મેમુ સ્પેશિયલ રદ રહેશે

પોસ્ટેડ ઓન: 30 AUG 2022 4:31PM by PIB Ahmedabad

અમદાવાદ મંડળના મહેસાણા-વિસનગર સેક્શનની ડીએફસીસી લાઇનને જગુદણ-મહેસાણા-વરેઠા સેક્શન પરના જગુદણ સ્ટેશનને કનેક્ટિવિટી સંબંધિત કાર્યને  કારણે ગાંધીનગર-વરેઠા-ગાંધીનગર મેમુ સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

1. તારીખ 31 ઓગસ્ટથી 07 સપ્ટેમ્બર 2022 સુધી ટ્રેન નંબર 09497 ગાંધીનગરવરેઠા સ્પેશિયલ રદ્દ રહેશે.

2. તારીખ 01 સપ્ટેમ્બરથી 08 સપ્ટેમ્બર 2022 સુધી ટ્રેન નંબર 09498 વરેઠા-ગાંધીનગર સ્પેશિયલ રદ્દ રહેશે.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1855503) મુલાકાતી સંખ્યા : 163