સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ‘Modi @ 20 Dreams Meet Delivery’ પુસ્તક અંગે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

Posted On: 26 AUG 2022 4:24PM by PIB Ahmedabad

‘Modi @ 20 Dreams Meet Delivery’ પુસ્તક દેશના ખ્યાતનામ લોકો દ્વારા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર લખાયેલા લેખોનું સંકલન છે. આ પુસ્તક અંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે વડોદરા જિલ્લાના સાવલી તાલુકા સ્થિત કે.જે.આઈ.ટી કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓ સાથે  વાર્તાલાપ કર્યો હતો. ઇલેક્ટ્રીકલ એન્જિનિયર એવા સંચારમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે  એન્જિનિયરીંગ અને આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. અને વિદ્યાર્થીઓને  પીએમ નરેન્દ્ર મોદી તેમજ તેમના 20 વર્ષના કાર્યકાળ દરમિયાન કરેલી લોકહિતની અને દેશ માટે કરેલા કાર્યોની જાણકારી આપવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે કેમ્પસ માં નવું શરૂ કરાયેલ ‘ Center of excellence in Iot & Articial intelligence’ અને આયુર્વેદિક કોલેજના હર્બલ ગાર્ડનની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રકારની આયુર્વેદિક દવા બનતી નિહાળી અને તે અંગેની માહિતી મેળવી હતી.

 

શ્રી ચૌહાણે કહ્યું હતું કે દેશમાં 5જી નેટવર્ક શરૂ થશે એ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ટેકનોલોજીના માધ્યમથી આપના જીવન માં ઘણું પરિવર્તન આવ્યું છે. સામાન્ય માનવીની સાથે સરકારી કામકાજ પદ્ધતિમાં પણ પરિવર્તન આવ્યું છે. જે રીતે ડિલિવરી માટે  ટેકનોલોજી મહત્વનું પાસું બની રહી છે .  ભારતના છ લાખ ગામડાઓમાં આ ટેકનોલોજી  અસરકારક રીતે પહોંચી શકી નથી ત્યારે આ ટેકનોલોજી થકી ગામડાઓના લોકો સુધી સરકારી યોજનાઓની  માહિતી પહોંચે તે માટે ટેલી કોમ્યુનિકેશન માધ્યમ જરૂરું હતું. કોરોના કાળમાં ટેકનોલોજી મંત્રાલયની કામગીરી અસરકારક પુરવાર થઈ, જે લોકોએ અનુભવી છે. આરોગ્ય, શિક્ષણ, ટ્રાન્સપોર્ટેશન સહિતની સેવાઓ અસરકારક રીતે કરવામાં આવી હતી. લોકોને સારી સુવિધાઓ મળે તે માટે 5જી ટેકનોલોજી આવશે તેમજ ભારત 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે. તેમાં કોમ્યુનિકેશન વિભાગનો ફાળો એક ટ્રિલિયન  હશે.

ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે કામ કરતી કે.જે.આઈ.ટી સંસ્થાને મંત્રી દેવુસિંહજી ચૌહાણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1854671) Visitor Counter : 131