રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

આણંદ-ડાકોર વચ્ચે ચાલશે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન

Posted On: 16 AUG 2022 9:29PM by PIB Ahmedabad

યાત્રિઓની સુવિધા માટે અને તેમની માંગને પૂરી કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા, આણંદ અને ડાકોર વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડાં સાથે ચાલશે.

આણંદ-ડાકોર જન્માષ્ટમી સ્પેશિયલ

આણંદ-ડાકોર જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન 18 ઓગસ્ટ 2022 ના રોજ રાત્રે 10.00 કલાકે આણંદ થી  ઉપડીને ડાકોર 10.50 કલાકે પહોંચશે. પરતમાં આ ટ્રેન 19 ઓગસ્ટ 2022 ના સવારે 03.00 કલાકે ડાકોર થી ઉપડીને 03.55 કલાકે આણંદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં સદનાપુરા, ભાલેજ, ઓડ અને ઉમરેઠ સ્ટેશનો પર રોકાશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1852391) Visitor Counter : 142