રેલવે મંત્રાલય

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન

Posted On: 13 AUG 2022 5:11PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમીના તહેવાર માટે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનની કુલ 6 ટ્રીપ વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ

ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સ્પેશિયલ તારીખ 13, 17 અને 18 ઓગસ્ટ 2022 ના રોજ અમદાવાદ થી સાંજે 19.30 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 04.00 કલાકે ઓખા પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ તારીખ 14, 20 અને 21 ઓગસ્ટ 2022 ના રોજ ઓખા થી રાત્રે 23.45 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 08.45 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં ચાંદલોડીયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ રહેશે.

ટ્રેન નંબર 09435/36 નું બુકિંગ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી ની વેબસાઈટ પર શરૂ છે.

ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1851546) Visitor Counter : 112