સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે આજે વડોદરા એરપોર્ટ ખાતે પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું


હવે વડોદરા એરપોર્ટ ખાતે પેસેન્જરને પોસ્ટ વિભાગની વિવિધ સેવાઓ મળી રહેશે

આ પોસ્ટ ઓફીસ પાર્સલ પેકેજિંગ અને બુકિંગની સુવિધા પણ પૂરી પાડશે

Posted On: 16 AUG 2022 8:59PM by PIB Ahmedabad

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે આજે વડોદરા એરપોર્ટ ખાતે પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે એરપોર્ટ પોસ્ટ ઓફીસના પહેલા ખાતા ધારકને પાસબૂકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત એરપોર્ટના ડિરેક્ટર ટી. કે. ગુપ્તાને માય સ્ટેમ્પની તેમની તસ્વીર પણ આપવામાં આવી હતી.અહી “My Stamp”ની પણ સેવા આપવામાં આવશે જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાના ફોટા વાળી પોસ્ટેજ સ્ટેમ્પ બનાવડાવી શકશે અને તેને સંભારણા તરીકે સાચવી શકશે. 

એરપોર્ટના આ પોસ્ટ ઓફીસ એરપોર્ટ ખાતે પોસ્ટ વિભાગની હાજરીનું પ્રતીક બનવા સાથે એરપોર્ટના સ્ટાફ અને આવનાર પેસેન્જર ગ્રાહકોને પોસ્ટ વિભાગની બધી જ સેવા અહીંથી મળી રહેશે.

સંચાર રાજ્ય મંત્રીએ જણાવ્યું કે આ પોસ્ટ ઓફીસ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે બચત ખાતું, ટાઈમ ડીપોઝીટ, રિકરીંગ ડીપોઝીટ, સુકન્યા સમૃદ્ધી યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટ, કિસાન વિકાસ પત્ર વગેરેમાં નાણાં જમા- ઉપાડની સુવિધા પૂરી પાડશે.આ પોસ્ટ ઓફીસ એરપોર્ટ પરના લોકોને મહત્વની સેવાઓ આપવામાં આગવી ભૂમિકા ભજવશે. 



આ પોસ્ટ ઓફીસ પાર્સલ પેકેજિંગ અને બુકિંગની સુવિધા પણ પૂરી પાડશે જેનાથી એરપોર્ટ પર આવતા પેસેન્જર જેઓ પાસે વધારાનું બેગેજ હોય છે અને તેને લઇ જવા માટે અવરોધ ઉભો થાય તેઓ આ પાર્સલ સુવિધાથી આવો વધારાનો સામાન પોતાના સરનામાં પર વ્યાજબી ખર્ચથી મોકલી શકશે. પાંચ કિલોગ્રામ સમાન કોઈ પણ એરલાઈન્સથી રૂ.2750/- થી  રૂ.3000/- માં મોકલવામાં આવે છે જયારે પોસ્ટ વિભાગ દ્વારા પાર્સલ માં રૂ.545/- થી રૂ.710/- ના ખર્ચથી મોકલવામાં આવશે.
 
આ પોસ્ટ ઓફીસ “ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક”ની સુવિધાથી સજ્જ છે જેમાં અહીના સ્ટાફ અને પેસેન્જર ને “Aadhaar Enabled Payment System”ની મદદથી તેઓના કોઈ પણ બેંકના ખાતામાંથી નાણાંના ઉપાડની સુવિધા આપી તેઓનો સમય બચાવશે.

આ પ્રસંગે પોસ્ટ વિભાગ ગુજરાત સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલશ્રી જીતેન્દ્ર ગુપ્તા પોસ્ટમાસ્તર જનરલ, દક્ષિણ ગુજરાત ક્ષેત્રના શ્રીમતી પ્રીતિ અગ્રવાલ, વડોદરાના ડિરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ ડો.એસ.શિવરામ, વડોદરા એરપોર્ટના ડિરેક્ટર શ્રી ટી.કે.ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD



(Release ID: 1852385) Visitor Counter : 157