કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય
સરકારનું લક્ષ્ય સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવાનું છે: કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્યમંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર
મારા કેન્દ્રીય વિદ્યાલયનાં શિક્ષણ પર ગર્વ છે અને તેના બદલે બીજું કઈ લેવાનું પસંદ નહીં કરું: રાજ્ય મંત્રી ચંદ્રશેખર
જ્યારે રાજકીય વિરોધીઓ પાસે મોદીજીનાં નવા ભારતના દ્રષ્ટિકોણનો સામનો કરવા માટે કોઈ વિચારો નથી, ત્યારે તેઓ નિઃશુલ્ક વસ્તુઓ ઓફર કરે છે: રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર
Posted On:
27 AUG 2022 6:02PM by PIB Ahmedabad
એવી વ્યક્તિ જે એરફોર્સ ઓફિસરનું સંતાન છે, તેના માટે શાળાનાં શિક્ષણના દિવસોમાં વારંવાર સ્થળ બદલવું અસામાન્ય નથી.
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્યમંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર માટે પણ આવું જ હતું, જેમણે નવ જુદી જુદી શાળાઓમાં અભ્યાસ કર્યો હતો.
"હું બારમા ધોરણ સુધી નવ શાળાઓમાં ભણ્યો હતો – બધી જ કેન્દ્રીય વિદ્યાલયો. અને મને મારાં ભારતીય શાળાનાં શિક્ષણ પર ગર્વ છે. કેન્દ્રીય વિદ્યાલયે(કેવી) ભારતીય મૂલ્યો પ્રદાન કરવા પર ભાર મૂક્યો હતો અને તેણે આજે હું જે છું તેનો પાયો નાખ્યો." તેમણે ઉમેર્યું હતું કે, તેઓ દેશની શ્રેષ્ઠ ખાનગી શાળામાં શિક્ષણ માટે ક્યારેય તેનું આદાનપ્રદાન કરવાનું પસંદ નહીં કરે.
અને હવે નરેન્દ્ર મોદી સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભારતીય શાળા પ્રણાલીને વધુ મજબૂત બનાવવામાં આવી છે, જેણે શિક્ષણ ક્ષેત્રમાં ઊંડા, અસરકારક સુધારાઓ કર્યા છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
તેઓ સરદાર પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ફાયરસાઇડ ચેટમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા હતા.
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી તથા કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે આજે દેશમાં ચોક્કસ વિરોધ પક્ષો દ્વારા નિઃશુલ્ક વસ્તુઓ અને લહાણીની સંસ્કૃતિને વખોડી કાઢી હતી.
તેમણે કહ્યું, "આપણો દેશ ઉદિત થઈ રહ્યો છે અને આપણા પ્રધાનમંત્રીએ શાસન, જાહેર જીવન અને જાહેર સેવાની દ્રષ્ટિએ એક માપદંડ સ્થાપિત કર્યો છે અને ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા ધરાવે છે. રાજકીય વિરોધીઓ પાસે આપણાં અર્થતંત્રમાં પરિવર્તન લાવવાનો, ભારતને મહાસત્તા બનાવવા માટે કોઈ અનિવાર્ય વિચાર નથી, તેથી તેઓ નિઃશુલ્ક લહાણીની ઓફર લઈને આવે છે."
શ્રી ચંદ્રશેખર સરદાર પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી, સુરત ખાતે એક ફાયરસાઇડ ચેટમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજકારણની વ્યાખ્યા બદલી નાખી છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ સત્તાની વાત નથી, પરંતુ લોકસેવાની વાત છે – જે લોકો સેવા કરે છે અને લોકોનો વિશ્વાસ સંપાદિત કરે છે તેઓ સફળ થશે. તેમણે સમજાવ્યું હતું કે, "પ્રધાનમંત્રી પાસે નવા ભારતનું વિશાળ વિઝન છે, જેમાં સમાન તકો હશે – તે પ્રસિદ્ધ પિતાઓ/દાદા ધરાવતા લોકો માટે જ વિશેષ નહીં રહે."
વર્તમાન સમયમાં યુવાન વિદ્યાર્થીઓ/વ્યવસાયિકો માટે તકો વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તેનાથી ભારતને ઇલેક્ટ્રોનિક્સ માટે મહત્ત્વપૂર્ણ ડિઝાઇન અને ઉત્પાદન કેન્દ્ર બનવામાં મદદ મળશે.
SD/GP/JD
(Release ID: 1854866)
Visitor Counter : 169