કાપડ મંત્રાલય

ખાદી અને ગ્રામોદ્યોગની પ્રવૃત્તિઓની ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ દ્વારા સમીક્ષા

Posted On: 25 AUG 2022 8:24PM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રીજીએ ખાદી અને ગ્રામોદ્યોગી ક્ષેત્રના કારીગરો, શિલ્પકારો-સીવનારા અને વણકરોમાં તેમની પ્રેરણાદાયી વિચારસરણી અને માર્ગદર્શનથી નવી ઊર્જાનો સંચાર કર્યો છે. માનનીય પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર ખાદીનાં મહત્વ પર ભાર મૂકતા ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન અને ખાદી ફોર ટ્રાન્સફોર્મેશનના મંત્ર દ્વારા સતત ખાદીને અપનાવવાનાં આહ્વાને ખાદી ઇન્ડિયાને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે, જેનાં પરિણામે છેલ્લાં 7 વર્ષમાં ખાદીનાં વેચાણમાં 188 ટકાનો વધારો થયો છે.  

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ માનનીય શ્રી મનોજકુમારજીએ જાતે જ ખાદી ક્ષેત્રના સાતત્યપૂર્ણ વિકાસ માટે સઘન પ્રવાસો દ્વારા પોતાની જવાબદારીઓ નિભાવવાની પહેલ કરી છે.  અને આ ક્રમમાં આજે કેવીઆઇસીના અધ્યક્ષ શ્રી મનોજકુમારજીએ ગુજરાતની વિવિધ ખાદી સંસ્થાઓની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેટલાંક પીએમઇજીપી એકમો અને ખાદી સંસ્થાઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન માનનીય અધ્યક્ષે ખાદીના કારીગરો, સીવનારા અને ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ કર્યો હતો અને ખાદી પ્રવૃત્તિઓનાં સંચાલનમાં આવી રહેલી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી અને તેને દૂર કરવા સૂચનો પણ આપ્યા હતા, જેથી ભવિષ્યમાં યોજાનારા ખાદી ગ્રામોદ્યોગ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરી શકાય.

પીએમઇજીપી યુનિટની મુલાકાતઃ

માનનીય અધ્યક્ષજીએ ગુજરાતના નૌસેરાના પીએમઈજીપી એકમ હિનલ માર્કેટિંગ, સિસોદીયા જે સીવણના તાર અને ખાસ કરીને સ્પેરપાર્ટ્સ, પિત્તળના સીવણમાં કામમાં આવતા એડેપ્ટર, પ્લાસ્ટિકની સૂતળી, રબરશીટ વગેરેનાં ઉત્પાદન સાથે સંકળાયેલું છે, એની મુલાકાત 24 ઑગસ્ટ 2022ના રોજ લીધી હતી. આ એકમની સ્થાપના કરનાર ઉદ્યોગ સાહસિક શ્રી અશોક ભાઈએ જણાવ્યું હતું કે, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા અમલમાં મુકાયેલા પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ અંતર્ગત 21 લાખ રૂપિયાની આર્થિક સહાય ચાર મહિના પહેલા જ મળી છે, જેનાં કારણે આજે તેઓ આ વ્યવસાયમાંથી દર મહિને 8-10 લાખ રૂપિયા કમાવા માટે સમર્થ બન્યા છે. 

દાંડીની મુલાકાત: માનનીય અધ્યક્ષજીએ તેમની સઘન મુલાકાત દરમિયાન દાંડી માર્ચ સ્થળની મુલાકાત લીધી હતી. આ પ્રખ્યાત ઐતિહાસિક સ્થળ મીઠા સત્યાગ્રહ આંદોલન માટે પ્રખ્યાત છે

દાંડી યાત્રા અથવા મીઠાનો સત્યાગ્રહ એ મહાત્મા ગાંધીનાં નેતૃત્વ હેઠળના વસાહતી ભારતમાં અહિંસક સવિનય કાનૂનભંગનું એક કાર્ય હતું. 12 માર્ચ 1930થી 6 એપ્રિલ 1930 સુધી ચોવીસ દિવસની કૂચ બ્રિટિશ મીઠાના એકાધિકાર સામે કર પ્રતિકાર અને અહિંસક વિરોધની સીધી કાર્યવાહીની ઝુંબેશ તરીકે ચાલી હતી. જ્યારે ગાંધીજીએ 6 એપ્રિલ, 1930ના રોજ બ્રિટીશ રાજના મીઠાના કાયદાઓનો ભંગ કર્યો, ત્યારે લાખો ભારતીયો દ્વારા મીઠાના કાયદા સામે મોટા પાયે સવિનય કાનૂનભંગ થયો. આ પ્રસંગે શ્રી ધીરૂભાઈએ માનનીય અધ્યક્ષને સૂતરનો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.

સુરુચી કેળવણી વશત ટ્રસ્ટ, બારડોલીની મુલાકાત : 

માનનીય અધ્યક્ષ તેમના આગલા પડાવ પર બારડોલી પહોંચ્યા, જ્યાં તેમણે કેવીઆઈસીના ઊર્જા સમૂહ સુરુચિ કેળવણી વર્ષા ટ્રસ્ટના કાર્યોની સમીક્ષા કરી.  આ ક્લસ્ટર બાગાયત સંબંધિત સાધનોની ખેતી અને ઉત્પાદન સાથે સંબંધિત કાર્ય સાથે સંકળાયેલું છે, જેમાંથી મોટા ભાગનાનો વેપાર સ્થાનિક સ્તરે થાય છે, જેનાથી સ્થાનિક લોકોને રોજગારી મળી છે. આ ક્લસ્ટર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ સ્થાનિક લોકોને ખેતી અને બાગાયતી કામગીરીની તાલીમ પણ પૂરી પાડે છે. 

સુરત જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાની મુલાકાતઃ રાજ્યની મુલાકાત દરમિયાન માનનીય અધ્યક્ષશ્રીએ સુરત જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાની પણ મુલાકાત લીધી હતી અને ખાદી સંસ્થાના સેલ્સ આઉટલેટની મુલાકાત લીધી હતી.  ખાદી સંસ્થા આયોગના ગ્રામોદ્યોગ કાર્યક્રમ હેઠળ એક બેકરી યુનિટ પણ ચલાવી રહી છે અને છેલ્લાં નાણાકીય વર્ષમાં સાત કરોડ રૂપિયાનું વેચાણ નોંધાવ્યું છે.

તેમનાં રોકાણ દરમિયાન, માનનીય અધ્યક્ષે બારડોલી ખાતે સરદાર પટેલ હાઉસ (સરદાર પટેલજીનું ઘર)ની મુલાકાત લીધી હતી, જ્યાં ભારતના લોખંડી પુરુષ ખેડૂતો સાથે બેસતા હતા.

 

SD/GP/JD



(Release ID: 1854498) Visitor Counter : 306


Read this release in: English