સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

નવસારીની મહિલા બે બાળકો સાથે કાર ડ્રાઈવ કરી 65 હજાર કિ.મીની યાત્રા કરશે, ભારતના ચારે છેડે તિરંગો લહેરાવશે: સામાજિક ન્યાય કેન્દ્રીય મંત્રી શ્રી રામદાસજી આઠવલે

Posted On: 13 AUG 2022 9:33PM by PIB Ahmedabad

નવસારીની ખ્યાતનામ સાહસિક મહિલા શ્રીમતી ભારૂલતા પટેલ-કાંબલે પોતાના બે બાળકો સાથે કાર ડ્રાઈવ કરી 'આઝાદીના અમૃત્ત મહોત્સવ' અંતર્ગત "મિશન ભારત" ડ્રાઈવિંગ અભિયાનનો આજ આરંભ કરવામાં આવ્યો છે. સશક્તીકરણ અને સામાજિક ન્યાય કેન્દ્રીય મંત્રી શ્રી રામદાસજી આઠવલેના વરદ હસ્તે ફ્લેગ ઓફ કરી શુંભારભ કરવામાં આવ્યો છે.

નવસારીના ખ્યાતનામ સાહસિક મહિલા ભારુલતા કામલે પોતાના બે બાળકો સાથે કાર ડ્રાઈવ કરી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ભારતમાં 65 હજાર કિ.મીની યાત્રા કરશે અને ભારતના ચારે છેડે તિરંગો લહેરાવશે. જેની શરૂઆત આજે નવસારીથી આ યાત્રા પ્રસ્થાન કરવામાં આવી છે. તેમને શુભેચ્છા આપવા માટે ભારત સરકારના સામાજિક ન્યાય કેન્દ્રીય મંત્રી શ્રી રામદાસ આઠવલે નવસારી આવી પહોંચ્યા હતા.

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેજીની અધ્યક્ષતામાં નવસારી ખાતે ફ્લેગ ઓફ સમારોહ યોજાયો હતો. શ્રી આઠવલેજીએ સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે દેશમાં હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહિલા પોતાના બે બાળકો સાથે કાર ડ્રાઈવ કરી 'આઝાદીના અમૃત્ત મહોત્સવ' અંતર્ગત સમગ્ર ભારતમાં 65,૦૦૦ કિલોમીટરની યાત્રા કરશે. મિશન ભારત પ્રોજેક્ટ હેઠળ 'ટીમ મમ એન્ડ ટુ કિડસ' ડ્રાઈવિંગ મિશન (Expedition) હેઠળ બેટી બચાવો બેટી પથાવો, કેન્સર, ટીબી અને પ્રાકૃતિક ખેતી અર્થે  જનજાગૃતિ ફેલાવશે. આઝાદીમાં બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરોને શ્રદ્ધાંજલિ અર્પવા સાથે જ દેશના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ છેડાઓ સુધી પહોંચી ભારતનો તિરંગો લહેરાવી ભારતીયોમાં દેશદાઝ જગાવશે. આ સમારોહ દરમ્યાન સામાજિક ન્યાય વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી રામદાસ આઠવલેજીનાં હસ્તે નવસારી જીલ્લાની સાહસિક મહિલા સાથે કારગીલ યુદ્ધ દરમ્યાન સૈનિકોને શાલ ઓઢાડી સન્માનપત્ર પાઠવામાં આવ્યા હતા .

નવસારી જિલ્લામાં ભારત સરકારનાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે આવતા જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના આગેવાનો આવીને તેમને શુભેચ્છાઓ આપી હતી આ સાથે જ રામદાસ આઠવલેએ પોતાની લાક્ષણિક અદામાં વિરોધીઓને કહ્યું હતું કે મોદી સે મત લેના પંગા ક્યુ કી વો લહેરા રહે હૈ સમગ્ર દેશ મેં તિરંગા.. એક્ટિવિસ્ટ ભારુલતા કાંબલે ભારતના વિવિધ વિસ્તારોમાં ફરીને હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે તેમને શુભેચ્છા આપવા માટે તેઓ ખાસ કરીને ટાટા હોલમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

નવસારીના જલાલપોર તાલુકાના આટ ગામની દીકરી અને લંડનમાં સ્થાયી થયેલી સાહસી NRI ભારૂલતા કાંબલે કાર દ્વારા વિશ્વના અનેક દેશો ફરવાના કીર્તિમાન બનાવી ચુક્યા છે. લંડનથી 32 જેટલા દેશોમાંથી 35 હજારથી વધુ કિલોમીટરનું અંતર 57 દિવસમાં કાપી ભારત આવી વલ્ડ રેકોર્ડ અંકિત કર્યો હતો. ત્યારે ફરી એકવાર પોતાના બે દીકરાઓ સાથે ભારતની આઝાદીના 75 માં વર્ષે જ્યારે દેશ આઝાદીના લાડવૈયાઓને યાદ કરી અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, ત્યારે આઝાદીમાં બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરોને શ્રદ્ધાંજલિ અર્પવા સાથે જ દેશના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ છેડાઓ સુધી પહોંચી ભારતનો તિરંગો લહેરાવશે.

આ યાત્રા દરમિયાન ભારૂલતા કાંબલે અને એમના બંને દીકરાઓ કેન્સરને પ્રારંભિક સ્તરે ડામી શકાય છે, સાથે જ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એવા સંદેશને પણ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. ભારૂલતા કાંબલે મિશન ભારત અંતર્ગત 65 હજાર કિમીનું અંતર 5 મહિનામાં બે ભાગમાં પૂર્ણ કરશે. ભરૂલતા કાંબલેની મિશન ભારત કાર યાત્રાને શ્રી કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો. ફ્લેગ ઑફ બાદ ટાટા હોલ થી નીકળી દુધિયા તળાવ શાકભાજી માર્કેટ રસ્તેથી જુના થાણા થઇ રેલી નેશનલ હાઈવે તરફ પ્રસ્થાન કર્યું છે. આ પ્રસંગે નવસારી પાલિકા પ્રમુખ જીગીશ શાહ, પાલિકા માજી પ્રમુખ એ ડી પટેલ સાથે મહાનુભાવો અને શહેરીજનો ઉપસ્થિત રહી ભારૂલતા કાંબલેને શુભાકામના પાઠવી હતી.

SD/GP/JD



(Release ID: 1851636) Visitor Counter : 180